વડાપ્રધાનના કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દેવા કાર્યકરોને તન મનથી કામે લાગી જવા હાંકલ
દાદરા નગર હવેલી દમણ અને દીવ વિસ્તારના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આવકારવા માટે ભાજપ કાર્યકરોમાં ભારે થનગનાટ વ્યાપી રહ્યો છે. તારીખ 23મી એપ્રિલે ભાજપના યુવા નેતા ડોક્ટર અવધેશ છત્રસિંહ ચૌહાણ દ્વારા કાર્યકર્તાઓની બેઠકમાં હોટલ મધુવનમાં યુવા નેતાએ કાર્યકરોને સંબોધન કરી વડાપ્રધાનના પ્રવાસ અને કાર્યક્રમોમાં ચાર ચાંદ લગાવી દેવા તન.મનથી લાગી પડવા આહવાન કર્યું હતું.
આ બેઠકમાં સેલવાસ નગરપાલિકાના પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈ, ભૂતપૂર્વ સાંસદ નટુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભવર, ઉપ પ્રમુખ દીપકભાઈ પ્રધાન, ભાજપના નેતા છત્રસિંહ ચૌહાણ સહિત ના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં સ્થાનિક કાર્યકર્તાઓ ને વડાપ્રધાનના કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી અને નેતાઓ દ્વારા યુવાનો ને ખાસ કરીને લોકોની વચ્ચે રહેતા કાર્યકરો ને વડાપ્રધાનના કાર્યક્રમ અંગે કોઈ કસર ન રહે તેની ખાસ હિમાયત કરવામાં આવી હતી.
ડોક્ટર અવધેશ ચૌહાણ એ જણાવ્યું હતું કે વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ, આગેવાનોએ પોતાના ઉદબોધનમાં સરકારની ઉપલબ્ધિઓ પર પ્રકાશ ફેક્યો હતો, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલે કાર્યકર્તાઓ નો ઉત્સાહ જોઈને કહ્યું હતું કે અહીં ઉપસ્થિત આપણા એક એક કાર્ય કરો એટલા સક્ષમ અને સમર્પિત છે કે એકલા એક પંચાયત ની પુરી દેખરેખ રાખી શકે , કાર્યક્રમના અંતમાં 30 જેટલા વિવિધ વર્ગના આગેવાનોએ ભગવો ધારણ કરીને ભાજપ નું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું.