એક દિવસમાં એક લાખ ગુણી લસણની આવક: ભાવ રૂ. ર00 થી 750 બોલાયા, તમામ જણસીથી છલકાતું ગોંડલ યાર્ડ
સૌરાષ્ટ્રના અગ્રણ્ય એવા ગોંડલ માકેટીંગ યાર્ડમાં હાલ વિવિધ પ્રકારની જણસીની મલબલ આવક થઇ રહી છે. ગોંડલ યાર્ડમાં હાલ લસણની મહેક જોવા મળી રહી છે.
એક જ દિવસમાં એશ લાખ ગુંણી લસણની આવક થવા પામી હતી. રોડ પર પાંચ કી.મી.ની વાહનોની લાંબી લાઇનો લાગી હતી. તમામ જણસીથી હાલ ગોંડલ યાર્ડ છલકાય રહ્યું છે. ખેડુતોને પણ સંતોષકારક ભાવ મળતા રાજીપો વ્યાપી જવા પામ્યો છે.
ગોંડલ માકેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં લસણની એક લાખ ગુણીની આવક થવા પામી હતી. લસણની પુષ્કળ આવકના કારણે યાર્ડના મુખ્ય પ્રવેશ દ્વારની બન્ને બાજુ નેશનલ હાઇવેની બન્ને બાજુ લસણ ભરેલા વાહનોની ચારથી પાંચ કી.મી.ની લાંબી લાઇન લાગી જવા પામી હતી.
હરાજીમાં લસણનો ભાવ ર0 કિલોના રૂ. ર00 થી 750 રૂપિયા સુધી બોલાયા હતા. હાલ લસણની આવક અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત ગોંડલ માકેટીંગ યાર્ડમાં મગફળી, કપાસ, લસણની પણ ઘુમ આવક થઇ રહી છે. ગોંડલમાં તમામ પ્રકારની જણસીની સારી એવી આવક થઇ રહી છે. લસણનો પાક આ વખતે પુષ્કળ પ્રમાણમાં થયો છે. એક દિવસમાં એક લાખ ગુણી લસણની આવક થતા યાર્ડ છલકાય ગયું છે.