બાબરા માર્કેટ યાર્ડ ના છેલ્લા ૪-૫ દિવસથી મગફળી અને કપાસની જંગી આવક થાય છે જેની પાછળ કદાચ દેવ દિવાળી પછી લગ્ન ગાળો શરૂ થવાનો હોય નાણાં ની જરૂરિયાત, કપાસ ના ઉચા ભાવ પણ જવાબદાર છે. ૨૦ હજાર મણ કપાસ ની અવકે ભાવ રૂ.૧૦૦૦ થી ૧૨૧૫ સુધીના રહેલ તેમજ મગફળી ની ૧૦ હજાર મણ ની આવક ભાવ રૂ. ૧૪૯૦ થી ૨૭૬૦ સુધી રહેલ તેમજ સફેદ તલ ના ભાવ રૂ ૧૦૦૦ થી ૨૦૦૦ રહેલ.હાલ માર્કેટ યાર્ડ માં બહાર ૧ કિમી. લાંબી લાઈન જોવા મળેલ છતાં માલ નો નિકાલ પણ સારી રીતે થતો જોવા મળેલ છે.સંસ્થા ના સેક્રેટરી શ્રી અજયભાઈ પંડ્યા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે અને કોવિડ-૧૯ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવે છે. સેનેટાયઝર અને માસ્ક ના ઉપિયોગ દ્વારા હરાજી કરવામાં આવે છે.

સંસ્થા ના ચેરમેન શ્રી જીવાજીભાઈ રાઠોડ અને  ના.ચેરમેન શ્રી બિપીન ભાઈ રાદડીયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અંગત રસ લઈ ખેડૂત ભાઈઓને મુશ્કેલી ના પડે તેની કાળજી લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.