રૂ. 4300 કરોડના ખર્ચે ગેસનું ટર્મીનલ ગુજરાત-સૌરાષ્ટ્ર માટે રોજગારીની તકો ઉજળી કરશે!
ગીર સોમનાથ જિલ્લાના છારા ગામે રૂ.4300 કરોડના ખર્ચે બની રહેલા ગેસ ટર્મિનલ 50 ટકા ભાગીદારી સાથે એચપીસીએલ હસ્તક આવ્યું છે.
એચપીસીએલ શાપૂરજી એર્ન્જી પ્રા.લી. દ્વારા ગીર સોમનાથ જિલ્લાના છારા ખાતે રૂ.4300 કરોડના ખર્ચે વાર્ષિક 50 લાખ ટનની ક્ષમતાનું ગેસ ટર્મીનલ બનાવવામાં આવી રહ્યું છે. આ યોજના 2022ના અંત સુધીમાં પૂર્ણ થઈ જવાની શકયતા છે.
શાપૂર પલોનજી ગ્રુપની એચપીસીએલ શાપૂરજીએનર્જી કંપની છારા ખાતે રૂ.397 કરોડનું ગેસ ટર્મીનલ બનાવીરહી છે. તેમાં એચપીસીએલે 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. 50 ટકા હિસ્સો એસપીપોર્ટસ પાસે છે.
આ ટર્મીનલ મારફત વિદેશથી જહાજ એલએનજીમાં ગેસ આવશે અને આ ગેસ બળતણ માટે ગેસગ્રિકમાં પહોચાડાશે
એચપીસીએલ કંપની પોતાનું ધંધાકીય વિસ્તરણ કરી રહી છે. અને કુદરતી ગેસ વિતરણ શ્રૃંખલામાં મહત્વની કડી બનાવવા માટે આ પગલુ ભર્યું હોવાનું કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતુ.
સરકાર દેશમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને અર્થતંત્રને વધુ કાર્યક્ષમ બનાવા પ્રયાસો કરી રહી છે. સરકાર બળતણમાં ગેસનો હિસ્સો વર્તમાન 6 ટકા છે તે 2030 સુધીમાં 15 ટકા કરવા ઈચ્છે છે તેના ભાગરૂપે તેલ કંપની કુદરતી ગેસમાં વધુ રસ લઈ રહી છે.
એચપીસી આ સંયુકત સાહસથી નવ રાજયોનાં 34 જિલ્લામાં ગેસ વિતરણ વ્યવસ્થા ધરાવશે આ સંયુકત સાહસ અત્યારે 674 સીએનજી સ્ટેશન ધરાવે છે. અને આગામી સમયમાં વિસ્તરણ કરવાનો ઈરાદો ધરાવે છે. આ ઉપરાંત કંપની એલએનજી સ્ટેશનો ઉભા કરવામાં પણ ઝંપલાવશે તેમ જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે રૂ.4300 કરોડોના પ્રોજેકટથી ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રોજગારીની વિપુલ તકો સર્જાશે આ પ્રોજેકટ 2022ના અંતમાં પૂર્ણ થનાર છે. પ્રોજેકટથી સમગ્ર ગિર સોમનાથ પંથકને ફાયદાહી ફાયદા છે. હાલ આ પ્રોજેકટનું કામ જેટ ગતિએ ચલાવવામાં આવી રહ્યું છે. હવે અંદાજે દોઢેક વર્ષમાં આ પ્રોજેકટનું કામ પૂર્ણ કરી દેવાનોલક્ષ્યાંક રાખવામા આવ્યો છે.