• ચાર્જમા 30 થી 40% જેટલી રાહત થતી હોવાનો હોસ્પિટલ તંત્રનો દાવો
  • ખોડખાપણ  ,સારંણ ગાંઠ, પથરી, લીવર, કિડની, ગર્ભાશય, પ્રોસ્ટેટ, પેટ આંતરડા, કલર ડોપ્લરની સોનોગ્રાફી નિયમિત રાહત દરે

સવા વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાની સેવા કાજે  પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત  મંગળાબેન ડાયાભાઇ કોટેચા હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં જનતા તરફથી મળી રહેલા પ્રચંડ પ્રતિસાદને કારણે હોસ્પિટલના દરેક વિભાગો જેમકે આઈ પી ડી, ઓ પી ડી, રેડિયોલોજી લેબોરેટરી  દાંત આંખ કાન નાક ગળા જનરલ રોગો ઓર્થોપેડીક મેડીસીન યુરોલોજીશસ્ત્રક્રિયા બાળરોગ સ્ત્રીરોગ જેવા વિભાગો ધમધમવા લાગ્યા છે સાથોસાથ  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકારી ગાઇડ લાઇન મુજબ સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી આ યોજનાનો લાભ મેળવવા   રૂબરૂમાં અથવા તો ફોનના માધ્યમ થકી દરરોજ સેંકડો લોકો  જાણકારી મેળવી રહ્યા છેઅન્યની તુલનાએ દાર્શનિક રીતે ચાર્જમા 30 થી 40% જેટલી રાહત થતી હોવાથી છેલ્લા સાત વર્ષમા સવા લાખથી વધુ લોકોએ સોનોગ્રાફીના  સચોટ અને સફળ પરિક્ષણો કરાવ્યા   ત્રણ રેડિયોલોજીસ્ટની નિમણૂક  ત્રણ અત્યાધુનિક ટેકનોલોજી સભર ઉપકરણો   20 કે 30 મીનીટમા તબીબ દ્વારા સૂચવાયેલા  પરિક્ષણો કરીને દર્દીનો રીપોર્ટ આપી દેવામાં આવે છે

પ્રેગ્નન્સી, જીનેટિક  બિમારી શરીરના કોઈ પણ અંગની બિમારી કે દુ:ખાવાઓ ગળામાં કાકડા થાઇરોઇડ બ્રેસ્ટ કેન્સર અને પ્રેગ્નન્સી દરમ્યાન ગર્ભમા રહેલ બાળકનો થતો વિકાસ ની પરિસ્થિતિ જાણવા માટે તબીબો દ્વારા સૂચવાયેલા પરિક્ષણો કરવામાં આવે છે  હોસ્પિટલમાં ડો પ્રતીક્ષા કાપડિયા ઠક્કર

એમ ડી રેડિયોડાયગનોસીસ બે વર્ષથી વધુ કારકિર્દી દરમ્યાન અનેક સફળ સોનોગ્રાફીના સચોટ પરિક્ષણો કરીને સારી એવી નામના મેળવી છે  સવારે 9/30 થી 12 વાગ્યા સુધી મળી શકે છે ડો કેતન ગઢીયાએ પણ રેડિયોલોજી સવારે 8 થી 11 ફરજ પર હાજર હોય છે ડો આકાશ પાંચાણી રેડિયોડાયગનોસીસ બપોરે 12 થી સાંજ સુધી  સેવા આપશે.

પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ,  મયુરભાઈ શાહ , ડી વી મહેતા, ડો રવીરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા જેવા નિસ્વાર્થ સેવાના ભેખધારીઓ હોસ્પિટલના તમામ વિભાગો સતત ધમધમતા રાખવામાં સફળ રહ્યા છે

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (9879570878) અથવા તો હોસ્પિટલના બીજા માળના ઇન્ચાર્જ   રમીઝભાઇ જીવાણી (9033949483) નો અન્યથા હોસ્પિટલના લેન્ડલાઇન નંબર 02812223249/2231225 પર સંપર્ક કરવા  જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.