દર્શનાર્થીઓ માટે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા ધારાસભ્ય અંબરીશભા ડેર દ્વારા કરવામાં આવી.
ખાંભા તાલુકાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ નજીક આવેલ શામળીયા મહાદેવ મંદીર દર વર્ષે ભાદરવી અમાસનો મેળો ખુબ જ લોકપ્રિય છે. અને આ મેળામાં મોટી સંખ્યામાં ભકતજનો ભગવાન શામળીયા મહાદેવના દર્શન કરવા અને મેળાનો આનંદ માણવા આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો પધારે છે. અને દર્શનાર્થીઓ અને ભકતજનોને દર વર્ષે રાજુલના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વરા ચા, પાણી, નાસ્તોની વ્યવસ્થા કરવામાં આવે છે.
તેવી જ વ્યવસ્થા આ વર્ષે પણ કરવામાં આવેલ હતી. જેમાં મોટી સંખ્યામા ભકતજનો અને લોકોએ લાભ લઇને ચા, પાણી, નાસ્તો કરેલ હતો. અને સૌની પ્રેમથી ભાવપૂર્વક ચા, પાણી, નાસ્તો અંબરીશ ડેર દ્વારા કરવામાં આવેલ હતો. આ તકે આ સ્ટોલમાં સંચાલન કરેલ જેમાં કનુભાઇ ધોખડા, ઘનશ્યામ લાખણોના પ્રવિણભાઇ વાઘેલા, જયેશ દવે, રમેશ લાખણોત્રા, હિતેશ વાળા તથા મહેશ ટાંક જાવેદ સહીતનાઓને સેવા આપેલ હતી.