‘આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ’ કે મનુષ્ય મહાન !!!
બાળકોમાં રહેલી માનસિક તાણની સ્થિતિ વિશે માહિતી આપશે એ.આઈ.
આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ કે મનુષ્ય કોન મહાન તે એક ચર્ચાનો વિષય બન્યો છે. અનેક વખત એ વાતમાં સોય અટકીને ઉભી રહે છે કે મનુષ્ય સર્વોચ્ચ કે પછી માનવનિર્મિત આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સર્વોચ્ચ. ૨૧મી સદીમાં લોકો ટેકનોલોજી સેવી બની ગયા છે. તમામ ચીજ-વસ્તુઓમાં લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા નજરે પડે છે ત્યારે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ કે જે મનુષ્ય દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે તેનો પ્રચાર-પ્રસાર ખુબ જ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે એક પ્રશ્ન એ પણ ઉદભવિત થાય છે કે, માનવજાત જો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો અતિરેક ઉપયોગ કરશે તો એ.આઈ માનવજાત ઉપર પ્રભુત્વ જમાવશે.
આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એક એવું માધ્યમ માનવજીવનમાં બન્યું છે કે, કોઈપણ મનુષ્યને થતી મુશ્કેલી અને હાલાકીથી લોકોને ઉગારી લે છે પરંતુ તેનો મતલબ એ નહીં કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ અતિરેક કરવો. નાના બાળકોમાં અનેક વખત તાણનો પ્રશ્ન સામે આવતો હોય છે પરંતુ નાના બાળકો માનસિક તાણમાં છે કે કેમ ? તે જાણવું ખુબ જ કઠિન બનતું હોય છે ત્યારે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદથી બાળકોની વાંચા થકી તે વાતની પુષ્ટિ થશે કે બાળકોમાં માનસિક તાણ છે કે કેમ ? આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ તે એક એવું માધ્યમ છે કે જે સચોટ અને ખુબ જ ઓછા સમયમાં આ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકશે.
બાળકોમાં ડિસ્પોર્ડરનું પ્રમાણ મહદઅંશે વધતું જોવા મળી રહ્યું છે જેનું એક કારણ એ પણ છે કે, સોશિયલ મિડીયાનો અતિરેક ઉપયોગ અને પૂર્ણત: ટેકનોલોજી સેવી બનવાનું કારણ પ્રમુખ માનવામાં આવે છે. આ અંગે જયારે વાલીઓ તેમનાં સંતાનોની તબીબી સારવાર માટે ડોકટરો પાસે જતા હોય છે ત્યારે તેઓને એપોઈમેન્ટનો સમય લેવો પડે છે પરંતુ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનાં કારણે આ તમામ તકલીફોમાંથી વાલીઓને રાહત મળશે. વાત કરવામાં આવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની તો આ એક એવું માધ્યમ છે કે જેનાથી ઉદભવિત થતી સમસ્યાઓ તથા તકલીફોને ત્વરીત નિરાકરણ માટે ખુબ જ ઉપયોગી બની રહ્યું છે. વિશ્વ આખું આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી પર દારોમદાર રાખીને બેઠેલું છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલે કે માનવનાં કમાન્ડ પર કામગીરી કરે અને નકકર પરીણામ લાવે તેને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ કહેવામાં આવે છે.
કયાંક એવી પણ વાત સામે આવે છે કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ લોકો ઉપર હાવી થઈ ગયું છે ભલે તેનું નિર્માણ માનવ દ્વારા કરવામાં આવ્યું હોય. મનુષ્યની માનસિકતા હોય છે કે જે ચીજ-વસ્તુઓનું નિર્માણ કરે તેમાં તે ઓતપ્રોત થઈ જતું હોય છે જેનાથી તેઓને અનેકવિધ તકલીફ અને સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે જો મનુષ્ય આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનાં ગુલામ થશે તો આનું પરીણામ ખુબ જ વિપરીત અને ભયાનક આવશે. જ‚ર એ છે કે મનુષ્ય આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સને પોતાના કાબુમાં રાખવાની.