કોરોના કાળને કારણે એક વર્ષથી આખુ વિશ્ર્વ મહામારીથી ઝઝુમી રહ્યું છે. જેના લીધે અર્થતંત્ર ધીરે ધીરે થાળે પડી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉઘોગ મહામંડળનું 8મી વખત આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ તા.19 થી 21 સુધી એનએસઆઇસી ગ્રાઉન્ડ 80 ફુટ રોડ ઉપર આયોજીત કરવામાં આવ્યું છે. આ વ્યાપાર મેળામાં વિવિધ દેશોમાંથી વ્યાપારીઓએ ભાગ લીધો છે.
અલકાઇન આયોજનાઇઝર મશીનના પાણીથી શરીરને અનેક ફાયદા: મયુર રાઠોડ
અલકલાઇન આયોનાઇઝરના મયુર રાઠોડે જણાવ્યું હતું કે, પાણીને અલકલાઇન કરવા માટે મશીન બનાવી રહ્યા છે આ પાણી પીવાથી આપણા શરીરમાંથી ગેસ, કબજીયાત આ બધા રોગો બંધ થઇ જાય છે. આરોના પાણીથી ગેસ, કબજીયાત, એસીડીટી વગેરે રોગો થવાની શકયતા વધે છે. સાથે જ અલકલાઇન પાણી દ્વારા બોડીના ડિટોકસ બહાર નીકળે છે. 2.5 વર્ષ થી આ કંપની ચાલુ છે. જુનાગઢ, રાજકોટ, મોરબી, જસદણ જેવા સ્થળોમાં આ કંપની ઉ5સ્થિત છે.
ઓલમાઇટી એગ્રો પ્રા.લી. 100 ટકા વર્જીન મટીરીયલમાંથી એગ્રીકલ્ચર પ્રોડકટ બનાવે છે: પ્રમોદકુમાર મેયર
ઓલમાઇટી એગોટેક પ્રાઇવેટ લિમિટેડના માકેૈટીંગ હેડ પ્રમોટ કુમાર મૌર્યએ જણાવ્યું હતું કે તેઓ એગ્રિકલ્ચરલ પ્રોકડટસ બનાવે છે જેમ કે બ્રશ કટર, પાઇપ વિન્ડર, પાવર રીડર વગેરે મશીનો બનાવે છે સાથે જ આ બધી વસ્તુઓમાં 100 ટકા વર્જીન મટીરીયલ વપરાય છે આ બધી જ વસ્તુ ભારતમાં બનાવેલી છે સાથે જ તેમાં 1પ0 માર્કનો વપરાશ કરે છે તેઓ લોકલ ઇમ્પોર્ટર છે અને આલાપ મિલાપ તેમની બ્રાન્ડ છે સાથે જ આ કંપની રાજકોટ બેઝડ છે.
ઇનોવેટીવ ટાયર્સ 40 દેશોમાં ટાયર્સ એકસપોર્ટ કરે છે: તીર્થ સોની
ઇનોવેટીવ ટાયર્સના તીર્થઓની એ જણાવ્યું હતું કે ઇનોવેટીવ ટાયર્સ ર0 વર્ષ જુની કંપની છે તેઓ ટુ વ્હીલ અને ચોર વ્હીલના ટાયરો બનાવે છે સાથે જ તે 40 દેશોમાં એકસપોર્ટ થાય છે. તેમના હાલોલમાં ચાર પ્લાન્ટ લોકેટડ છે.
ન્યુ વેર હેલ્થ કેર સ્કીનકેર, હેર કેર અને ફૂટ કેરની પ્રોડકટ બનાવે છે: ઉત્સવી
ન્યુ વેર હેલ્થ કેર પ્રાઇવેટ લીમીટેડ ના ડાયરેકટર ઉત્સવીએ જણાવ્યું કે, તેઓ થર્ડ પાર્ટી મેન્યુફેકચર્ટસ છે. સ્કીન કેર, હેર કેર, ફુટ કેર એવી ઘણી બધી રેન્જની પ્રોડકટસ જે આપણા ડે ટુ ડેમાં ઉપયોગ થતો હોય છે. તેઓ મેઇનલી સેશેમાં મેન્યુફેકચરીંગ કરતા હોય છે. પરફયુમ સેનીટાઇઝર જે લોકડાઉનમા ખુબ ઉપયોગી હતુ એ મેન્યુફેકચર થાય છે. કંપનીનું સેટઅપ અમેહદાબાદમાં છે સાથે જ મુંબઇમાં પણ એની હેડ ઓફીસ છે.