૨૬ જુલાઈએ ‘સુપર ૩૦’ અને કંગના રણૌત સ્ટારર ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ની બોક્સ ઓફિસ ટક્કર થતી હતી
હ્રિતિક રોશન અને કંગના કંગના રનૌત વચ્ચે કંઇક ને કંઇક ક્લેશ થતો રહે છે. હ્રિતિક રોશન સ્ટારર ‘સુપર ૩૦’ ફિલ્મ અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ની રિલીઝ એક જ દિવસે ૨૬ જુલાઈએ ક્લેશ થતી હતી. માટે હ્રિતિકે ટક્કરને ટાળવા પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય કર્યો.
તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘મારી જાતને પર્સનલ ટ્રોમા અને ટોક્સિક મેન્ટલ વાયોલન્સથી બચાવા માટે રિલીઝ ડેટ શિફ્ટ કરવા ઈચ્છું છું. ફિલ્મ તૈયાર છે છતાં મેં મારા પ્રોડ્યૂસર્સને બને એટલી જલ્દી નવી ડેટ જાહેર કરવા માટે વિનંતી કરી છે.’ હવે કંગનાએ હ્રિતિકની આ વાતને લઈને તેના પર પલટવાર કરતાં કહ્યું કે, આ દુ:ખડાં રોતી સ્ટોરી છે.
આ ‘સોબ સ્ટોરી’ છે. તેની ફિલ્મની રિલીઝને પાછળ ધકેલવાનો નિર્ણય દરેકની સહમતિથી લેવાયો હતો છતાં તે કેમ લોકોની સહાનુભૂતિ મળે એવી વાતો કરે છે.કંગના રનૌતે કહ્યું કે, ‘હ્રિતિક રોશન, મધુ મન્ટેના અને એકતા કપૂરે સાથે મળીને નક્કી કર્યું હતું કે હ્રિતિક સુપર ૩૦ની રિલીઝ ડેટ પાછળ ધકેલશે અને એકતા તેની ફિલ્મ મેન્ટલ હૈ ક્યા ૨૬ જુલાઈએ લાવશે.
તેઓએ આ નિર્ણય ગયાં અઠવાડિયે જ લીધો હતો. મને ખબર નથી પડતી કે તેણે શું કામ આવી સોબ સ્ટોરી લખી પણ હું ખુશ છું કે, મેન્ટલ હૈ ક્યા સોલો રિલીઝ થશે. હું મારી પ્રોડ્યૂસર એકતા કપૂરને સલામ કરું છું કે તેણે આ પુરુષ પ્રધાન ઇન્ડસ્ટ્રીમાં પોતાના માટે રસ્તો શોધી કાઢ્યો. તે જે કરે છે એ સરળ નથી. હું એની હિંમત અને શક્તિને દાદ આપું છું.’