રાજકોટ મધ્યસ્થ જેલમાં વિશ્ર્વાસદાસજી સ્વામીનું પ્રવચન યોજાયું
શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે અગ્રગણ્ય સંસ્થા સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ દ્વારા સંચાલક સ્વામી ગુ‚વર્ય મહંત સ્વામી પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી રાજકોટની મધ્યસ્થ જેલમાં મુખ્ય જેલર શર્માના સહકારથી ગૂરૂકુલ સંસ્થાના યુવાન વિદ્વાન વકતા પુરાણી વિશ્ર્વજીવન સ્વામીનું મંગલ ઉદબોધન વિશાળ સંખ્યામાં કેદીભાઈઓની હાજરીમાં રાખવામાં આવેલ હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં ગુરૂકુલના ગાયક અર્જુન ભગતે જુઓને આ જગબંધનની જેલ જેને તોડવી મુશ્કેલ આ ભજન સુંદર રીતે ગાઈ અને તેનો સારાંશ ભાવવાહી રીતે સમજાવેલ હતો.
ત્યારબાદ પુરાણી વિશ્ર્વજીવનદાસજી સ્વામીએ હળવા મૂડમાં કેદી ભાઈઆને સંબોધતા જણાવેલ કે ભૂલ ન કરે તે ભગવાન આપણે તો મનુષ્ય છીએ આપણાથી જાણે અજાણે નાની મોટીભૂલ થતી રહે છે. ભૂલો કરનાર હીન નથી હીન તો છે ભૂલોમાંથી બોધપાઠ ન લેનાર. તમે કરેલ ભૂલને સુધારવા પ્રાયશ્ર્ચીત માટે સમય મળ્યો છે. પાપી તેમાંડૂબકી દઈને પૂણ્ય શાળી બને છે. આપણે કરેલ ભૂલનો પસ્તાવો એ આપણામાટે પ્રાયશ્ર્ચીત છે.
વિશેષમાંસ્વામીજીએ જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પહેલા સર્વશાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી લખી સમાજ અને સત્સંગીઓને ભેટ અર્પી છે તેમાં કેમ જીવન જીવવું, કેમ રહેવું વગેરે નાની નાની બાબતોની આપણાં માટે ચિંતા કરી છે.
આપ્રસંગે રાજકોટ ગુરૂકુલ તરફથી ગુરૂ સ્થાને બિરાજમાન ગૂ‚વર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી લીખીત વીસેક પુસ્તકનો સેટ તથા ગૂરૂકુલમાંથી પ્રકાશિત જીવન જીવવાની કલા, ધન્ય ગૃહસ્થાશ્રમ જેવા અનેક પુસ્તકો જેલની લાયબ્રેરી માટે ભેટ આપવામાં આવેલ હતા. આપ્રસંગે‚ગનાથભાઈ દલસાણીયા, તરફથી બોસ કલર લેબના સૌજન્યથી ગાંધીજી વિશેના પુસ્તકો પુસ્તકાલય માટે ભેટ આપવામાં આવેલ હતા.
આ પ્રસંગે સીનીયર જેલર જે.એસ. સોનાર સ્વામીજીએ શાલ પુસ્તકો તથા ભગવાનની મનોહર મૂર્તિ ભેટ આપી સન્માન કરેલ હતુ આપ્રસંગે કેદીભાઈઓમાંથી એક કેદીભાઈનું પણ શાલ ઓઢાડી સ્વામીજીએ આર્શીવાદ પાઠવેલ હતા. કાર્યક્રમને અંતે સંતો કેદીભાઈઓની વચ્ચે જઈ ચોકલેટ તથા પુષ્પ પાંદડી ઉડાડી આશીર્વાદ આપેલ હતા.
આ પ્રસંગે સીનીયર જેલર જે.એસ. સોનાર, સીનીયર જેલર પી.કે. પલાત, ડી.પી. રબારી સુંદર વ્યવસ્થા ગોઠવેલ તેમજ કાર્યક્રમનું સંચાલન જેલ ફેકટરી મેનેજર એ.એસ. પરમાર તથા ‚ગનાથભાઈ દલસાણીયાએ કરેલ હતુ. સીનીયર જેલર જે.એસ.સોનારાએ સુંદર કાર્યક્રમ ગોઠવવા બદલ સ્વામીજી તથા ગુરૂકુલ રાજકોટ સંસ્થાનો આભાર વ્યકત કરેલ તેમ નિલકંઠ ભગતતથા બાલુભગતની યાદીમાં જણાવાયું છે.