-
કોરોના મહામારી અને વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે સૌથી મોટી જાગૃતિ આવી
જામનગર ન્યૂઝ
ભેળસેળયુક્ત તેલ એ ઝેર છે. અને મોટાભાગના જીવલેણ રોગો ખરાબ ખાદ્યતેલના પરિણામે થતા હોય તેવો દાવો કરવામાં આવે છે. તબીબોનો એવો દાવો હોય છે કે હાર્ટ એટેક કેન્સર થાઈરોગ સહિતના 90% રોગો ખરાબ ખાદ્ય તેલના પરિણામે જ થાય છે. તેવામાં પણ કોરોના કાળ બાદ લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. કોરોના મહામારી અને ત્યારબાદ વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે સૌથી મોટી જાગૃતિ આવી છે.
આથી લોકો કેમિકલ રહિત વસ્તુ વાપરવાનો આગ્રહ રાખે છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે સમાજને શુદ્ધ તેલ પીરસવાના ભાવ સાથે જામનગર કાલાવડ હાઇવે પર ઓઇલ મીલની શરૂઆત કરવામાં આવી છે. હાલ આ ઓઇલ મીલમાં મોટે પાયે તેલની માંગ જોવા મળી રહી છે.બાલાજી ઓઈલ મિલ નામની આ પેટે જામનગર કાલાવડ હાઈવે રોડ પર કાલાવડ નજીક અઢી કિલોમીટર દૂર આવેલી છે અને તેમાં દરરોજ મોટી સંખ્યામાં ખાદ્યતેલનું વેચાણ થાય છે.
રામજીભાઈ પરજીયા એ જણાવ્યું હતું કે મગફળીનું પીલાણ કર્યા બાદ તેનું તેલ કાઢવામાં આવે છે અને તેનું વેચાણ થાય છે 2800 ની કિંમતના શુદ્ધ સિંગતેલના ડબ્બાનું વેચાણ થાય છે. અને 18 મહિના સુધીની પાકી ગેરંટી આપવામાં આવે છે એટલે કે 18 મહિના સુધી તેલ ખરાબ થાય તો ડબ્બો બદલી આપવામાં આવે છે.