વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત હવે આર્થિક મહાસત્તા ભણી પગરણ કરી ચૂક્યું છે અને ચાંદ પર યંત્ર મોકલવા સક્ષમ બની ચૂક્યું છે ,ત્યારે હજુ દેશના રાજમાર્ગો પર મોતના ઓઝલ ફંદાને કાબુમાં રાખવામાં ક્યાંક ને ક્યાંક હાથ હેઠા પડતા હોય તેમ ગોઝારા માર્ગ અકસ્માતો ની પરંપરા બે કાબુ રહી છે. આજે વધુ એક માર્ગ અકસ્માતમાં બગોદરા પાસે 10 માનવ જિંદગીઓ મોતના ખપરમાં હોમાય ચૂકી છે, અકસ્માતની આ પરંપરા લાગે છે કે ક્યારેય અટકવાની નથી. દરેક અકસ્માતમાં કિસ્મતને દોષ દેવાનો હવે કોઈ અર્થ રહ્યો નથી. માર્ગ સલામતી વ્યવસ્થા માટે અઢળક આર્થિક ખર્ચ ની સાથે સાથે કાયદા અનુશાસન ,વ્યવસ્થા ની સાથે સાથે સામાજિક જાગૃતિ માટે રાત દિવસ મહેનત કરવામાં આવે છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક નિરંતર પણે જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે.
અકસ્માત નિવારવા માટે ના પર્યાશોમાં હંમેશા એક થી બીજા અકસ્માત થી નિરાશા સિવાય કશું મળતું નથી. આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવા જેવી પરિસ્થિતિ માં અકસ્માતોના કારણોમાં કોણ કોને દોષ આપે. ? તેવી સ્થિતિની શરૂઆત રસ્તાની ખરાબ હાલત ,ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ,વાહનોની ગુણવત્તામાં અને સમયાંતરે પાસિંગ કરવામાં થતા આંખ મીચામણા, ડ્રાઇવરોની કુશળતામાં બાંધછોડ જેવા અનેક પરિબળોના ભારાઓ ક્યારેક ક્યારેક મોત બનીને સમાજ ઉપર ત્રાટકે છે મોટાભાગના અકસ્માતોમાં” નસીબની બલિહારી”ના બદલે ક્યાંક ને ક્યાંક અંતમાં તો માનવ બેદરકારીના કારણે જ નિર્દોષોને મોતના મુખમાં ધકેલાવું પડે છે .
આ બેદરકારીમાં રોડ રસ્તા ના નિર્માણ જાળવણી અને રીપેરીંગમાં રહેતી બેદરકારી, રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા અને હાઈવે પર પેટ્રોલિંગ થી લઇ નિયમોની જાળવણીમાં રહેતી ચૂક જેવી નાની મોટી બેદરકારીઓ મોટા અકસ્માતો નું કારણ બને છે અકસ્માતો ની આ પરંપરા અટકાવવા માટે દેશભરમાં રાતોરાત તૂટેલા રસ્તાઓ “ટનાટન ‘બનાવવા ભલે શક્ય ન હોય . પણ ‘કમસેકમ ‘જે રસ્તા ઉપર વાહનની અવર-જવર હોય ત્યાં નિયમ અનુસાર અને થોડીક કાળજી રાખવાની તંત્ર તસ્દી લે તો પણ મોટા અકસ્માતો અટકાવી શકાય. બગોદરા પાસે રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ પાછળથી આવેલા ટ્રકની ટક્કરમાં સર્જાયેલા અકસ્માતમાં 10 થી વધુ ના મૃત્યુ જેવી ગમખ્વાર અકસ્માતોની પરંપરા અટકાવવી હશે, તો સમાજમાં પ્રવૃત્તિ રહેલી સલામતી અંગેની બેદરકારી ઓછી થાય તેવું સામૂહિક પ્રયત્ન કર્યા સિવાય છૂટકો નથી.
માર્ગ અકસ્માતમાં માત્રને માત્ર ખરાબ રસ્તા વાહન ચાલકો ની બેદરકારી જ કારણભૂત હોતી નથી આમ આદમીની ગફલત પણ ક્યારેક મોટું અનર્થ સર્જે .છે
અકસ્માતોની ઘટના માં એકાબીજા પર દોષારોપણ અને ભૂલ શોધવાના બદલે સમાજમાં રસ્તાના નિયમનું પાલન કરવાની સ્વયંભૂ સમજણ કેળવવાની વધુ જરૂર છે.
અકસ્માત માત્ર ભૂલ કે ક્ષતિ થી જ સર્જાતા હોય છે .ત્યારે માનવ સજાગતા એકમાત્ર અકસ્માત નિવારવા માટે અનિવાર્ય છે તે સમજવાનો અને તેના અમલ કરવાનો હવે સમય પાકી ગયો છે