• એક સપ્તાહ પૂર્વે ઓખા દરિયામાં ઘૂસી આવેલી બોટ માંથી દરિયામાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ
  • બી.એસ.એફને સર્ચ ઓપરેશન દરમિયાન 49 પેકેટ્સ મળી આવ્યા

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે એક સપ્તાહ પૂર્વે ઓખા નજીક ભારતમાં ઘૂસણખોરી કરતી પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી જેમાંથી 7 પાકિસ્તાનીઓ પકડાયા હતા. બોટમાં લાવેલા ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે તે પેકેટો ગઈકાલ આંખોના દરિયા નજીક બીએસએફ ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન 49 પેકેટ મળી આવતાં દોડધામ મચી જવા પામી હતી. બીએસએફ ની ટીમે પાકિસ્તાનીઓએ દરિયામાં ફેંકી દીધેલું 250 કરોડના કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો અનુસાર તા.5ના બીએસએફ- ભૂજની ટીમે જખૌ મરીન પોલીસની સાથે જખૌ પોર્ટ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. સર્ચ દરમિયાન સયાલી ક્રીક પાસેથી ડ્રગ્સના 49 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ્સ 250 કરોડનું હેરોઈન હોવાની આશંકા છે અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.પકડાયેલા 49 પેકેટ્સ ઉપર કૈફે ગારમેન્ટ અને બ્લ્યૂ સેફાયર 555 શબ્દો લખેલાં છે. ગત તા. 30 મેની રાતે કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે, ઓખા નજીક સરક્રીક અને જખૌ પોર્ટ વચ્ચે એક પાકિસ્તાની બોટને અટકાવી હતી. આ બોટમાંથી સાત પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. દૂરથી જ ભારતીય એજન્સીની બોટ આવતી જોઈને પાકિસ્તાની શખ્સોએ ડ્રગ્સના પેકેટ્સ દરિયામાં ફેંકી દીધા હતા.

પાકિસ્તાની બોટમાંથી દરિયામાં ફેંકાયેલા ડ્રગ્સના પેકેટ પાકિસ્તાન તરફથી આવતી દરિયાઈ લહેરો થી કાંઠા તરફ આવી ગયા હતા.પોલીસે સફળતાપૂર્વક પકડી પાડી 49 પેકેટ કબજે કરી લીધા હતા હાલ બીએસએફની ટીમ અને એટીએસે પકડાયેલા પાકિસ્તાની પુછતાછ હાથ ધરી છે કારણ કે પાકિસ્તાની મચ્છીમારીઓ નહિ પરંતુ ડ્રગ્સ પેડલરે હોવાનું સામે આવતા તે દિશામાં તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.