કલબના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીએ રાજકોટનાં વિકાસ માટે સેવાકાર્યો કરવા દાખવી ઇચ્છા: રોટરી મીડટાઉન લાઇબ્રેરી ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ
રોટરી કલબ દ્વારા રપમી ઇન્ટરનેશનલ સેરેમનીનું આયોજન રાજકોટની સરાઝા હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી કલબ સેવાકીય સંસ્થા છે કે જે સમાજમા ઉન્થાન માટે અનેક વિધ રીતે કાર્યરત રહેલી છે. આ તકે રોટરી કલબના પ્રેસિડેન્ટ અને સેકેટરી દ્વારા અબતક સાથે વાતચીતમાં માહીતી આપણા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સંસ્થાના હીત માટે તથા રાજકોટનાં વિકાસ માટે અનેક વિધ પ્રયત્નો હાથ ધરાશે. જયારે રોટરી કલબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન રોટરી લાઇબ્રેરી ખાતે કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ ના ગોવેર્નેર અનીશભાઇ શાહ એન્ડ સ્વાતિબેન શાહ નવી ટીમને શપથ લેવડાવી હતી. રોટરી ડીસ્ટ્રીટક ને પ૦ વર્ષ થાય છે. અને રોટરી ને ઇન્ડીયામાં ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ છે. સાથે સાથે ડોકટર શરદભાઇ ઠાકરએ પણ જીના ઇસીકા નામે હૈ ના ટોપિક પાર સરસ વાતો કહી હતી એમને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન ના ઉમદા કર્યો ને જીવનના એક આનંદ તરીકે પણ વખાણ્યા હતા.
રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન એમના રપમાં સિલ્વર જબીલી વર્ષમાં રાજકોટને એક ભવ્ય ડાયાબીટીશ સેન્ટર ભેટમાં આપવાના છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ નંબરનું સેન્ટર વિવિધ તબીબી સેવાઓ આપશે.
આ શપથ ગ્રહણ સમારોહમાં રોટરી રાજકોટની સિસ્ટમ કલબના પ્રમુખ એન્ડ સેક્રેટરી પૂર્વ ડિસ્કટીકટ ગવર્નર ડોકટર લાલા રાઠોડ એન્ડ પૂર્વ ડિસ્કટ્રીકટ ગવર્નર દિપકભાઇ અગ્રવાલ ઉપરાંત બહોળી સંખ્યામાં રોટેરીઅન્સ એન્ડ મહેમાનો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડોકટર જતીનભાઇ મોદીએ કરેલ હતું.
આ કેમ્પમાં ૧૦૦ બોટલ બ્લડ કોલેશન કરવામાં આવેલ. આ કેમ્પ ડોકટર ભૂષણ કાલરીયા એન્ડ કેતનભાઇ કકકડે જહેમત ઉઠાવી હતી.
રાજકોટની અગ્રીમ સેવા સંસ્થા રોટરી મીડટાઉનના સહયોગથી ટપુભાઇ મહેતા અને દયાકુંવરબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થીક રીતે જરુરીયાત મંદ વર્ગના હોંશિયાર વિઘાર્થીઓને પ્રોત્સાહનનાર્થે બે પ્રકારની સ્કોલશીપ શરુ કરવામાં આવી છે.
અંડર ગ્રેજયુએટ અભ્યાસ માટે ધો. ૧ર વિજ્ઞાનપ્રવાહ પછી મેડીકલ , ઇજનેરી, ટેકનીકલ વગેરે અભ્યાસમાં પ્રતિવર્ષ રૂા ૧પ હજાર, સુધીની સહાય મળી શકશે. પોસ્ટ ગ્રેજયુએટ અભ્યાસ માટે કોઇપણ વિઘાશાખામાંથી ઉપાધી પ્રાપ્ત કર્યા પછી એમ.ડી., એમ.એસ, એમ.ડી.એસ, એમ.ઇ, એમ.સી.એ. વગેરે ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિવર્ષ રૂા ૧પ હજાર સુધીની શિષ્યવૃતિ મળી શકશે.
આ સ્કોલરશીપ માટેના માહીતીપત્રક તેમજ ફોર્મ રોટરી મીડટાઉન, ૦/૦ આઇ-ટેક ઇન્ફોનેટ, ૩જો માળ, જે.પી. ટાવર ટાગોર રોડ, ખાતેથી સવારે ૧૧ થી ૧ર તથા સાંજે ૪ થી ૫.૩૦ દરમ્યાન માર્કશીટની નકલ રજુ કરીનજે મળશે. આ સ્કોલરશીપ માટે જે તે પરીક્ષામાં ૮૦ ટકા માર્કસ આવશ્યક છે.
૨૫ વર્ષ પૂર્ણ કરતા રોટરી કલબ માટે ગર્વની વાત: વિશાલ અંબાસણા
જયારે આ તકે રોટરી કલબના સેક્રેટરી વિશાલ અંબાસણા અબતક સાથેની વાતચીતમાં કહે છે કે તેઓ માટે ગર્વની વાત છે એ રોટરી કલબને રપ વર્ષ પૂરા થયા છે. જયારે રોટરીના ઇન્ડિયાના એકઝીસટન્સને ૧૦૦ વર્ષ પૂરા થયા છે. તેઓ તેમના વીઝન વિશે કહે છે કે ડાયાબીટીસ સેન્ટર તેમનું છે. તેને સંપૂર્ણપણે કાર્યરત કરવા માટેનો ઘ્યેય નકકી કરેલો છે. અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યુ હતું. તેમાં લોકો કેમ્પની મુલાકાતે આવે તે વધારે ગમે છે.
રોટરી કલબે ઘણાં પ્રોજેકટ રાજકોટને આપ્યા છે: જિજ્ઞેશભાઇ અમૃતીયા
આ તકે જિજ્ઞેશભાઇ અમૃતિયા અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે રોટરી કલબ ઓફ રાજકોટ મેટડાઉન એક સેવાકીય સંસ્થા છે. આ તેનું રપમું વર્ષ છે. ઘણા પ્રોજેકટ રાજકોટને ભેટ આપેલ છે. જેમાં રોટરી ડોલ્ મ્યુઝિયમ, રોટરી લાઇબે્રરી, રોટી ડેમ પ્રોજેકટો ભેટ આપેલ છે. અને તેઓ કહે છે કે તે રપમાં પ્રેસિડેન્ટ તરીકે ઇનસ્ટોલ થવાના છે. અને સેવાનો પ્રવાહ જોઇએ તો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ પોતાનું વિઝન જણાવતા કહે છે કે એવો મેગા પ્રોજેકટ કરવાની ઇચ્છા છે કે રાજકોટમાં જયારે લાઇબ્રેરી ચાલુ કરી ત્યારે પ્રાઇવેટ લાઇબ્રેરીનો કનસેપ્ટ ન હતો અને કોર્પોરેશનના સહયોગ દ્વારા લાઇબ્રેરી રાજકોટને આપી. તેમાં ડોલ્સ મ્યુઝિયમ અને પાણીની જરુરીયાત માટે કલબએ ડેમ પણ બંધાવ્યો જનતાની સેવા માટે તત્પર રહે છે.