પ્રદર્શનમાં ભાગ લેનારી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓને મળ્યો અભૂતપૂર્વ લાભ
વિશ્વ આખું જ્યારે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા ના રંગે રંગાયું છે ત્યારે દુનિયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આસાની નજરથી જુએ છે. તેવા સમયમાં રાજકોટ ખાતે તારીખ 21 થી 24 સપ્ટેમ્બર સુધી 50,000 ચોરસ મીટરના વિશાળ એરિયામાં આઠમો રાજકોટ મશીન ટુલ્સ શો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેસન, ફોર્જિંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્શનનું કેન્દ્ર બન્યું છે. આ મશીન ટુલ્સ શોમાં રાજકોટની 160 જેટલી કંપનીઓએ તો ભાગ લીધો જ છે પરંતુ તેની સાથે સમગ્ર દેશમાંથી અનેક મોટી કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. મહત્વપૂર્ણ બાબત છે કે ભારત સિવાય 12 દેશની વિવિધ કંપનીઓએ પણ આ પ્રદર્શનમાં હોશેહોશે ભાગ લઈ અધ્યતન મશીનરી ડિસ્પ્લેમાં મૂકી છે.
રાજકોટ તથા કેએમજી બીઝનેશ ટેકનોલોજી અમદાવાદનું સંયુક્ત આયોજન રાજકોટ શહેરના એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે 8 મો રાજકોટ મશીન ટુલ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મશીન ટુલ્સ શોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સતત 17 વર્ષથી રાજકોટ મશીન ટુલ્સ શો ઉદ્યોગ જગતમાં અનોખું સ્થાન ધરાવે છે જેને લોકોનો અપતિમ પ્રતિસાદ મળતો રહયો છે. ભારતીય અને વૈશ્વિક કંપનીઓ માટે રાજકોટ મશીન ટુલ્સ શો એક એવું પ્લેટફોર્મ બની રહે છે જયા ઔદ્યોગિક વિકાસની સાથે સાથે વ્યાવસાયિક વિસ્તાર વધારવા માટે અગણિત તકો મળી રહે છે.આ તકે વિજયભાઇ રૂપાણી એ જણાવ્યું હતું કે રાજકોટએ લઘુ ઉધોગોનું હબ છે.વર્ષોથી સ્વબળે રાજકોટના ઉદ્યોગકારોએ પોતે જ પોતાની સ્કિલ ડેવલેપ કરીને બિઝનેસમાં ગ્રોથ કરી રહ્યા છે.
રાજકોટ અને સૌરાષ્ટ્ર ના ઉદ્યોગકારો વિશ્વફલક પર પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ સમગ્ર આયોજન કેએમજી બિઝનેસ ટેકનોલોજી તેમજ મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. વર્ષ 2006 માં પ્રથમવાર રાજકોટ મશીન કરવામાં આવ્યું હતું જેને અનન્ય પ્રતિસાદ મળ્યો હતો અને ત્યારબાદ આ શો સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું મશીન ટૂલ્સ ઉત્પાદકની સતત ચિંતા કરતું અને સતત વાહ રે આવતું રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન વેપાર અને ટેકનોલોજીમાં અગ્રણીઓ સ્થાન ધરાવે છે.
- 12થી વધુ દેશોની 350થી વધુ કંપનીઓએ ઉત્સાહભેર લીધો ભાગ
મશીન ટુલ્સ શો કુલ 50,000 ચો.મી. એરીયામાં થયો છે.જેમાં ભારત તથા યુ.એસ.એ. , જર્મની , નેધરલેન્ડ , સ્વીઝરલેન્ડ , સાઉથ આફીકા , યુ.કે. , તુર્કી, સ્પેન, તાઈવાન, ચાઈના, જાપાન, કોરીઆ , ઈટાલી , યુ.એ.ઈ., થાઈલેન્ડ અને સિંગાપોર જેવા અલગ અલગ દેશોની 350 થી વધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલ છે જે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે.
- ‘નોવન ફોર ક્વોલીટી એન્ડ નો બ્રેકડાઉન’ સિધ્ધાંત આધારિત લક્ષ્મી મશીન
લક્ષ્મી મશીન વોર્ડ્સના પ્રેસીડન્ટ મૂર્તિએ જણાવ્યું હતું કે અમારા મશીન આખા ભારતમાં વેંચાય છે. અમારી મુખ્ય પ્રોડક્ટ બેરીંગ ઇન્ડસ્ટ્રીના મશીન છે. દર મહિને 25 થી 30 મશીનનું વેંચાણ થાય છે. ‘નોવન ફોર ક્વોલીટી એન્ડ નો બ્રેક ડાઉન ફોર ધ મશીન’ આ સિધ્ધાંત સાથે અમારી કંપની ચાલે છે. જેને કારણે રીટન ઓન ઇન્વેસમેન્ટ ઝડપથી મળી રહે છે. એલએમડબલ્યૂ લાંબા સમય સુધી ચાલતું મશીન છે. તેઓના એન્જીનીયર્સ દરેક જગ્યાએ છે. રાજકોટમાં વધુ વૃધ્ધિ થઇ શકે તેમ છે. તેવું તેમણે જણાવ્યું હતું.
- ઉત્પાદનનો 15% નિકાસ એશિયન દેશોમાં અમારી કંપની દ્વારા થાય છે: પિયુષ ડોડિયા
ભગવતી એન્જિનિયર્સના પિયુષ ડોડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓની કંપની પેઢી દર પેઢી છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે, આ કંપની રાજકોટ ખાતે આવેલી છે. ભગવતી એન્જિનિયરનું મુખ્ય કાર્ય મેટલ ફેબ્રીકેશન મશીનરીનું ઉત્પાદન કરવાનું છે. વધુંમાં તેઓએ તેમની કંપનીના ઉત્પાદન વિષે વધું માહીતી આપતા જણાવ્યું હતું કે આ મશીનરીમાં મેટલ કટિંગ અને મેટલ બેંડિંગના સી એન સી પ્રેસ બ્રેક, હાઇડ્રોલિક પ્રેસ, સિયરિંગ મશીન, પાવર પ્રેસિસ, પ્લેટ રોલિંગ મશીન અને આટલું જ નહી પરંતું ઉદ્યોગોની વિશિષ્ટ જરૂરિયત મુજબ પણ મશીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ સાથે તેમણે જણાવ્યુ હતું કે આ બધી જ મશીનરી ઓટો મોબઇલ, એગ્રિકલ્ચર, ઈકીપમેંટ મેનુફેક્ચરેર તથા ફેબ્રીકેશન મશીનરી આ સાથે કંટ્રોલ પેનલ બોક્સ બનાવતા ઉદ્યોગો માં પણ મશીનરીનું વેચાણ કરીએ છીએ.ફક્ત ઉદ્યોગો જ નહીં પરંતુ ઇન્ડિયન રેલવે અને ડિફેન્સમાં પણ અમારી કંપનીના મશીન પોહચાડીએ છીએ. ભગવતી એન્જિનિયર્સના મશીન ની 15% નિકાસ એશિયાના દેશો જેવા કે વિયેતનામ, પાકિસ્તાન અને નેપાળ જેવા દેશમાં કરવામાં આવે છે. ભારતભરનાં વિવિઘ શહેરો માંથી ઉદ્યોગકારો આ મશીન ટૂલ એક્સ્પો માંથી આવ્યા છે જેમના દ્વારા અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
- દરેક પ્રકારનાં ઇન્ડસ્ટ્રીયલ સ્ક્રિનનું વેચાણ અમારી કંપની દ્વારા કરવામાં આવે છે: ભાવિન પંચાલ
એક્ઝોર કંપનીના ગુજરાતમાં સેલ્સ મેનેજર તરીકે કાર્ય કરતા ભાવિન પંચાલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક્ઝોરનું મુખ્ય મથક ઇટાલી વેરોનામાં આવેલું છે. એક્ઝોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની મુંબઈમાં આવેલી છે અમારી કંપની દ્વારા એચ એમ આઈ અને જુદી જુદી પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ પીસી નું ઉત્પાદન કંપની દ્વારા કરવામાં આવે છે ની સ્ક્રીન 4.3 ઇંચ થી શરૂઆત કરીને 21 ઇંચ સુધીની સ્ક્રીન મળી રહે છે. જેનો ઉપયોગ મોટેભાગે પ્લાસ્ટિક મશીન રબ્બર ઇન્ડસ્ટ્રી વગેરે જેવા ઓટોમાશીન્સ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીમાં અમારા દ્વારા વેચાણ કરવામાં આવતું હોય છે. ટુંક સમયમાં અમારી કંપની દ્વારા આઈઓટી બેઝ ગેટવે લોન્ચ કરવામાં આવે.
- ભારતના મોટાભાગના રાજ્યો અનેઆફ્રિકન દેશોમાં પણ નિકાસ કરીએ છીએ: કિશન હરસોડા
જયશ્રી મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેક્ટર કિશન હરસોડા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓની આ પેઢી છેલ્લા 26 વર્ષથી કાર્યરત છે અને તેઓનું યુનિટ રાજકોટ ખાતે આવેલું છે. કંપની ના મશીન વિશે વધુ માહિતી આપતા માટે કહ્યું હતું કે તેઓના મશીન સીટ મેટલ મશીનરી માટે કાર્યરત છે મેટલ કટીંગ મેટલ બેન્ડિંગ વગેરે જેવા કામ થાય છે મશીન નો ઉપયોગ હેવી ઇન્ડસ્ટ્રીઝમાં થતો હોય છે . વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ એક્સ્પોમાં મારી કંપની માર્કેટમાં નવા મશીન જેવા કે સીએનસી અને હાઇડ્રોલિક પ્રેસ બ્રેક વગેરે જેવા મશીન લઈને આવી છે. અમારી કંપની દ્વારા લગભગ ભારતના દરેક રાજ્યમાં તેમજ આફ્રિકન દેશોમાં પણ આ મશીનોની નિકાસ કરતા હોઈએ છીએ. અમારી કંપની દ્વારા સૌથી વધુ ધ્યાન મશીનને ગુણવત્તા ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે જેથી ગ્રાહકોને સંતોષ મળે આ સાથે અમને એક્સપોના સંચાલક તેમજ ઉદ્યોગકારો દ્વારા ખૂબ જ સારો અભિપ્રાય મળી રહ્યો છે.
- 26 વર્ષ પહેલા એક નાની કંપનીથી શરૂઆત કરીને આજે વર્ષે 500 કરોડનું ટર્નઓવર અમારી કંપની કરે છે: ટી વેંકટેશન (વાઇસ પ્રેસિડેન્ટ)
એસ એન્ડ ટી ગ્રુપ ઓફ એન્જિનિયર્સ ના વાઇસ પ્રેસિડેન્ટ ટી વેંકટેશને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ 1996 થી આ કંપનીની શરૂઆત એક નાના પાયા પર કરી હતી જ્યારે 26 વર્ષ પછી આજે એસ એન્ડ ટી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ અલગ અલગ વિંગ્સ કંપનીઓ છે જેમાં નાના તેમજ વિશાળ મશીનનું મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ બંનેનું કાર્ય થાય છે, કંપની કોઇમ્બતુર માં આવેલી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી કંપની દ્વારા 2000 કરતા પણ વધુ મશીન્સ દેશમાં ઇન્સ્ટોલ કરાયા છે બાકી બીજા પણ વિવિઘ પ્રકારના 1800 થી વધુ મશીન ભારતના વિવિઘ શહેરોમાં અમારી કંપની દ્વારા પોહચડાયા છે. અમારી કંપનીમાં 600થી વધું લોકો કાર્યરત છે તથા 500 કરોડથી વધુનું ઉત્પાદન તથા વેચાણ અમારી કંપની કરે છે.
- મશીન ટૂલ્સ એક્સ્પો દ્વારા હંમેશાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો રહ્યો છે: કુશલ ડોડીયા
લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ ના માલિક કુશલ ડોડીયા એ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓની કંપની સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી છે આ કંપનીમાં બેરિંગ ઇન્ડસ્ટ્રીઝ ને લગતા બેરિંગ ઘસવા માટે ઉપયોગી અલગ અલગ મશીન નું ઉત્પાદન કરવામાં આવે છે. લગભગ 30 વર્ષથી પેઢી દર પેઢી અમારી આ કંપની કાર્યરત છે. અમારી કંપની દ્વારા રોલર ફિલિંગ મશીન, બેરિંગ લેપિંગ મશીન વગેરે જેવા મશીન કે જે ઓટોમેશન ઇન્ડસ્ટ્રીઝ ને લગતા હોય તે અમારી કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ મશીન ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ભારતના અન્ય રાજ્યોમાં પણ વિવિધ કંપનીઓની માંગને લઈને પહોંચાડવામાં આવે છેઅમારી કંપની દ્વારા રોલર ફિલિંગ મશીન, બેરિંગ લેપિંગ મશીન વગેરે જેવા મશીન કે જે ઓટોમેશન ઇન્ડસ્ટ્રીઝ ને લગતા હોય તે અમારી કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે
- લોકડાઉન બાદ મશીનોના વેંચાણના નવા દ્વાર ખૂલ્યાં: અમિત ગોસાઇ
ગ્લોબલ કંપનીના અમિત ગોસાઇએ જણાવ્યું કે ગ્લોબલ સીએનસી ઓટોમેશનએ 2013થી રનીંગ કંપની છે. કોર એક્ષપરર્ટાઇઝએ એસપીએમ મશીન છે. જે કસ્ટમાઇઝ સોલ્યુશન જેને સ્ટાર્ન્ડ્ડ રેંજમાં રજૂ કરી રહ્યા છીએ. લોકડાઉન સમયે ગ્રાહકોને ટીપ્સ દ્વારા મશીનને કેવી રીતે સાચવા તે જણાવ્યું હતું. જે બાદ લોકડાઉન ખૂલતા મશીનોની ડિમાન્ડમાં વધારો થયો. અમારો પ્લાન્ટ મેટોડા-1 નંબરના ગેટમાં આવેલું છે.
- રાજકોટમાં વેપાર વધારવાની ખૂબ મોટી તક છે : રાજેશ શેટ્ટી
ભારત ફ્રિટ્ઝ વર્નરના વેસ્ટ ઝોન સેલ્સ એન્ડ માર્કેટિંગ મેનેજર રાજેશ શેટ્ટીએ અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે બેંગ્લોર સ્થિત કંપની છેલ્લા 60 વર્ષથી આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે.સૌપ્રથમ ડ્રિલિંગ મશીન બનાવવાથી કંપનીની શરૂઆત થઈ હતી.આ ક્ષેત્રે અમારો અનુભવ ખુબજ વધારે છે તેમજ 2008થી રાજકોટમાં પણ ઓફિસ ધરાવીએ છીએ.અન્ય શહેરોમાંથી પણ ઘણા વેપારીઓ અહીં આવે છે તેમજ રાજકોટ માં તેમના દ્વારા બનાવેલા લગભગ 1000 થી પણ વધુ મશીન કાર્યરત છે અને આ વ્યાપારને અન્ય શહેરો માં વધુ વેગ આપવા માટે આ એક ખૂબ મોટી તક છે.
- ગુજરાતમાં ઉદ્યોગોમાં અમારી કંપનીના મશીન્સની ખૂબ સારી માંગ છે: હિમાંશુ શર્મા
જે કે મશીન્સ કંપનીના ઓનર હિમાંશુ શર્માએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ આ કંપનીની શરૂઆત 2008માં કરી હતી આ કંપની દિલ્હીમાં આવેલી છે. તેઓએ કંપનીના ઉદ્દેશ વિષે જણાવતા કહ્યું હતું કે અમારી કંપનીનો મુખ્ય હેતું એક જ છત નીચે અમે દરેક પ્રકારના મશીનનું ઉત્પાદન કરીને ઉદ્યોગોને પહોંચાડી શકીએ વધુમાં તેઓએ કંપનીની મશીનરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ઇન્જેક્શન મોલ્ડિંગ, સીટ મેટલ ડાયસ વગેરે માટે મશીનરી તેમજ સર્વિસ પૂરી પાડીએ છીએ. એક મશીનથી કરીને આજે સીએનસી વાયર કટ લેઝર એન્ડ ગ્રેવીંગ લેઝર વેલ્ડીંગ અને હેન્ડલેઝર વેલ્ડીંગ વગેરે જેવા ટુલ રૂમના દરેક પ્રકારના મશીન અમારી કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ સાથે એમને જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહક તેમના ઉદ્યોગની ઉત્પાદન મુજબ કોઈ મશીન ની જરૂરિયાત અનુભવે તો તેનું સોલ્યુશન અમારી કંપની દ્વારા પૂરું પાડવામાં આવે છે અને આ સાથે ઉદ્યોગોને પરવડે તેવી કિંમતમાં તથા સારી ગુણવત્તામાં મશીન નું વેચાણ કરીએ છીએ અમારી કંપની ના ગ્રાહકો દિલ્હીની સાથે સાથે ઘણા ગુજરાતમાં પણ છે. તથા ભારતભરમાં અને સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં પણ કંપની દ્વારા મશીનરી પહોંચાડવામાં આવે છે. ગૂજરાતનાં દરેક એક્સ્પોમાં ભાગ લઈએ છીએ અને તેમના દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે.
- મોટાભાગના ઉદ્યોગોમાં વજન ઉચકવા માટે ઉપયોગી અમારા મશીન ની માંગ ખૂબ જ છે: આલમ
ટેકનોઆર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ના સેલ્સ એઝિક્યુટિવ આલમે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓની કંપની તમિલનાડુમાં આવેલી છે કંપની દ્વારા જુદા જુદા પ્રકારના ઈક્વિપમેન્ટ્સ બનાવવામાં આવે છે જેનો મુખ્ય ઉપયોગ ભારે લોડ ને લિફ્ટ કરવામાં થાય છે તેમાં ખાસ કરીને મેટલ લિફ્ટિંગ અને ટ્રકમાં લોડિંગ વગેરે જેવા મશીનનો ઉપયોગ થાય છે, અમારી કંપની દ્વારા સ્ટેન્લીના વિવિધ ઉત્પાદનોનુ વેચાણ કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગો માટે કરવામાં આવે છે, મેન્યુફેક્ચરિંગયુનિટમાં પણ મારી વસ્તુઓને લોડ કરવા માટે કે જ્યાં ચાર કારીગરોની જગ્યાએ ફક્ત એક મશીન દ્વારા શ્રમ વિના વસ્તુઓ એક જગ્યાથી બીજી જગ્યાએ લોડ કરી શકાય છે આ મશીન બે ટનથી લઈને પાંચ ટન સુધી નો વજન ઉપાડી શકે છે. ગુજરાતમાં સૌપ્રથમવાર આ એક્સપોમાં ભાગ લીધો છે પરંતુ ઉદ્યોગકાર દ્વારા ખૂબ જ સારો એવો અમને મળી રહ્યો છે કારણ કે મોટાભાગના ઉદ્યોગોમાં આ મશીનનો ઉપયોગ પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. હજુ પણ આ મશીનને બને તેટલું કારીગરો દ્વારા ઓટોમેટીકલી કાર્યરત કરી શકે તેવા પ્રયાસો અમારી કંપની દ્વારા કરવામાં આવી રહ્યા છે.
- ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે…લગભગ દસ લોકોએ ડીલરશિપ માટે પૂછપરછ કરી છે.. : રમેશ શર્મા
ફરીદાબાદ સ્થિત છેલ્લા 10 વર્ષથી કાર્યરત આરીવ મેન્યુફેક્ચરિંગ કંપનીના પ્રતિનિધિ રમેશ શર્માએ જણાવ્યું હતું કે તેઓએ પ્રથમ વખત અહીં એક્સપોમાં ભાગ લીધેલો છે ખૂબ જ પોઝિટિવ અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે,ખૂબ બધા લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે તેમજ લગભગ 10 લોકોએ ડીલરશીપ માટે પણ પૂછપરછ કરી છે.