- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં વિરાટ બાઈક રેલી યોજાઈ
- રાજકીય આગેવાનો, ડોક્ટરો સહિત અનેક રાષ્ટ્ર પ્રેમી ગણમાન્ય મહાનુભાવો જોડાયા
- હજારોની ઉપસ્થિતી જનમેદનીએ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો
- કલેકટર મારફત ભારતના મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર અપાયો
એક સમયના ભારતના ભુભાગ એવા બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં વિરાટ બાઈક રેલી યોજાઈ હતી. તેમજ બાઈક રેલીમાં પંથકના સંતો,ધાર્મિક સંસ્થાઓ,રાજકીય આગેવાનો,ડોક્ટરો સહિત અનેક રાષ્ટ્ર પ્રેમી ગણમાન્ય મહાનુભાવો જોડાયા હતા અને હજારોની ઉપસ્થિત જનમેદનીએ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત હતો. બાઈક રેલી જુના શિશુ મંદિરથી સિંધવાઈ માતાજી મંદિર ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી. જ્યાં હિન્દુ હિત રક્ષા સમિતિના સભ્યોએ કલેકટરને આવેદનપત્ર આપી મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચાડવા વિનંતી કરી હતી.
મળતી માહિતી મુજબ, હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ, સંતો તથા હિંદુ લઘુમતીઓ પર થતા અત્યાચારો,માલ મિલકતોને થઈ રહેલું નુકસાન, મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ તથા બાંગ્લાદેશી સરકારનું નરમ વલણ અને કટ્ટરવાદી લોકો ને આપવામાં આવી રહેલ સંરક્ષણ પ્રત્યે પાટણ ની હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરાટ બાઈક રેલી જુના શિશુ મંદિર થી યોજવામાં આવી હતી. બાઈક રેલીમાં પ.પૂ. નિજાનંદ સ્વામી ( ગોતરકા) સહિત પાટણ અને પાટણ પંથકના સંતો, વહેપારીઓ, વિવિધ એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, યુવાનો,બહેનો,યુથ મંડળો, ઇસ્કોન સંસ્થાના સંતો, ડોક્ટરો સહિત અનેક રાષ્ટ્ર પ્રેમી ગણમાન્ય મહાનુભાવો જોડાયા હતા હજારોની ઉપસ્થિત જનમેદનીએ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બાઈક રેલીની શરૂઆતમાં હિન્દુ હિત રક્ષા સમિતિના ભીખા પટેલે જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુ ભાઈઓ/બહેનો અને બાળકો પર હુમલાઓ તથા મંદીરોની તોડફોડ બહું સંખ્યક કટ્ટરપંથીયો દ્રારા થઈ રહી છે. અમાનુષી અત્યાચારોની પરાકાષ્ઠા થઈ રહી છે. તેમજ હિન્દૂ સમાજને યોજના પૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુક બનીને તેને સમર્થન આપી રહી છે.
તેમજ બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે અને એમના માટે કેસ લડનાર વકીલને પણ માર મારવામાં આવ્યો છે. અન્ય અનેક સંતોની પણ ઘરપકડ કરવામાં આવી છે. ચિન્મય કૃષ્ણદાસજી સહિતના સંતોની મુક્તિ તથા હિંદુ સમાજ પર તાત્કાલિક અસરથી અત્યાચારો બંધ કરવામાં આવે એ માટે પાટણ પંથકના ધર્મ પ્રેમી લોકો ભારત સરકારને આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા તથા બાંગ્લાદેશ સરકાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે તેમણે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું અને આવી ઘટનાઓ બંધ ના થાય તો ગુજરાત સહિત દેશભરમાં થી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી લોકો ને હાંકી કાઢવા માટે ભારત સરકાર ને વિનંતી કરી હતી સાથે સાથે આવા સંવેદનશીલ વિષયમાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે તેમ છતાં માનવ અધિકારની હિમાયત કરનાર માનવ અધિકાર પંચ પણ કેમ ચૂપ છે તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આ દરમિયાન બાઈક રેલી જુના શિશુ મંદિરથી મદારસા, હિંગળાચાચર ચોક, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન, સિદ્ધપુર ચાર રસ્તાથી સિંધવાઈ માતાજી મંદિર ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી. જ્યાં પરમ પૂજય નિજાનંદ સ્વામીએ આક્રમક રીતે ઉપસ્થિત વિરાટ ધર્મપ્રેમી જનતાને આગામી સમયમાં ધર્મને બચાવવા માટે તૈયાર રહેવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદમાં સિધવાઈ માતા મંદિરથી ઉપસ્થિત સૌ પદયાત્રા સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં હિન્દુ હિત રક્ષા સમિતિના સભ્યોએ કલેકટરને આવેદનપત્ર આપી આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચાડવા વિનંતી કરી હતી.
અહેવાલ : દીપક સથવારા