પ્રોડ્યુસર, ડાયરેક્ટર, કો.ડાયરેક્ટર તથા ફિલ્મ કલાકારોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં ટેલરનું લોન્ચિંગ કરાયું
હવે ગુજરાતી ફિલ્મનો ક્રેઝ પણ ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં વધતો જઈ રહ્યો છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતી ફિલ્મનો ટ્રેન્ડ હવે અને જુવાળ વધતો જઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ ગયો છે. ત્યારે હવે ગુજરાતી કલાકારો પણ દેશભરના પડદા ઉપર ઝળહળી રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ મામલે પ્રોડ્યુસર અને ડાયરેક્ટરો ફિલ્મો પાછળ પૈસા પણ વેરી રહ્યા છે અને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.ત્યારે તાજેતરમાં જ આવેલી અનેક ફિલ્મો સોનેરી પડદા ઉપર ઝગમગી રહી છે ત્યારે વધુ એક 22 જુલાઈના રોજ રાડો કરીને ફિલ્મ ટોકીઝમાં ચડી રહી છે ત્યારે કૃષ્ણદેવ યાગ્નિક તેમજ પ્રોડ્યુસર જયેશભાઈ પટેલ અને મુન્ના સુકુલ દ્વારા આ ફિલ્મ કંડારવામાં આવી છે અને યુવા વર્ગને એક મેસેજ આપતી ફિલ્મ 22 જુલાઈ ના રોજ સોનેરી ટોકીઝના પડદે ઝળહળશે. ત્યારે આ ફિલ્મ ના ટેલર લોન્ચિંગ સમયે સુરેન્દ્રનગર ખાતે આ ફિલ્મની તમામ ટીમ પહોંચી છે અને લોકો વચ્ચે જઈ અને ફિલ્મનું ટેલર લોન્ચિંગ કર્યું છે.
ત્યારે ગુજરાતી ફિલ્મ પ્રત્યે લોકોનો ક્રેઝ વધે અને લોકો કોમેડી એન્ટરટેનમેન્ટ ઉપરાંત જે સાઉથ મુવી છે તેવી મુવી પણ ગુજરાતી ભાષામાં નિહાળી શકે તે માટે આ રાડો ફિલ્મ બનાવવામાં આવી છે અને લોકોને ટોકીઝના પડદે ગુજરાતી ભાષામાં સાઉથ મુવી જેવું ફીલ થાય તેવા પ્રયાસો ડાયરેકટર તથા પ્રોડ્યુસર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે તેના પહેલા લોન્ચિંગ સમયે સમગ્ર ટીમ સુરેન્દ્રનગર ખાતે આવી પહોંચી છે અને શહેરની મહાલક્ષ્મી ટોકીઝ ખાતેથી ટેલરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.રાડો ફિલ્મ વિશે ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર યસ સોની સાથે વાતચીત કરવામાં આવતા યસ સોની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતી ફિલ્મ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બને અને સમગ્ર વિશ્વમાં આવેલી ટોકીઝોના પડદે આ ફિલ્મ ચમકે તેવા હંમેશા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીયલ ને હંમેશા ટોચ સુધી પહોંચાડવાના પ્રયાસ અમારી ટીમ એ કર્યા છે ત્યારે દર વખતે લોકોના મનોરંજન તેમ જ લોકોને ગમે તેવા મુવી લાવવા નો અમે પ્રયાસ કર્યો છે તેવું ફિલ્મ માં મુખ્ય પાત્ર ભજવનાર યસ સોની દ્વારા જણાવવામાં આવ્યું છે.અમદાવાદમાં જ શૂટિંગ થયેલ અને ગુજરાતની સૌથી મોંઘી ફિલ્મ ગણવામાં આવતી રાડો ફિલ્મ 22 જુલાઈના રોજ ટોકીઝ ના પડે રિલીઝ થનાર છે ત્યારે યુવા વર્ગને શીખ ઉપરાંત સાઉથ મુવી નો અહેસાસ આ ફિલ્મ કરાવશે તેવું ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય ટેલર જોતા સ્પષ્ટ પણે વર્તાઈ રહ્યું છે કે શરૂઆતથી તબક્કામાં નાના એવા ઝઘડા નું સ્વરૂપ મોટું થઈ જતું હોય છે અને તેનું પરિણામ પણ ખૂબ ગંભીર આવતું હોય છે અને આ ફિલ્મ માં એક્શન તેમજ ડ્રામા અને સાઉથ મુવી ના સ્ટંટ અને યુવા વર્ગને નાના એવા ઝઘડામાં મોટું સ્વરૂપ ધારણ ન કરવા અંગેની સલાહ આપી આ ફિલ્મ 22 જુલાઈના રોજ ટોકીઝના પડદે રીલીઝ થશે ત્યારે તેમની ટીમ દ્વારા પણ આ ફિલ્મ જોવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે ને સુરેન્દ્રનગર મહાલક્ષ્મી ટોકીઝ ખાતેથી ટેલરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.