હ્રતીયનો તો લોટો ને દોરી બન્ને ગયા ! ડીવોર્સ થયા, મોં કાળું થયું. એક તરફ પત્ની સુઝેને ડીવોર્સ આપ્યા. બીજી તરફ કંગના કાંડમાં મોં કાળું થયું. ફિલ્મો ફલોપ થઇ તે નફામાં બેંગ બેંગના શુટિંગોમાં તેને માથામાં અંદ‚ની ઇજા થઇ અને હોસ્પિટલાઇઝડ થયો તે આડ વાત હ્રતિક રોશનની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈ, બાદ ક્રિશ સીરીઝ સિવાય તેની એકેય બ્લોકબસ્ટર મુવી આવી નથી. લક્ષ્ય, કાબિલ, અગ્નિપથ જેવી ફિલ્મોમાં તેનું કામ વખણાયું પણ તેનો કોઇ ફાઇનાન્સિયલ બેનિફીટ ન મળ્યો.કભી ખુશી કભી ગમ, બેંગ બેંગ જેવી ફિલ્મોમાં તેના માત્ર ડાન્સ મુવ્ઝના જ વખાણ થયા. ટૂંકમાં ૧૭ વર્ષની કારર્કીદી દરમીયાન હ્રતિક કહો ના પ્યાર હે અને માત્ર ક્રિશ ફ્રેન્ચાઇઝમાં જ ઝળકયો. તો શું હાર્ટ થ્રોબ હ્રતિય તેના પપ્પાની ફિલ્મોમાં જ ચાલે છે. તે વાત ખરી ? હ્રતિય પાસે અત્યારે બહારના કોઇ જ ચાલે છે તે વાત ખરી ? હ્રતિક પાસે અત્યારે બહારના કોઇ જ નિર્માતાની ફિલ્મ નથી. ક્રિશ-૪ ના પ્રોડયુસર ડાયરેકટ વળી પાછા તેના પિતાશ્રી રાકેશ રોશન છે. તેણે ગણીતશાસ્ત્રિ આનંદકુમારની બાયોપિક છોડી દીધી છે. હ્રતિક રોશનની ડેબ્યૂ ફિલ્મની હયુજ સકસેસ બાદ સ્ટારડસ્ટ મેગેઝીને ટાઇટલ માર્યુ હતું કે રોશનને ખાન( શાહરુખ, સલમાન, આમીર)કી ખટિયા ખડી કરી દી. સાચ્ચે જ હ્રતિય થી ત્યારનો ચાર્મિગ સ્ટાર શાહરુખ વધુને વધુ સીગારેટ ફૂંકવા લાગ્યો હતો. સલમાનને યંગ રોશનની ઇર્ષ્યા આવતી હતી. આમીરનની વાત જુદી છે.
હ્રતિકનો તો લોટો ને દોરી બન્ને ગયા: ડીવોર્સ થયા, મોં કાળું થયું
Previous Articleખોડલધામ નોર્થઝોન ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન
Next Article આધાર બંધારણની કસોટીમાં પાર ઉતરશે