કોરોના મહામારીએ મોટા ભાગ દેશને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. તેને લઈને દુનિયા મોટાભાગના દેશમાં લોકડાઉન કરવુ પડ્યું છે. ત્યારે હવે પ્રયત્નો એવા કરવામાં આવી રહ્યાં છે કે, લોકોને જલ્દી કોરોનાની વેક્સિન મળી રહે. જેથી લોકો વાયરસથી મુક્ત થઈ શકે. કોરોના સામેની લડાઈમાં રસી જ જાદુઈ છડી સમાન મનાય રહી છે. હાલ ભારતમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. ત્યારે અલગ-અલગ દેશમાં તૈયાર થયેલી વેક્સિનને સવાલ એ ઉભો થાય છે કઈ વેક્સિન વધુ અસરકાર છે.
કોવેક્સિન: હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસિત અને ઉત્પાદિત કોવેક્સિન ઈન્યુન સિસ્ટમને પ્રશિક્ષિત કરવા માટે એક ટે નિષ્ક્રિય SARS-COV-2 એન્ટિજેન સ્ટ્રેઇન (અથવા ડેડ વાયરસ) નો ઉપયોગ કરે છે, જે કોરોના વાયરસ સંક્રમણને ઓળખવા અને લડવામાં મદદ કરશે. ક્લિનિકલ સ્ટડીઝ અનુસાર, ભારત બાયોટેકના આ વેક્સિનના એફિકેસી રેટ 78 ટકા છે.
કોવિશિલ્ડ: દુનિયાભરમાં 62 દેશોમાં ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકાની વેક્સીન કોવિશિલ્ડનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ હાલના સમયમાં આ વેક્સીનના કોઈ સાઈડ ઈફેક્ટ સામે આવ્યા છે. જેન કારણે આ વેક્સીન પર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને બ્લડ ક્લોટ એટલે કે લોહી ગંઠાઈ જવાના સાઈડ ઇફેક્ટ્સ. કોવિશીડથી સંબંધિત સાઈડ ઈફેક્ટ્સ છે – ઈન્જેક્શનની જગ્યા પર દુખાવો – ઈન્જેક્શનની જગ્યા પર લાલાશ – હળવો અથવા ભારે તાવ – ખૂબ સુસ્તી અને ઊંઘ આવવું – હાથમાં કડકતા અનુભવાય – શરીરમાં દુખાવો
સ્પુતનિક-V: ભારતમાં રસીસંબંધિત બાબતોના નિષ્ણાતોની સમિતી ‘સબજેક્ટ ઍક્સપર્ટ કમિટી’ (SEC)એ રશિયન રસી સ્પુતનિક-Vના ઇમરજન્સી ઉપયોગ માટેની હૈદરાબાદની ડૉ. રેડીઝ્ લૅબની અરજી સ્વીકારી લીધી. કોરોના વાઇરસ સામે લડવા માટેની રશિયાની સ્પુતનિક-V રસીની અસરકારકતા 92 ટકા હોવાનું પરીક્ષણોમાં પુરવાર થયું છે. લાન્સેટમાં પ્રકાશિત થયેલાં વિલંબિત તબક્કાનાં ટ્રાયલ પરિણામો મુજબ કોવિડ-19 સામે આ રસી 92 ટકા સુધી રક્ષણ પૂરું પાડે છે. સ્પુતનિક-Vના એક ડોઝની કિંમત ભારતમાં 995.40 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ફાઈઝર: કોરોના સામે ફાઈઝરની વેક્સીનને સૌથી વધુ પ્રભાવી માનવામાં આવી રહી છે. જેના બે ડોઝ આપવા પર તેની અસરકારકતા 95% છે. અમેરિકાની મલ્ટીનેશનલ ફાર્મા કંપની દ્વારા વિકસિત રસી ભારતમાં પણ ઉપલબ્ધ થનાર છે પણ ક્યારે ?? સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર રસીના આશરે 5 કરોડ ડોઝ મંગાવવામાં આવ્યા છે. પરંતુ રસી અસ્તિત્વમાં આવી ત્યારથી જ રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતા, તેની અસરકારકતા તેમજ આડઅસરોને લઈને રસ્સાખેંચ ઊભી થઈ હતી.
મોડર્ના: મોડર્ના વેક્સિન અસરકારકતા 90 ટકાથી વધુ છે. તેને -4 ફારેનહાઈટ એટલે કે,-20 ડિગ્રી સેલ્સિયસ પર 30 દિવસ સુધી રેફ્રિજરેશનમાં રાખવામાં આવે છે. આ વેક્સિન બોસ્ટનની કંપનીએ તૈયાર કરી છે. તેનો ઉપયોગ અમેરિકા, યુરોપિયન યુનિયન સહિતના ઘણા દેશોમાં ઇમરજન્સી ઉપયોગ કરવામાં આવે છે.
ગમાલેયા: ગમાલેયા સૌપ્રથમ રશિયામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે ઇમરજન્સી ઉપયોગ ઘણા દેશોમાં આ વેક્સિનને મંજુરી મળી ગઈ છે.
ઓક્સફોર્ડ-એસેરાઝેનેકા: ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનિક રસીની અસરકારકતા 75 ટકા છે. તેને 6 મહિના માટે રેફ્રિજરેટરમાં રાખી શકાય છે. બ્રિટન, યુરોપિયન યુનિયન સહિતના ઘણા દેશોમાં કટોકટીમાં ઓક્સફોર્ડ એસ્ટ્રોજેનિક રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, ડેનમાર્કમાં તેનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે.
કેનસીનો: આ રસીની અસરકારકતા 65.28 ટકા છે અને તે એક માત્રાની રસી છે. તે રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરી શકાય છે. ચીને આ રસીને મંજૂરી આપી દીધી છે. તેનો ઉપયોગ અન્ય ઘણા દેશોમાં ઈમરજન્સીમાં થઈ રહ્યો છે.
જોનસન એન્ડ જોનસનની: જોનસન એન્ડ જોનસન વેક્સિનનો એક જ ડોઝ છે. તેની અસરકારકતા યુ.એસ. 72 ટકા, બ્રાઝિલમાં 68 ટકા અને દક્ષિણ આફ્રિકામાં 64 ટકા હતી. આ વેક્સિન યુ.એસ., યુરોપિયન યુનિયન અને અન્ય દેશોમાં ઈમરજન્સીમાં ઉપયોગમાં લેવાય છે. જો કે, કેટલાક દેશોએ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. ડેનમાર્કે પણ આ રસી ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
સિનોફાર્મ: સિનોફર્મ વેક્સિનને ચીની કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેને ચીન, સંયુક્ત આરબ અમીરાત અને બહેરિન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ઘણા દેશોમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ડબ્લ્યુએચઓએ પણ તેના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
ભારત બાયોટેક: દેશની ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ વેક્સિન (BBV154)ની પ્રથમ તબક્કાની ટ્રાયલનો હૈદરાબાદ અને નાગપુર સહિતનાં કેટલાંક શહેરોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત બાયોટેકની કોવેક્સિન બીજો ડોઝ મેળવ્યા બાદ 81 ટકા અસરકારક રહે છે. ભારતે તેના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી. તેનો ઉપયોગ બીજા ઘણા દેશોમાં થઈ રહ્યો છે.