અબતક, રાજકોટ

રાજમાર્ગો પરથી ઇંડાની લારીનું દુષણ દુર કરવા માટે મેયર ડો. પ્રદિપ ડવે શરુ કરેલા અભિયાનની સર્વત્ર સરાહનાા થઇ રહી છે. દરમિયાન શિયાળાની સીઝનના આરંભ જ રાત્રીના સમયે ગુલાબી ઠંડી પડવા માંડી છે. આવામાં મેયરે માનવીય અભિગમ શરુ કર્યો છે. રેસકોર્ષ રીંગ રોડ પર ફુટપાથ પર સુતેલા 15 જેટલા લોકોનું રેન બેસરામાં સ્થળાંતર કરાવ્યું હતું.

ઘરવિહોણા લોકોને રેનબસેરામાં નિ:શુલ્ક આશ્રય તથા ભોજન આશ્રય મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજકોટ શહેર પોલીસના સહયોગથી રેસકોર્સ રીંગરોડ તથા રેસકોર્સ સંકુલમાં ગત રાત્રે મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની હાજરીમાં ડ્રાઈવ યોજાઈ હતી અને હજુ પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

આ કામગીરી દબાણ હટાવ શાખાની ટીમ, પ્રોજેક્ટ શાખાની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ, ગાર્ડન શાખાની ટીમ, રેસકોર્સ સંકુલના અધિકારી / કર્મચારીની ટીમ તથા વિજીલન્સ ટીમ દ્વારા રાજકોટ શહેર પોલીસના સહયોગ સાથે સંયુક્ત ડ્રાઈવ કરવામાં આવી હતી. શિયાળાની ઋતુના પ્રારંભે ઘરવિહોણા લોકોને ઠંડીથી રક્ષણ અને પોષક આહાર પણ મળી રહે તેવા હેતુથી હાથ ધરાયેલ ડ્રાઈવ દરમ્યાન 30 જેટલા લોકોનું રેનબસેરા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું. આ મેગા ડ્રાઈવમાં દબાણ હટાવ વિભાગ દ્વારા જાહેર સ્થળો, રસ્તા/ફૂટપાથ કે ટ્રાફિક આઈલેન્ડ આસપાસ અડચણરૂપ થતા લોકોનો સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામા  આવી હતી.

આ ડ્રાઈવ દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ આસપાસ આશ્રય લેતા લોકોને કાઉન્સેલિંગ કરી, જેઓ આશ્રય ધરાવતા નથી તે લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત રેનબસેરામાં આશરો લેવા સમજ આપેલ હતી. પ્રોજેક્ટ શાખા તથા આશ્રયસ્થાનોની સંચાલક એનજીઓ દ્વારા ઘરવિહોણા લોકોને રેનબસેરાથી માહિતગાર કરી સીટી બસ મારફત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવી હતી.  આ પ્રકારની ડ્રાઇવ આગામી દિવસોમાં પણ કરવામા આવશે. હાલ શિયાળાની મોસમ શરૂ થનાર હોઈ, ઠંડીના કારણે ઘરવિહોણા લોકોને સલામતી માટે નીચેની વિગતે નજીકના આશ્રયસ્થાનો ખાતે આશ્રય લેવા મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. અલગ અલગ રેનબસેરામાં 30 નિરાધારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ.

Screenshot 22

 

નિરાધાર લોકોને રેનબસેરામાં ખસેડવાની ઝુંબેશ માત્ર એક દિવસ પુરતી નથી: મેયર

રાજકોટના હાર્દ સમાં રિંગ રોડ પર અમુક ભિક્ષુક લોકો, ફુગા વેહચવા વાળા તેમજ જે નાના ધંધા કરતા હોય તેવો લોકો રિંગરોડ અને રેસકોર્સ ગાર્ડન આસપાસ પડ્યા પાથર્યા રહેતા હોય છે. આની કોર્પોરેશન પાસે ફરિયાદો આવેલી હતી. આ લોકો ધંધો કરે તેની સામેં કોર્પોરેશન કોઈ વાંધો નથી પરંતુ ફૂટપાથ પર સૂતું રહેવું પડ્યા પાથર્યા રહેવાથી. જે લોકો રિંગરોડ પર વોકિંગ કરવા તેમજ બેસવા માટે આવે છે. તે લોકો માટે આનું ન્યુસન જોવા મળતું હતું. ત્યારે ઘણી વખત વોકિંગ પર નીકળતા લોકો સામે અહીં પડ્યા પાથર્યા રહેતા લોકો નહાવા ધોવાની અને બાથરૂમ કરે તેવા દ્રશ્યો સામે આવતા વોકિંગ પર આવતા અને બેસવા આવતા લોકો શરમ અનુભવતા હતા ત્યારે આવું દુષણ દૂર કરવું એવું અમને લાગ્યું હતું. જે અનુસંધાને આવા લોકો ને સમજાવી રૈનબસેરા ખાતે સ્થળાંતર કરવા ની શરૂઆત કરી છે.આ સાથે તકેદારી પણ રાખવાના છીએ ફિર આ લોકો અહીં ન આવે અને આ ઝૂંબેશ માત્ર એક દિવસ નહીં પર કાયમ ચાલશે તેની તાકીદ રાખવાના છીએ.

 

‘ભિક્ષુક મુક્ત રાજકોટ’ અને જાહેર સ્થળો સાફ સુતરા

બને તેવા હેતુથી ઝુંબેશનો પ્રારંભ: મ્યુનિ.કમિશનર

મુખ્યમંત્રીના 100દિવસ ચલતા કાર્યક્રમમાં એક પ્રોજેકટ ભિક્ષુક મુક્ત શહેર પણ છે.અને એમાં ખાસ કરીને ભિક્ષુક જાહેરમાં ન્હાવા ધોવાની અને રહેવાની પ્રવૃત્તિ ના કરે એ પ્રવૃત્તિ રોકવા માટે અને આ લોકો ને રહેવાની સુવાની સારી વ્યવસ્થા મળી રહે એમના બાળકો સારું પૌષ્ટિક જમવાનું મળે.જેથી રૈનબસેરામાં સ્થળાંતર કરવા ની દ્રાઈવ શરૂ કરી છે. છેલ્લા 3 દિવસ થી અમે આ દ્રાઈવ શરૂ કરી છે જેમાં રાજકોટ મેયર સાથે હું પણ જોડાયો છું. રૈનબસેરા માં 1300 પથારીની વ્યવસ્થા છે.જો જરૂર પડશે તો હજુ વધારે વ્યવસાથો ઉભી કરશુ.લોકો રૈનબસેરા નો ઉપયોગ કરે જાહેર સ્થળો સાફસુત્રા બને અને ભિક્ષુક મુક્ત બને તેવા હેતુથી આ દ્રાઈવ શરૂ કરી છે અને સતત આ દ્રાઈવ આગળ પણ શરૂ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.