દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે, માનવ સંસાધન વિકાસ મંત્રાલય એ ડિજિટલ પ્લેટફોર્મનાં માધ્યમથી તાલીમ શરૂ કરી છે.
વિશાળ ઓપન ઓનલાઇન અભ્યાસક્રમોનું પ્લેટફોર્મ “SWAYAM”નો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર નવી અને ઊભરતાં પ્રવાહો પર ધ્યાન કેન્દ્રિત કરીને ૧૫ લાખ ઉચ્ચ શિક્ષણના શિક્ષકોની શિક્ષણ પદ્ધતિને સુધારો કરવાનો ઇરાદો ધરાવે છે.
પ્રથમ તબક્કામાં, 75 “શિસ્ત-વિશિષ્ટ – નેશનલ રિસોર્સ કેન્દ્રો (એન.આર.સી.)” ઓળખી કાઢ્યા છે જે ઑનલાઇન તાલીમ માટે સામગ્રી તૈયાર કરવા માટે અને ઑનલાઇન રીફ્રેશર કોર્સ દ્વારા શિક્ષકોના તાજેતરના વિકાસને જાળવી રાખવા માટે ઓળખી કાઢવામાં આવ્યા છે. જેના દ્વારા આ યોજનાની પ્રથમ તબક્કા નો લક્ષ્યાંક હાસલ કરાશે.
સેન્ટ્રલ, સ્ટેટ અને ઓપન યુનિવર્સિટીઓ તથા ટેકનિકલ શિક્ષકોના તાલીમ માટેના રાષ્ટ્રીય સંસ્થાઓ, IIT, IITS, NIT અને અન્યોને આ સંદર્ભમાં એન.આર.સી. તરીકે સૂચિત કરવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com