સુરતથી ગાંજાનો જથ્થો લાવી મજૂરોને વેચાણ કરતો હોવાની કબુલાત
શાપર-વેરાવળ ખાતે આવેલ પી.એસ. પ્લાયવુડ નામના કારખાના નજીક એસ.ઓ.જી.ના સ્ટાફે છાપો મારી રૂ.૧૯૨૫૦ની કિંમતનો પોણાત્રણ કિલો ગાંજા સાથે એમ.પી.ના શખ્સને ઝડપી લઈ ગાંજાના નેટવર્કને તોડી નાથવા અને મૂળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં માદક દ્રાવ્યોનો ફૂલેલા કારોબારના નેટવર્કને તોડી પાડવા એસ.પી. બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી. ના સ્ટાફ શાપર ઔદ્યોગીક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે પી.એસ. પ્લાયવુડ નામના કારખાનાની નજીક ગાંજાનું વેંચાણ થતુ હોવાની કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસે મૂળ એમ.પી.ના વતની અને પી.એસ. પ્લાયવુડ લેબર કવાર્ટર પાછળ રહેતો રામકુમાર રામ વિશાલ કુર્મી નામના શખ્સના કબ્જામાંથી રૂ. ૧૯૨૫૦ની કિમંતનો પોણા ત્રણ કલાક ગાંજાનો જથ્થો સાથે ઝડપી લીધો હતો.
ઝડપાયેલા રાજકુમાર પટેલ નામના શખ્સની પ્રાથમિક પૂછપરછમાં સુરત તરફથી લાવ્યાની કબુલાત આપી હતી. એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર એમ.એન.રાણા, પો.સબ ઈન્સ. વાય.બી. રાણા, કોન્સ. વિજયભાઈ ચાવડા ઉપેન્દ્રસિંહ જાડેજા, અતુલભાઈ ડાભી, સંજયભાઈ નિરંજની, દિનેશભાઈ ગોંડલીયા, મયુરભાઈ વિરડા તથા ડ્રા.પો.કો. સાહિલભાઈ ખોખર કામગીરીમાં રોકયેલા હતા.