ચાઇનીઝ સ્માર્ટફોન મેકર હુઆવે ભારતમાં Huawei Mate 20 Pro લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન મિડનાઇટ બ્લૂ, બ્લેક, એમેરાલ્ડ ગ્રીન અને ટ્વાઇલાઇટ કલર્સમાં ખરીદી શકાશે. 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 69990 રૂપિયા છે.
લોન્ચ ઓફર હેઠળ કંપની સેનહાઇઝરના Sennheiser PXC 550 હેડફોન્સ 2000 રૂપિયામાં આપી રહી છે. આ વાયરલેસ હેડફોનની કિંમત 29000 રૂપિયા છે. હેડફોન્સ સાથે આ ફોન એમેઝોન પર 71990 રૂપિયામાં ખરીદી શકાશે. સેલની શરૂઆત પ્રાઇમ મેમ્બર્સ માટે 3 ડિસેમ્બરથી શરૂ થશે. આ સ્માર્ટફોનને એક્સક્લુસિવલી એમેઝોન પરથી ખરીદી શકાશે. નોન-પ્રાઇમ મેમ્બર્સ આ સ્માર્ટફોન 4 ડિસેમ્બરથી ખરીદી શકશે.
-6.39 ઇંચની નૉચવાળી ક્વૉડ એચડી પ્લસ OLED ડિસ્પ્લે
– 6/8 જીબી રેમ
– 128/256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
– ટ્રિપલ રિઅર કેમેરા ( 40 મેગાપિક્સલનો વાઇડ એંગલ + 20 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ + 8 મેગાપિક્સલનો 3X ટેલીફોટો લેન્સ)
– 24 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
– HiSilicon Kirin 980 પ્રોસેસર
– સિક્યોરિટી માટે થ્રી-ડી ફેસ અનલોકિંગ
– ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
– 4200 mAhની બેટરી
– 40 વૉટનું હાઇ-સ્પીડ ચાર્જર
– 15 વૉટનું હાઇ-સ્પીડ વાયરલેસ ચાર્જર સપોર્ટ
– વોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ IP68 રેટિંગ
– યુએસબી ટાઇપ સી સપોર્ટ
– એન્ડ્રોઇડ પાઇ સપોર્ટ