વિસાવદરમાં ગૌચરની જમીન ખૂલ્લી મુકવામાં આવે તેવી લોકમાંગ પ્રવર્તી છે. તાલુકામાં ઉદ્યોગોનું પ્રમાણ નહીંવત હોવાથી ખેતી આધારિત તાલુકામાં માલઢોરના નિભાવનો પ્રશ્ન વિકટ બનતા લોકો સરકારના આદેશની રાહ જોઇ રહ્યાં છે.
તાલુકાના 84 ગામોમાં ઉદ્યોગો નહીંવત અને ખેતી આધારિક તાલુકો હોવાથી માલઢોરના નિભાવનો પ્રશ્ન વિકટ બનતા લોકો સરકારના આદેશની રાહ જોઇ રહ્યાં છે
વિસાવદર તાલુકો જૂનાગઢ જિલ્લામાં વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો છે આ તાલુકામાં 84 જેટલા ગામડા અને 18 થી 20 જેટલા જંગલ ખાતાના નેસો આવેલ છે. આ તાલુકો અતિ પછાત છે. આ તાલુકામાં એક પણ ઉધોગ નથી માત્ર ખેતી આધારિત આ તાલુકો છે ત્યારે આ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જે સરકારી ચોપડે ગૌચરની જમીનો બોલે છે તેની ત્રીજા ભાગની જમીનો પણ ખુલ્લી નથી ત્યારે માલ ઢોરને નિભાવવાનો પ્રશ્ન પણ વિકટ છે અને ખાસ બાબત જોવા જઈએ તો સૌથી મોટો અને કાયમી પ્રશ્ન હોય તો તે છે
ગૌચરનો આ તાલુકામાં મોટા પાયે મોટા માથાઓ તથા ભુમાફિયાઓએ આ તાલુકાને જાણે બાન માં લીધેલ હોય તે રીતે સરકારી ગૌચરની જમીનો ઉપર પોતાના બાપ દાદાની જાગીર હોય અથવા તો તેમને વારસામાં મળેલ હોય તે રીતે કબજો કરીને કે વાળીને બેસી ગયા છે અને પેસકદમી કરનારા આવા લુખ્ખા માણસોએ હકીકત પણ સારી રીતે જાણે છે કે આ તાલુકામાં કોઈ અધિકારી પેસકદમી ખુલ્લી કરાવે તેવા આવવાના નથી અને જો કોઈ અધિકારી આવશે તો તેને કોઈપણ રીતે ફોડી નાંખસુ અથવા રાજકારણીઓને વચ્ચે નાખી આવા અધિકારીને બદલી નાખીસુ.
તેમ માની આ તાલુકામાં ગૌચરની જમીનો ઉપર પેસકદમી થઈ રહી છે સરકારી તંત્ર એમ માને છે કે પેસકદમી દૂર કરવાની કામગીરી અમારે ન કરવાની હોય આ તાલુકામાં સરકારી ચોપડે જેટલી પેસકદમી બોલે છે તે ગમે ત્યારે સરકારી ચોપડે ખુલ્લી પણ થઈ જાય છે પરંતુ વાસ્તવિક રીતે પેસકદમી તો હોય જ છે.આ તાલુકાની નિર્દોસ પ્રજા વર્ષોથી ઈચ્છે છે કે પેસકદમી ક્યારે ખુલ્લી થશે.
આ તાલુકાના સરકારી અધિકારીઓને પોલિયો, કોરોનાની રસી તો અપાઈ છે પરંતુ હિન્દૂ ધર્મના રક્ષણ માટેની વાતો કરતી સરકાર આ તાલુકાના સરકારી અધિકારીઓને ઝનૂનની રસી અથવા તો એવા કોઈ ટીપા પીવડાવે તો તાલુકામાં કોઈ અધિકારી પેસકદમી દૂર કરવા માટેની હિંમત કરે કે પછી ભારત દેશને આઝાદી અપાવવા માટે જેમ ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેમ લાકડીનો ટેકો લઈને સમગ્ર દેશમાં ફરેલા અને યુવાનોને આઝાદી માટે જગાડ્યા હતા તે રીતે ફરીથી કોઈ ગાંધીજી બનીને આવી આ તાલુકાના સરકારી અધિકારીઓને જગાડે તો જ અધીકારીઓ જાગશે તેવું લોક મુખે ચર્ચાઈ રહીયું છે કે પછી દરેક ગામના યુવાનો સ્વેચ્છાએ પેસકદમી દૂર કરાવવા આગળ આવશે અને જો આમ થશે તો પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ તેઓને આ લોક કામગીરીમાં મદદ રૂપ થશે. ત્યારે સરકાર હિન્દૂ ધર્મની વાતો કરી મોટી મોટી ગુલબાંગો ફેંકે છે. વિસાવદર તાલુકાનું ગૌચર ખુલ્લું કરાવવા જરૂરી આદેશો કરે તેવી લોક માંગ ઉઠી છે.