જોઇ, પારખી અને ભાવતાલ કરીને ખરીદવાની લોકોની માનસિકતા ઓનલાઇન બિઝનેસમાં મોટા રોડા સમાન : અમેરિકામાં ૧પ ટકા સામે ભારતમાં માત્ર ૫ ટકા ઓનલાઇન બિઝનેસ

ભારત સહિત વિશ્ર્વભરમાથી બદલતા જતાં બીઝનેસ ક્ષેત્રમાં અતયારે મોટાભાગના બીઝનેસમાં દુકાનના થડે બેસીને ગ્રાહકોની રાહ જોવાનો યુગ નથી. પહેલા ગ્રાહકો દુકાને આવતા હતા. હવે વેપારીઓને ગ્રાહકો સુધી પહોચવાની સવલતનો નવો દોર શરુ થયો છે. વિશ્ર્વભરમાં અત્યારે ઓનલાઇન બીઝનેસની રફતાર તેજ બની ગઇ છે. તેવા સમયમાં ભારતમાં હજુ ઓનલાઇન બીઝનેસ સામે અનેક પડકારો જોવા મળી રહ્યા છે. અને આ ક્ષેત્ર આજની તારીખે મંદીમાંથી ઉગરવા ભારે સંઘર્ષ કરી રહ્યું છે.

વિશ્ર્વના સૌથી મોટી લોકશાહી દેશ ભારતમાં ચીન પછી વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરે જન સંખ્યા છે જે વૈશ્ર્વિકસ્તરે રીટેઇલ બજારમાં સૌથી મોટા ગ્રાહકો છે. અને ભારતમાં અત્યારે છુટક વેપાર ૬૦૦ બિલિયન અમેરિકન ડોલરનું વિશાળ કદ હોવા છતાં ભારતમાં ઓનલાઇન વેપાર કરતી કંપનીઓના ફાળે માત્ર ૫ ટકા નો જ બીઝનેસ હાથમાં આવ્યો છે તેની સરખામણીમાં અમેરિકામાં ઓનલાઇન વેપારનું કદ કુલ બજારના ૧પ ટકા  સુધી પહોચ્યો છે. એનો મતલબએ થયો કે ભારતમાં હજુ ઓનલાઇન બીઝનેસ વધારવાની વિશાળ તકો રહેલી છે. નરેન્દ્ર મોદી સરકારનું ડિજિટલ ઇન્ડિયા અભિયાન, નેટ સેવા, સ્માર્ટ ફોન, ડેટા પેકેજ, અને વિશાળ જન સંખ્યા જેવા ઓનલાઇન  બીઝનેસ માટે તમામ અનુકુળ પરિણામો તેમ જ ભારતમાં જોઇએ તેટલો ઓનલાઇન બિઝનેસના ફેલાવવાની રફતાર ખુબ જ ધીમી છે અને કેટલાંક ક્ષેત્રોમા તો અનેક પડકારોને લઇને  ઇકોમર્સ ઓનલાઇન બીઝનેસ અસ્તિત્વ ટકાવવા માટે મોટો સંઘર્ષ કરી રહ્યો છે.ભારતના ઇન્ટરનેટના વપરાશકારોની સંખ્યા ૨૦૧૯ ના ૬૬૫ મિલિયનમાંથી વધીને ૨૦૨૧ સુધી માં સવાયા એટલે કે ૮૨૯ મિલિયન સુધી પહોંચી જશે. ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની બજાર અદભુત વિકાસ અને ઉજવા ભવિષ્ય બનાવનારુ રહ્યું છે. તેમ છતાં ઓનલાઇન વેપારનું ક્ષેત્ર ખુબ જ સિમિત રહ્યું છે. હજુ ભારતમાં માત્ર ઓનલાઇન ગ્રાહકોની કુલ સંખ્યા પ૦ મિલિયન છે અને તેમાં પણ માત્ર ર૦ મિલિયન ગ્રાહકો જ નિયમિત રીતે માસિક ખરીદી કરનારા છે. ઓનલાઇન બજારનું કદ ભારતમાં વધારવાની દિશામાં ખાસ ઘ્યાન આપવાની જરૂર છે. વિશ્ર્વસ્તરે જે ઝડપથી ઓનલાઇન બજારનું કદ જે રીતે ફેલાઇ રહ્યું છે તે જોતા ભારતમાં આ ઝડપ ખુબ જ ઓછી છે.આ મંદી અને ગ્રાહકોની નિરસતા દુર કરવા કોપોરેટ જગતના મોટા માથાઓને હાથ મેળવી ઓનલાઇન વ્યાપાર વધારવાની જરુર છે તેના માટે જનજાગૃતિ ઉપરાંત આંતર માળખાકીય સુવિધા અને ગ્રાહકોનો વિશ્ર્વાસ વધારવો જરુરી છે.

7537d2f3 2

સરકારના ડિજિટલ અર્થતંત્રના લક્ષ્યને સિઘ્ધ કરવા માટે ઓનલાઇન બિઝનેસનું મહત્વ વઘ્યું છે. ત્યારે ઓનલાઇન આર્થિક વ્યવહાર અને ડિજિટલ બેકીંગને પ્રોત્સાહન આપવા ખાસ છુટછાટો અને ધિરાણસુવિધાઓ ઉ૫રાંત ઓદ્યોગિક વસાહતો લોજીસ્ટીક પાર્ક અને સેઝના નિર્માણની જરુર છે. ઓફ લાઇન અને ઓનલાઇન ક્ષેત્ર વચ્ચે રહેલા તફાવતમાં મોટા અવકાશને દુર કરવા ઇનડાયરેકટર ટેકસ અને આંત રાષ્ટ્રીય વેપાર વિનિમયની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની જરુર છે.ભારતના વ્યાપારી અને  ગ્રાહકોની તાસીરમાં માલની ગુણવતા ચોકસાઇ અને કિંમતમાં રૂબરૂ કસી કસીને ખરીદી કરવાની આદતના કારણે ઓનલાઇન માલ મંગાવવામાં ભારતના ગ્રાહકો છુટથી આગળ આવતા નથી. નજરે જોયાએ ખરીદેલા માલ અને વ્યાપારીના વિશ્ર્વાસ પર ચાલતી ભારતની બજારને હજુ પણ જોયા માલ અને ઓળખાણન હોય તેવા વ્યાપારી પાસેથી માલ લેવામાં વિશ્ર્વાસ આવતો નથી. ઓનલાઇન બીઝનેસ વધારવા માટે ભારતના બીજા અને ત્રીજા સ્તરના શહેરોમાં નેટની સુવિધાઓ વધારવાની પણ જરુરી છે.

ઓન લાઇન વ્યાપાર સામેના પડકારોમાં રહેલા પરિબળોમાં ભાષા અને ગ્રાહકોમાં ડીજિટલ વ્યવસ્થાની જાણકારીનો અભાવ અને માઇકો માર્કેટમાં વેચાતા માલ અંગેની ઓછી જાણકારી જયાં પરિબળોને કારણે ભારતમાં ઓનલાઇન  વ્યાપારનો વિકાસ ખુબ જ ઓછો થાય છે.ભારતમાં ઓનલાઇન બજારનું ભવિષ્ય ખુબ ઉજળું છે પરંતુ તેની રફતાર જોઇએ એટલી ઝડપ સાધી શકતી નથી.અત્યારે ભારતની ઓનલાઇન બિઝનેસની સ્થિતિ જોવા જઇએ તો ગ્રાહકોમાં રપ ટકા પુરુષો છે  આ આંકડાઓ વધારવાની જરુરી છે. છેલ્લા ર૮ વર્ષના મહિલા અને પુરુષોની ગ્રાહક સંખ્યા જે રીતે વધવી જોઇએ તે રીતે વધતી નથી. ઓનલાઇન બિઝનેસની ધીરી પ્રગતિના કારણમાં ભારતના આ સામાજીક દ્રષ્ટિકોણને રોકડમાં જ લેવડ દેવડ ની માનસિકતા મુળભુત કારણમાં છે. રિર્ટન ટુ ઓરિજન, આરટીઓ, કેસ ઓન ડિલેવરી ની માનસીકતાને કારણે હજુ ત્રીજા અને ચોથા વર્ગના શહેરોમાં ૯૦ ટકા વ્યવહાર રોકડે અને રુબરુ ખરીદી થી થાય છે.

મેટ્રોસીટીમાં ઓનલાઇન ખરીદી હજુ પ૦ ટકા સુધી પહોંચી છે. રુબરુ ખરીદીના દર વધારે હોવા છતાં લોકો ઓનલાઇન ખરીદીથી દુર રહે છે. ઓનલાઇન ખરીદી વધારવા માટે રાહતની ટકાવારી વધારી જો આ દિશામાં ઘ્યાન નહિ આપવામાં આવે તો ભારતની છુટક બજાર માંગ અને પુરવઠાની વિસંગતતામાં ફસાઇ જશે. નવાયુગના પરિવહન વ્યવસાયકારોને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવો પડશે. આર્ટિફીશિયબ ઇન્ટેલિજીયસ અને યાંત્રિક વપરાશ જેમ બને તેમ વધારવાની જરુરીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.