રશિયાએ શરૂ કરેલા હવાઈ હુમલામાં યુક્રેનને મોટુ નુકશાન
અબતક, રાજકોટ
લડાઈમાં લાડવા ન હોય….. રશિયાએ યુક્રેન પર લશ્કરી હુમલા ને પગલે સમગ્ર વિશ્વમાં ભારે હલચલ મચી જવા પામી છે અને આ યુદ્ધ રશિયા અને અમેરિકા અને નાટો ના દેશ વચ્ચે વિશ્વયુદ્ધનું મોટું રૂપ ન લઈ લે તેની સમગ્ર વિશ્વને ચિંતા જાગી છે ત્યારે હવાઈ હુમલામાં યુક્રેન ના વિમાનો હેલિકોપ્ટરો અને લશ્કરી કેમ્પપ પર વ્યાપક તબાહી નો રશિયાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે Ukraine એ પણ દાવો કર્યો હતો કે રશિયાના આક્રમણ સામે Ukraine ભૂમિદળ એ ભારે પ્રતિકાર કર્યો છે અને 300 થી વધુ રશિયન સૈનિકો નો ખાત્મો બોલાવી દીધો છે યુક્રેનને પોતાના પરના આક્રમણ નો ગરબા તોડ જવાબ આપવાની મક્કમતા વધુ એકવાર વ્યક્ત કરીને રશિયાને મર્યાદામાં રહેવાની ચેતવણી આપી હતી.