ચિમનભાઇ શાપરિયાને તોતીંગ લીડથી જીતાડવા મતદારોમાં જબરો થનગનાટ
મોટાભરૂડિયાના કોંગ્રેસના સરપંચ ક્રિપાલસિંહ જાડેજા સહિત પાંચ સભ્યો અને 3પ સમર્થનો સાથે ભાજપમાં જોડાયા
લાલપુરના મોટા ભરૂડીયા ગામના સરપંચ ક્રિપાલસિંહ વનરાજસિંહ જાડેજા કોંગ્રેસ છોડી 5ાંચ સભ્ય અને 35 સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તમામને ખેસ પહેરાવી આવકારાયા હતા.
આ પ્રસંગે જિલ્લાની ટીમ, ગામના સરપંચ, વરિષ્ઠ આગેવાનો, વડીલો, કાર્યકર્તાઓ, યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરાઇ હતી.
આજે પાંચમા દિવસે લાલપુરના, રીંજપર ગામે બેઠક યોજાઇ હતી ત્યારબાદ જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાની ટીમ , ગામના સરપંચ ,વરિષ્ઠ આગેવાનો , વડીલો, કાર્યકર્તાઓ ,યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સાથે રહી લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવા સંકલ્પ કર્યો હતો. પ્રચંડ જનસમર્થન પણ મળેલું હતું. આ બદલ રીજપર ગામના લોકોનો હ્રદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
પાંચમા દિવસે લાલપુરના બબરઝર ગામે બેઠક યોજી લોકસંપર્ક કરાયો હતો. આ તકે લોકોના પ્રશ્નો સાંભળ્યાં અને તેનું નિરાકરણ લાવવા ખાતરી આપઇ હતી. સાથે જિલ્લાની ટીમ , ગામના સરપંચ ,વરિષ્ઠ આગેવાનો , વડીલો, કાર્યકર્તાઓ ,યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જીતશે જામજોધપુર- લાલપુર 80 વિધાનસભામાં આ ઉપરાંત ગોવાણા ગામે બેઠક યોજી લોકસંપર્ક પણ કરાયો હતો.જેમાં જિલ્લાની ટીમ , ગામના સરપંચ ,વરિષ્ઠ આગેવાનો , વડીલો, કાર્યકર્તાઓ ,યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ ગામમાં લોકોનું પ્રચંડ સમર્થન મળ્યું છે.