બોલીવુડમાં હાલમાં બાયોપિકની સિઝન ચાલી રહી હોય તેમ એકપછી એક બાયોપિકના પ્રોજેક્ટની જાહેરાતો થઇ રહી છે. હવે બોલીવુડનો ગ્રીક ગોડ ઋત્વિક પણ બાયોપિકના પ્રોજેક્ટમાં સામેલ થવા જઇ રહ્યો છે. કેટલાક સમય પહેલા ઋત્વિક રોશને ખુલાસો કર્યો હતો કે તે સુપર ૩૦થી બાયોપિક માટે કામ હાથમાં લેશે. જો કે હવે ઋત્વિકે સ્પષ્ટતા કરી છે કે તે મેથેમેટિશિયન આનંદ કુમારના રોલ માટે. કામ કરી રહ્યો છે. ઋત્વિકની આ ફિલ્મને વિકાસ બહેલ ડિરેક્ટ કરશે.

વિકાસ બહેલ અગાઉ કંગના રનૌતના ક્વીન ડિરેક્ટ કરી ચુક્યા છે. અને હવે તેઓ ઋત્વિકની ફિલ્મ ડિરેક્ટ કરશે. ઋત્વિક રોશન અગાઉ જોધા અકબર અને મોહેન્જો દડો જેવી પરિયડ ફિલ્મ કરી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે આનંદ કુમાર પટનાના છે. અને તેઓ આઇ આઇટીની એકઝામ આપનારા વિદ્યાર્થીઓ માટે સુપર ૩૦ના નામે કોચિંગ ચલાવે છે.

આનંદ કુમાર આઇઆઇટી તથા જેઇઇના વિદ્યાર્થીઓને પરિક્ષણ આપે છે કે જેઓ આર્થિક રીતે પછાત છે. તેમણે વર્ષ ૨૦૦૨માં આ કામની શરુઆત કરી હતી. અને આ અંગે તરણ આદર્શે ટ્વિટ પણ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.