કાલે વિરાણી સ્કુલનાં છાત્રો બનાવશે રેડ રિબિન: શનિવારે કાલાવડ રોડ પર જનજાગૃતિ રેલી
વિશ્ર્વ એઈડસ દિવસની ઉજવણીનાં ભાગરૂપે એઈડસ પ્રિવેન્શન કલબ દ્વારા આજે પંચશીલ સ્કુલ ખાતે વિશાળ કેન્ડલ લાઈટ રેડ રીબીન છાત્રોએ બનાવી રેલી સ્વરૂપે એઈડસની સમજ સાથે જનજાગૃતિનાં નારા લગાવ્યા હતા. આ તકે ડો. ડી.કે. વાડોદરીયા, યોગીરાજસિંહ, વિશાલ કમાણી, ચેરમેન અરૂણ દવે હાજર રહીને કાર્યક્રમને દિપાવ્યો હતો.
આવતીકાલે તા.૨૯મીએ શુક્રવારે ૯:૦૦ કલાકે વિરાણી સ્કુલ ખાતે ૧૫૦૦ છાત્રોની રેડ રીબીન બનાવાશે. જેમાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાનું માર્ગદર્શન મળશે. શનિવારે ૩૦મીએ સવારે ૮:૩૦ કલાકે જી.ટી.શેઠ સ્કુલ, કેકેવી ચોકથી છાત્રોની રેલી કોટેચા ચોક તથા કોટક સ્કુલની ગર્લ્સ છાત્રા કોટેચા ચોકથી અંડરબ્રીજ સુધી વોક ફોર એઈડસ રેલી નીકળશે. જેમાં આચાર્ય ભાવેશભાઈ દવે તથા સ્વાતીબેન જોશી માર્ગદર્શન આપશે. ૧લી ડિસેમ્બરે રવિવારે સાંજે ૫:૦૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે લાલ ફુગ્ગાની વિશાળ રેડ રીબીન આકાશમાં તરતી મુકીને છાત્રો એઈડસને ટાટા-બાય બાય કરશે.
સમગ્ર આયોજનમાં ચેરમેન અરૂણ દવે યુવા ફોજનાં મિલન દવે તથા વિશાલ કમાણી આયોજનમાં માર્ગદર્શન આપી રહ્યા છે. તા.૨ને સોમવારે શહેર-જીલ્લાની ૧૧૦૦થી વધુ સવારે ૮:૩૦ કલાકે પોતાની શાળામાં રિબિન બનાવશે. જેમાં ડીઈઓ કચેરી શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયનો ટેકો મળેલ છે. આ પ્રોજેકટથી બે લાખથી વધુ છાત્રો એઈડસ જન જાગૃતિમાં જોડાશે જે એક રેકોર્ડબ્રેક આયોજન છે.
ડો.વી.કે.વાડોદરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શાળામાં આજે વિશ્ર્વ એઈડસ ડે નિમિતે ઉજવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં જ જનજાગૃતિથી કેળવવામાં આવે અને વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જે એઈડસ વિશેની માન્યતાઓ છે એ દુર થાય અને તેના પ્રત્યે વિદ્યાર્થીઓ સજાગ બને, સમાજ સજાગ બને તેના ભાગરૂપે પંચશીલ સ્કુલનાં ૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ૫૦૦ કેન્ડલ્સ પ્રજલિત કરી રેડ રીબીન બનાવવામાં આવી છે. સુંદર આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું છે. આ રેડ રીબીન દ્વારા સમાજને જાગૃત કરવામાં આવે. એઈડસ વિશે વધુ જાણકારી મેળવે આરોગન થાય અને જે લોકોને એઈડસ છે તે પણ સમજે તેને સહાનુભુતી આપે. આ સમાજમાં જીવવાનો હક આપે એમની સાથે આત્મીયતા દાખવે એ પ્રકારનો મેસેજ સમાજમાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરાયું છે.
અરૂણભાઈ દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્ર્વમાં ૧ ડિસેમ્બરે એઈડસ ડે નિમિતે કાર્યક્રમો થશે. વિશ્ર્વમાં રાજકોટ જ એવું છે કે એઈડસ ડે પૂર્વે જ શરૂ કરી ૩૧ માર્ચ સુધી સતત ચાર મહિના કાર્યક્રમો રાખવામાં આવશે. વિશાળપાયે જનજાગૃતિ કરવામાં આવશે. આજે સુંદર મજાના સવારમાં ૫૦૦ વિદ્યાર્થી સાથે નાની રેલી ત્યારબાદ કેન્ડલ રીબીનનું આયોજન કરવામાં આવ્યું. વિરાણી સ્કુલ, કોટેચા સ્કુલ બે તબકકામાં રેલીનું આયોજન આવનારા સમયમાં કરવામાં આવશે. રવિવારે સાંજે ૫૦૦ રેડ ફુગ્ગાની રીબીન બનાવી હવામાં તરતી મુકાશે. આ પ્રસંગે છાત્રોએ એઈડસે બાય બાય કહેશે. ૨૦૩૦ સુધીમાં સમગ્ર વિશ્ર્વએ નકકી કર્યું છે. આપણે એઈડસને નાબુદ કરીશું એના ભાગરૂપે રાજકોટમાં છેલ્લા ૩૨ વર્ષથી આયોજન કરવામાં આવે છે અને તેને સારો પ્રતિસાદ મળે છે.
શિપીંગ અને મરીન ક્ષેત્રમાં કારકિર્દી ઘડતર અંગે પંચશીલનાં છાત્રોને મળ્યું આંતરરાષ્ટ્રીય માર્ગદર્શન
પી.ડી.એમ કોલેજ કેમ્પસ ખાતે આવેલ રાજકોટની ખ્યાતનામ પંચશીલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના કારર્કીદીના માર્ગદર્શન માટે કરીયર એજયુકેશન પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને શીપીગ અને મરીન ઈન્ડસિટ્રીમાં કારર્કિદીનું ઘડતર કેવી રીતે કરી શકાય અને શીપીન્ગ ઈન્ડસિટ્રીના વિવિધ પ્રકારના કારર્કિદીલક્ષી માર્ગદર્શન આપવા માટે યુક્રેનનાં અહેસામરીન નેશનલ યુનિર્વસીટીના રીપ્રેઝન્ટેટીવ ઈન્ટરનેશનલ ક્ધસલટન્ટ એન્સતીયા અકીમોવા અને મીસીસ. ઓલેના બોઈકો એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ર્ડો.ડી.કે.વાડોદરીયાએ વિદ્યાર્થીઓને શીપીન્ગ ઈન્ડસિટીમાં રહેલ કારર્કીદીની તકો અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ લલીતભાઈ વસોયા, સી.એ.પ્રણવ નેનસોનયા, કેતનભાઈ વ્યાસ, મનોજભાઈ રામાણી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.