તારક મહેતા ફેઈમ ટીપેન્દ્ર ઉર્ફે ભવ્ય ગાંધીની ફિલ્મ ૨૫મી ઓગસ્ટે રીલીઝ થશે: જનરેશન ગેપ છતાં પિતા-પુત્રના પ્રેમ પર આધારિત ફિલ્મમાં કોમેડી અને લાગણીસભર એન્ટરટેનમેન્ટનો ડબલ ડોઝ: ફિલ્મની પુરી સ્ટારકાસ્ટ આવી ‘અબતક’ના દ્વારે
તારક મહેતાનો ટપુડો હવે જુવાન થઈ ગયો છે. જી હા, ભવ્ય ગાંધી હવે ટીપી તખ્તેથી‚પેરીપડદે હીરો બનીને આવી રહ્યો છે. તેની આગામી ફિલ્મનું નામ છે પપ્પા તમને નહીં સમજાય’
ફિલ્મના શિર્ષક પરથી જ સમજાઈ જાય છે કે, સ્ટોરી, જનરેશન ગેપની છે. ઉલ્લેખનીયછે કે બોલીવૂડ મૂવીઓ અંદાજ અપના અપના (આમીર ખાન)અને અજબ પ્રેમ કી ગજબકહાની (રણબીર કપૂર)માં પિતા અને પુત્ર વચ્ચેની રમૂજી દલીલો કે શાબ્દિક ટપાટપી દર્શકો માણીચૂકયા છે. હવે જોવાનું એ રહે છે કે ગુજરાતી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાયનું
ક્ધટેન્ટ કેવું છે ? કોમેડી છે કે પછી સ્ટોરી કંઈક ભાવનાત્મક મોડ લે છે ? આ ફિલ્મ આગામી તારીખ ૨૫મી ઓગસ્ટે રીલીઝ થઈ રહી છે. લોકો મેળો માણીને ફ્રી થશે એટલે મુંબઈ અને ગુજરાતના સિનેમાઘરોમાં ભવ્ય ગાંધી અને શ્રદ્ધા ડાંગરની આ મૂવી જોવા માટે ઘસારો કરશે તે નકકી છે.
ફિલ્મમાં ટીપેન્દ્ર ઉર્ફે ટપુ ઉર્ફે ભવ્ય ગાંધીના પાત્રનું નામ મુંજાલ મહેતા છે. ફિલ્મના ટાઈટલમાં ભલે પપ્પા (પિતા)નું નામ હોય એટલે લાગે કે માત્ર પિતા-પુત્રના રિલેશન પર જ ફોકસ કરાયું હશે પરંતુ જી, ના એવું નથી આમાં ર્માં અને પુત્ર (મમ્મી અને બેટા)ના રીલેશન પર સરસ રીતે કેન્વાસ કરાયો છે. આ સિવાય ફિલ્મમાં જનરેશન ગેપને લઈને ઉભી થતી
વિટંબણાઓ મનોરંજક રીતે પીરસવામાં આવી છે. આ ફિલ્મમાં મનોરંજન તો ભરપૂર છે સાથો સાથ એક મેસેજ પણ છે કેવી હેવ ટુ ચેન્જ. જો કે ફિલ્મના કલાઈમેકસમાં ખબર પડશે કે કોણ
સેક્રીફાઈસ કરે છે ? પિતા કે પુત્ર.ફિલ્મમાં કુલ ૪ ગીતો છે. કોલેજસોન્ગ, ડિસ્કો સોન્ગ, લવ લોન્ગ અને ધમાલીયું રોડ સન્ગ એકંદરે ફિલ્મમાં ટોટલી ફાધર અનેસનના રીલેશન પર ફોકસ કરાયું છે. ફિલ્મના નિર્દેશક ધર્મેશ મહેતા છે. તેમણે વિવિધનયનરમ્ય લોકેશનો પર ફિલ્મને ફિલ્માવી છે. તેમનો દાવો છે કે ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’દરેક વર્ગના દશર્કો માટે છે.