કહેવાય છે ને કે માનવ સેવા એ જ માધવ સેવા….આજ કાલ આ સુત્રને સાર્થક કરતા લોકો ઓછા જોવા મળે છે. ત્યારે પાલીતાણામાં માનવસેવામાં વિશ્વાસ રાખનારનો એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના પાલીતાણા તાલુકાના કુભણ ખાખરીયા ગામની છે જ્યાં માનવ સેવા એ જ માધવ સેવાની પરંપરાના ઉજળા પંથે યુવાનો દ્વારા દરેક જીવાત્માના કલ્યાણ માટે સુંદર સેવા ઓની પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવે છે.
કુભણ ખાખરીયા ગામના યુવાનો દિવાળીના તહેવારમાં જ્યારે લોકો દેવ દર્શન, હરવા ફરવા અને પર્યટક સ્થળો પર જતા હોય છે ત્યારે તેઓ દરેક જીવાત્મા પ્રત્યે અપાર કરુણા પ્રેમથી ભૂખ્યા જનો સુધી ભોજન અને સૂક્ષ્મ જીવો માટે કીડીયારું, શ્વાનને લાડુ પીરસવાની સેવા કરે છે.
સણોસરા પાસે આવેલ મનોદિવ્યાંગ માનવ પરીવાર આશ્રમના આશ્રિત ૧૧૧ મનોદિવ્યાંગ, રખડતાં ભટકતાં બીનવારસી માનવ જાતી ને ખૂબજ અગત્યની જરૂરી સેવા આપી હતી. એક ટાઈમની ભોજન કરાવીને ખાખરીયા ગામના એક મારુતિ મિત્રો દ્વારા વર્ષો જુની પરંપરા હજુ જાળવી રાખી છે.
કઈક અલગ અલગ પ્રવૃતિ કરવાનુ હંમેશા વિચાર યુવાનો એ આજે 15 મણ જેટલું ડુંગરાળ વિસ્તાર મા કિડીયારુ પુરવા માં ખાખરીયા ગામ ના યુવાનો હમેશા દરેક ક્ષેત્રે સેવા કાર્ય પુર્ણ કરી રહ્યા છે. શ્વાન માટે લાડવા બનાવવામાં આવે છે અને કીડીઓ માટે કિડીયારુ તેમજ ચકલી માટે 50 કિલો સેવ દર મહીને બનાવી અંતરિયાળ વેરાન વગડા ઓમાં નાખી આ સુસ્ટિ ના સમસ્ત જીવાત્મા નુ કલ્યાણ થાય એ હેતુસર એક પ્રયાસ કરાય છે