રાજકોટ, ગ્રામ્ય, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૫૪૩ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે સુધી લંબાવવામાં આવ્યા બાદ લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૮૯૭ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૪૬૮ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ શહેરના દાણાપીઠ, લક્ષ્મીનગર, લોહાનગર અને સોની બજાર માંડવી ચોક પાસેથી ૫ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. મોરબી રોડ, ધોળકીયા સ્કૂલ, ભગવતીપરા, બેડી ચોકડી, ચામડીયાપરા, ગુદેવ પાર્ક, સંતકબીર રોડ, ઠાકર ચોક, જય જવાન જય કિશાન સોસાયટી, રાજનગર સોસાયટી અને કેશરી હિન્દ પુલ પાસેથી ૧૬ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. શક્તિ સોસાયટી, કનકનગર, ચુનારાવાડ, દુધ સાગર રોડ, રાજમોતી મીલ, અને થોરાળા પોલીસ મથક પાસેથી ૬ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. કેદારનાથ સોસાયટી, જંગલેશ્ર્વર, ગાયત્રીનગર, કાંતાસ્ત્રી વિકાસ ગૃહ રોડ અને આહિર ચોક પાસેથી ૮ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. સાત હનુમાન મંદિર, સોખડા ચોકડી, નવાગામ અને ગવરીદડ પાસેથી ૯ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. ઢોલરા પાટીયુ, કોઠારિયા રોડ, વેલનાથપરા, ખોખડદડી નદી, રણુજા મંદિર અને પાલવ સ્કૂલ પાસેથી ૧૧ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. લક્ષ્મીનગર, ગુપ્રસાદ ચોક, કૃષ્ણનગર, ગોકુલધામ, મવડી ચોક, અતિથી ચોક અને ગુપ્રસાદ ચોક પાસેથી ૧૨ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની, જંકશન પોલીસ ચોકી, પારસી અગીયારી ચોક સિવિલ હોસ્પિટલ, પોપટપરા અને પાસેથી ૧૫ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ઘંટેશ્ર્વર ચેક પોસ્ટ, કનૈયા ચોક અને ગાંધીગ્રામ સત્યનારાયણનગર પાસેથી ૪ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે.ગોવર્ધન ચોક, કટારીયા ચોક, વાવડી ચોક અને પુનિતનગર પાણીનો ટાંકો પાસેથી ૫ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. શિતલ પાર્ક, બાપાસિતારામ ચોક આલાપ ગ્રીન સિટી,પુષ્કરધામ મેઇન અને રોડ, આકાશવાણી ચોક પાસેથી૧૭ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા પાંચ પોલીસ મથકના સ્ટાફે ૫૪૩ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૪, લોધિકા ૭, ધોરાજીમાં ૨૧, જામકંડોરણા ૧૪, જેતપુરમાં ૨૪, વિરપુર ૪ ગોંડલમાં ૪૬, પડધરીમાં ૧૨, ઉપલેટામાં ૨૮, ભાયાવદરમાં ૧૫, જસદણમાં ૧૦, ભાડલામાં ૧૩, વિછીયામાં ૨ આટકોટમાં ૫ અને શાપરમાં ૧૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
બોટાદમાં ૪૪, દેવભૂમિ દ્વારકામાં ૩૦, ગીર સોમનાથમાં ૫૧, પોરબંદર ૪૦, મોરબીમાં ૨૧, અમરેલી ૧૨૦, સુરેન્દ્રનગર ૭૯ જામનગર ૭૪, અને જૂનાગઢમાં ૧૬૦ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૪૬૮ વાહન ડીટેઇન કર્યા છે.