નાસાના ૧૪ વર્ષના મિશનથી થઇ સ્પષ્ટતા મોસમના બદલાવ માટે પણ આપણે જ જવાબદાર: નાસા
જળ એજ જીવન છે પરંતુ શું આપણે પીવા લાયક જળનો બચાવ કરીએ છીએ ? નાસાના ૧૪ વર્ષના મિશનથી સાબિત થયું છે કે મોટા પ્રમાણના લોકો જમીનમાંથી દારના પાણીનો ઉપયોગ કરે તેથી મઘ્ય બેટીટયુટ બેલ્ટ નજીકના પીવા લાયક પાણીના સરોવર સુકાઇ રહ્યા છે અને ટ્રોવિકલ વિસ્તારમાં જળ સંગ્રહ વધી રહ્યું હોવાથી જે પાણી પીવા લાયક રહેતું નથી.
અને તે કારણોસર વાતાવરણમાં અકુદરતી ફેરફારો આવે છે અને જો આ પ્રક્રિયા કાર્યશીલ જ રહેશે તો ભવિષ્યમાં ઘણા ખરા વિસ્તારો પાણી માટે વલખા મારતા થઇ શકે છે. ૨૦૦૦ થી ૨૦૧૬ સુધી નાસા દ્વારા ગ્રેસ મિશન ચલાવવામાં આવ્યું હતું. પૃથ્વીના પરિવર્તનોમાં પાણી અને બરફમાં સૌથી વધુ ફેરફારો આવ્યા છે ગ્રેસ મિશન દ્વારા ગ્રીનલેન્ડ એન્ટાટીકા અને અલાસ્કામાંથી ઓછા થઇ રહેલા બરફ વિશે શોધ કરવામાં આવી હતી.
વિશાળ હિમશીલા ઓગળવાને કારણે પર્યાવરણમાં મોટા અને વિનાશક ફેરફારોની ભીતી કહી શકાય. એક તરફ લોકો જમીનમાંથી પાણી સિંચી રહ્યા છે તો તેની અસર અન્ય વિસ્તારમાં પાણીની અછત થઇ રહી છે. હાલની પરિસ્થિતિ મુજબ જનસઁખ્યા કરતા જમીનના પાણીનું ભ્રમણ ખુબ જ ઓછું છે નાસાનું કહેવું છે કે તેઓ હજુ અન્ય ગ્રેસ મિશન લોન્ચ કરશે જેથી વધુ સ્પષ્ટ માહીતી મળી રહે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com