ગંગોત્રી સ્કુલના વિઘાર્થી ઋત્વિકે મેળવી સફળતા
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ગોંડલની ગંગોત્રી સ્કુલમાં અભ્યાસ કરતા ઉમરાળીયા ઋત્વિકે સમગ્ર ગુજરાત બોર્ડમાં ૯૯.૯૯ પીઆર સાથે પ્રથમ સ્થાન મેળવી ઉચ્ચતમ સિઘ્ધિ મેળવી છે.
ગોંડલના ઇતિહાસનું આ અવિસ્મરણીય પરિણામ છે. ૭૦૦ માંથી ૬૬૫ માકર્સ મેળવી ગોંડલ કેન્દ્રમાં રેકોર્ડ સજર્યો. ઋત્વિકના કહેવા મુજબ તેમના પિતા ફેબ્રીકેશનમાં મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. તેમજ ભાડાના મકાનમાં રહે છે. છતાં તેણે દિવસ-રાત એક કરી મને ગોંડલ શહેરની નામાંકિત ગંગોત્રી સ્કુલના ચેરમેન સંદિપસરને અમારા ઘરની પરિસ્થિતિ ની જાણ થતાં મારા માતા-પિતાને બોલાવી ફીમાં મોટી રાહત કરી આપી હતી.
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ગોંડલની ગંગોત્રી સ્કુલમાં અભ્યાસ કરતી ધો.૧ર કોમર્સની વિઘાર્થી એ ગુજરાત બોર્ડમાં છઠ્ઠું સ્થાન મેળવ્યુ અમીષા સત્યમભાઇ માંડણકાએ સમગ્ર ગુજરાત બોર્ડમાં ૯૯.૯૪ પીઆર સાથે સ્થાન મેળવી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે. માંડણકા અમીષાના કહેવા મુજબ હું આ તમામ સફળતાનો શ્રેય મારા માતા-પિતા અને ગંગોત્રી સ્કુલના ચેરમેન સંદીપસર અને સ્કુલ મેનેજમેન્ટને આપું છું. વાલી અને શિક્ષકો વચ્ચેના સુસંવાદિત મળી છે. ગંગોત્રી સ્કુલ દ્વારા વિઘાર્થીઓને સતત પ્રોત્સાહન પુરી પાડી સાચી મહેનત કરવાની યોગ્ય દિશા બતાવાય છે.