છ ગલુડિયાને જન્મ આપી કુતરીનું મોત થતાં પંચાસરા (કુંભાર) પરિવાર દ્વારા સેવા ચાકરી
હડિયાણા ગામે છેલ્લા પાંચ દિવસ થી એક કુતરી ને ડિલિવરી માં છ ગલુડિયા ને જન્મ આપ્યા છે. ને ડિલિવરી ના ત્રણ દિવસ માજ કુતરીનું મોત નીપજ્યું છે. તો કુદરતી કહેવત છે કે કુતરી ના બચ્ચા ઓને સાત દિવસ પહેલા આખો ખુલતી નથી. અને તે પહેલા જ તેમની માતા વિહોણા બની ગયા છે. નિરાધાર ગલુડિયાને એક સેવાભાવી જયેશભાઇ ગોવિંદભાઈ પચાસરા ( કુંભાર) ના ઘર ની બાજુમાં જ બીજું મકાન ખન્ડેર માં કુતરી એ ગલુડિયા ને જન્મ આપેલ હતા.
જ્યારે જયેશભાઇ ના દરવાજા ની સામે જ કુતરી એ દમ છોડયો હતો. તો નિરાધાર બનેલા ગલુડિયા ને નવું જીવન આપવા ની જયેશભાઇ ના પરિવાર દ્વારા બોટલમાં દૂધ ભરીને તમામ ગલુડિયા ને પીવડાવી રહ્યા છે. જયેશભાઇ નો દીકરો સહદેવ પોતેજ આ પ્રકારની સેવા નાની ઉંમરે કરી રહ્યા છે તો આ અબોલા જીવ ની સેવા કરવાનો પ્રસંગ ભાગ્યેજ મળે છે. નસીબ દાર વ્યક્તિ ને મળે છે. પ્રજાપતિ પરિવારે દાખવેલી માનવતાની સરાહના થઈ રહી છે.