ગુન્હેગારને લઘુતમ ૧૦ વર્ષની કેદની સજાની જોગવાઈ એકથી વધુ વાર ગુનો આચરનારને આજીવન કારાવાસ થશે

માનવ તસ્કરીનું પ્રમાણ દિવસને દિવસે વધતુ જાય છે ત્યારે આવા ગુનામાં કડકમાં કડક સજા કરવા માટે લોકસભામાં બીલ પારીત થયું છે. બાળ અને મહિલા કલ્યાણ વિભાગ મંત્રી મેનકા ગાંધીએ આ બીલ પારીત કરવા ભરપુર પ્રયાસ કર્યા હતા.

માનવ તસ્કરીને રોકવા પારીત થયેલા બીલમાં પરાણે કરાવાતી મજૂરી, બાળકોને ભિક્ષા માગવા મજબુર કરવા, બાળ લગ્ન સહિતની બાબતોને આવરી લેવામાં આવી છે. આવા કેસમાં ગુનેગારને લઘુતમ ૧૦ વર્ષની સજા થશે અને મહત્તમ આજીવન કારાવાસ થઈ શકે છે. એકી વધુ વાર ગુનો આચરનારને આજીવન કેસની સજા થશે.

આ બીલના માધ્યમી પીડિતને સુરક્ષા પણ મળશે. આ ઉપરાંત ગુનાના સાક્ષીને પણ સરકાર દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવશે. માનવ તસ્કરી રોકવા, નેશનલ એન્ટી ટ્રાફીકીંગ બ્યુરોને પણ ઉભુ કરવામાં આવશે જે ગૃહ મંત્રાલય હેઠળ કામગીરી કરશે. આ બીલી સેકસ વર્કરોને હેરાન નહીં કરવામાં આવે તેવી ખાતરી મેનકા ગાંધીએ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.