‘અબતક’ની મુલાકાતમાં પદાધિકારીઓએ સંસ્થાના કાર્યક્રમને આપી વિગતો
રાજકોટ શહેર જીલ્લામાં નાગરીકોના મુળભૂત અધિકારોના જતન માર્ગદર્શન માટે માનવાધિકાર અને મહિલા બાલ વિકાસ સંગઠનના કાર્યલયનો પ્રારંભ અને સંસ્થાના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી.
‘અબતક’ની મુલાકાતે આવેલા સંસ્થાના જીલ્લા પ્રમુખ પંકજભાઇ વેકરીયા, નિકુંજભાઇ સોરઠીયા, રવીભાઇ ડોબરીયા, જગદીશભાઇ હુંબલ, રાજવીરસિંહ ડોડીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ મનીષાબા વાળા, માલતીબેન સાટાએ વિગતો આપતા જણાવેલ કે, રાજકોટ જીલ્લા કાર્યાલયનું તા. 4-6-2023 ને રવિવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. માનવાધિકારી એવં મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા જાહેર જનતાને પડતી મુશ્કેલીઓ જેવી કે સરકારને લગતા કોઇ પણ કામો, મહાનગરપાલિકાના કામો રોડ, રસ્તા, ગટર, શિક્ષણ, મહિલા ઉપર અત્યાચાર, આવા અનેક કાર્યોનું સંતોષકારક નિવાકરણ લાવવા માટે માનવાધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન પુરેપુરો પ્રયાસ થશે.
રાજકોટ જીલ્લા કાર્યાલયના ઉદઘાટ પ્રસંગે શાક્ષક પક્ષ નેતા વિનુભાઇ ઘવા, ડે.મેયર કંચનબેન સિઘ્ધપુરા, કોર્પોરેટર સંજયસિંહ વાળા, નિલેશભાઇ જોશી જસદણ ના નિલેશભાઇ કુંબાવત રાજકોટ જીલ્લા તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. આ સંગઠનમાં જોડાવા માટે મો. નં. 99747 15248 માનવાધિકાર એવ
મહિલા બાળ વિકાસ સંગઠન રાજકોટ જીલ્લા કાર્યાલય કવિશ હોસ્પિટલી બાજુમાં, સ્વાતિ પાર્ક મેઇન રોડ, સાંઇબાબા સર્કલ પાસે કોઠારીયા રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.