હાઈવે તથા સિટીના માર્ગો પર આ કારનું પરીક્ષણ ચાલી રહ્યું છે
વઢવાણ – કોઠારીયામુકામે સી. યુ. શાહ યુનિવર્સિટી માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ નાં છેલ્લા વર્ષ નાં વિદ્યાર્થી નવદીપ સિંહ ડોડિયા , આકાશ જાદવ , ધાર્મિક પાટડિયા અને કૃણાલ પટેલ દ્વારા અધ્યાપક ભાવેશભાઈ રાવલ નાં માર્ગદર્શન હેઠળ ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યુ છે.આ પ્રસંગે સી. યુ. શાહ યુનિવર્સિટી નાં પ્રેસિડેન્ટ ડો. જીતેન્દ્રભાઈ સંઘવી , એન્જિનિયર શ્રી કિરણભાઈ મહેતા , રજીસ્ટ્રાર અને એસો. પ્રોફેસર શ્રી નિમિત્ત શાહ સાહેબ તથા ડીન શ્રી ડો. વીરા પી. દરજી એ વિધાર્થી ઓની સિધ્ધિ ની ખૂબ પ્રશંસા કરી છે.
તેમણે આ પ્રસંગે જણાવ્યું કે ઇલેક્ટ્રિક કાર એ ભવિષ્ય ની ટેકનોલોજી છે. વિધાર્થી ઓ ની મહેનત તેમને ઉદ્યોગ સાહસિક બનવામાં ખૂબ જ મદદરૂપ બનશે.
પ્રસંગ ને અનુરૂપ વધુ જણાવતા વિધાર્થી નવદીપ સિંહ ડોડિયા અને આકાશ જાદવ એ જણાવ્યું કે પર્યાવરણ ને પ્રદુષિત થતા અટકાવવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે…. હાલ નાં પરીક્ષણ માં આ કાર એક સમય એ ચાર્જ કર્યા પછી ૩૦ કિલોમીટર સુધી જઈ શકે છે…. જે પ્રણાલી ગત ઓટોમોબાઇલ વિહિકલ કરતા આશરે દોઢ ગણી વધારે છે. તેની મહત્તમ ઝડપ ૩૦ થી ૩૫ કી.મી./કલાક ની છે…. હાલ માં હાઇવે તથા સિટીનાં રસ્તાઓ ઉપર તેનું પરીક્ષણ ચાલુ છે.
આ પ્રોજેક્ટ નાં ગાઈડ ભાવેશ રાવલ અને વિધાર્થી ઓની ટીમ જણાવે છે કે આ ટેકનોલોજી થી સ્ક્રેપ્ત (ભંગાર) માં જતી કાર ને ઇલેક્ટ્રિક વિહીકલ તરીકે ડેવ લોપ કરવું એ ઘણી જ ઓછી કિંમત થી શક્ય બનશે…. જે લોકલ આવન જાવન માટે ઘણું જ ઉપયોગી બનશે…પ્રોજેક્ટ ટીમ નાં સભ્યો એ આ પ્રોજેક્ટ ને ભવિષ્ય માં વધુ સગવડતા ઓ ઉમેરી કાર ને અસરકારક મોડેલ તરીકે વિકસાવવા નો સંકલ્પ કર્યો હતો…..