“માનવ કલ્યાણ મંડળ-ગુજરાત દ્વારા રાજકોટ ખાતે નિરાધાર મહિલાઓ માટે એક નવું સેવાકીય કાર્ય“ જે કોઇપણ ઉંમરની નિરાધાર મહિલાઓ માટે સહાય રૂપ બની શકસે, જેમાં સંસ્થા દ્વારા નિરાધાર મહિલાઓને રહેવા, જમવા, કપડા તથા પ્રાથમીક તબીબી સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવશે. તો આવી જરૂરીયાત મંદ મહીલાઓને સંસ્થાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. અને જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. કે આપના ધ્યાનમાં આવી કોઇ જરૂરીયાત મંદ મહીલાઓ હોય્ તો સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી. વધુ માહીતી માટે સંસ્થાની ઓફીસ : માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, ગોંધીયા હોસ્પીટલ પાછળ, એકતા પ્રકાશન પાસે, યુનિ.રોડ, રાજકોટ, ફોને નં – ૦૨૮૧ ૨૫૭૧૦૩૦, સંસ્થાનાં ચેરમેન શ્રી મુકેશભાઇ મેરજા ૯૪૨૬૭ ૩૭૨૭૩ કે સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ ૯૪૨૯૧ ૬૬૭૬૬ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુમાં જણાવવાનુકે અમારા આ આધુનીક મહિલા નિરાધાર આશ્રય ખાતે રહેનાર મહિલાઓને તમામ સુવિધા સાથે તેઓને પોતાની આવડત અને રૂચી અનુશાર સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવશે. અને આ રીતે તેઓને સ્વનિર્ભર કરવામાં આવશે.
ગુજરાતભરમાં સર્વ પ્રથમ એવા મહિલા ઓટો રીક્ષા સેવા “માનવ કલ્યાણ રથ” મહિલા પીંક ઓટો રીક્ષા સેવા કે જેનુ ગુજરાતમા સર્વ પ્રથમ મુખ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે રાજકોટ અને અમદાવાદ ખાતે ઇનોગ્રેશન કરવામાં આવેલ તેની ભવ્ય સફળતા બાદ આ મહિલા પીંક ઓટો રીક્ષા પ્રોજેક્ટનાં પ્રણેતા સંસ્થા માનવ કલ્યાણ મંડળ – ગુજરાત દ્વારા રાજકોટ અને અન્ય સેંન્ટરોમાં પણ આ વર્ષે વધુ ૩૦૦ ઇલેકટ્રીક પિંક ઓટો મહિલાઓને આપવાની હોઇ તો જે મહિલાઓ આ પીંક રીક્ષા મેળવી રોજગારી મેળવવા માંગતી હોય તે તાત્કાલીક સંસ્થાનો સંપર્ક કરે. સંસ્થા દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત મહિલા જાગ્રુતી શીબીર પણ યોજવામાં આવે છે.
સંસ્થાના ચેરમેનશ્રી મુકેશભાઇ મેરજા, પ્રમુખ શ્રીમતિ ગીતાબેન પટેલ અને મહામંત્રી શ્રીમતિ વિભાબેન પટેલ અને સંસ્થાના 1850 સ્વયંસેવકો દ્વારા આવા સેવા કર્યો પોતાનો જન્મદિવશ ન ઉજવી, ફટાકડા ન ફોડી, પતંગ નાં ઉડાડી અવા ફિજ્યુઅલ બીનજરૂરી ખર્ચ બચાવી તેની બચત થી આવા સેવા કાર્યો સમાજ હીત માં કરવામાં આવે છે. કોઇ આ સેવા કાર્યમાં સહયોગ આપવા માંગતા હોય તો આવકાર્ય છે.