રેલી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ મામલતદાર ને સમર્થન પત્ર સુપત્ર કર્યો

કેન્દ્રની સરકારે કરોડો લોકોના હિતને ઘ્યાનમાં રાખી તાજેતરમાં નાગરીકતા સંશોધન કાયદા બીલ લાગુ કરવામાં આવતા આ કાયદાના સમર્થનમાં શહેરમાં નાગરીક સમિતિ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને  વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને મામલતદાર ને સમર્થન પત્ર સુપત્ર કરેલ હતો.

patto ban labs 1

સીએએ બીલને લાગુ કરાતા ભારતની આઝાદીના ૭૦ વર્ષ પછી દેશમાં ખરી આઝાદી મળી હોય તેવો માહોલ આજે શહેરમાં સવારે મ્યુનિ. કોલેજ ગ્રાઉન્ડમાં વિશાળ શહેરી ભાઇ-બહેનોની હાજરીમાં રાષ્ટ્રગાન ગીત ગાઇને સીએએ એ કાયદાની સંપૂર્ણ માહીતી લોકોને આપવામાં આવી હતી. ત્યારે આ કાયદાને સમર્થન આપવા માટે શહેરના પ્રબુઘ્ધ નાગરીકો વેપારીઓ ઉઘોગપતિઓ ભાઇ-બહેનો અને રાષ્ટ્રવાદ  વિરોકીને સમર્થન નથી આપતા સહીતના ના સુત્રોચારે બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક, ગાંધીચોક, નટવર રોડ, પરવિશાળ રેલી સ્વરુપે થઇ મામલતદારને આવેદન પત્ર સુપત્ર કરાયું હતું. આ આવેદન પત્ર માન. વડાપ્રધાને સંબોધી આપેલ હતું. તેમા જણાવેલ કે

7537d2f3 5

ભારત દેશના કરોડો પ્રજાજનોએ અંગ્રેજોની જો હુકમી અને દર્દભરી યાતનાઓ સહન કરીને ગુલામીના ઝંઝીરોમાંથી આઝાદી મેળવેલ, એ સમયે અંગ્રેજોની વિભાજનકારી નીતીનો ભોગ બનીને આઝાદ હિન્દુસ્તાના ભાગલા ધર્મના આધાર ઉપર પડેલા, એવા સમયે પુરૂ ગાંધીજીએ લધુમતિઓના રક્ષણ માટે જે દેશમાં લધુમતિઓ રહેવા માંગતા હોય તેઓને પોતાના સ્વમાનભેર રહી શકે એવી આદર્શ વ્યવસ્થા અમલમાં લાવવા લાગણી સભર અપીલ કરેલ હતી. પરંતુ આઝાદીના ૭૦ વર્ષ દરમિયાન જે દેશમાં ધર્મ આધારીત લધુમતિઓ હતી તેઓને તૃષ્ટીકરણ અને અપમાનનો ભોગય બનવું પડેલ, આ પીડાનો અનુભવ માત્ર લધુમતિમાં જ કરી શકે, પરિણામે નાગરીકતા સંશોધન કાયદાની ફરજ ભારત સરકારને માનવીય દ્રષ્ટીકોણને ઘ્યાનમાં રાખીને પડી છે. આ ફરજને કાયદામાં રુપાંતર કરવા બાબત સમગ્ર ભારતીય સમાજ આપનો અને ગૃહમંત્રી અમિતભાઇ શાહનો રૂણી છે.ભારતીય સંસ્કૃતિ વૈસુદેવ કુટુંબની ભાવનામાં માને છે અને આ કૌટુંબીક ભગવાને જાળવી રાખીને વિશ્ર્વના ફલક ઉપર એક ભાઇચારા અને કર્તવ્યનો સંદેશો આપેલ છે. જેને અમે વંદન કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.