માત્ર મસાલાનો કલર જ નહીં પરંતુ સ્વાદ અને ગુણવત્તા પણ જાળવી રાખે છે ‘રાજાણી’: મુકેશભાઈ
રાજાણી બ્રાન્ડ ૪૭ થી ૫૦ વર્ષી કાર્યરત છે અને મસાલા માર્કેટમાં રાજાણી બ્રાન્ડે તહલકો મચાવી દીધો છે. રાજાણી બ્રાન્ડનાં મેનેજીંગ ડાયરેકટર મુકેશભાઈ રાજાણીનું કહેવું છે કે, રાજાણી હંમેશા કવોલીટી વસ્તુ લોકોને આપવામાં માને છે. જો મસાલાની વાત
કરીએ તો લોકો પહેલા બારે દળાવીને વાપરતા હતા, ત્યારે દળનાર ડુપ્લીકેટ મસાલા દળી લોકોને આપી દેતા હતાં પરંતુ રાજાણી મસાલા હંમેશા લોકોને એ-ગ્રેડ મસાલા અને ટ્રેડમાર્ક વાળા મસાલા આપે છે અને તે સર્ટીફાઈડ મસાલા હોય છે.
ઘરે જે મસાલા દળવામાં આવે છે અને જેના સંગ્રહ કરવામાં આવે છે તે ોડાક સમયમાં બગડી જતા અવા તો સ્વાદ વિહિન ઈ જાય છે. જયારે રાજાણી બ્રાન્ડનાં મસાલા ઉપર ગુણવતા વાળા તેમજ તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. જેી લોકો બે ી ત્રણ વર્ષ સુધી તેનો સંગ્રહ કરે તો પણ તેના સ્વાદમાં ફેર પડતો ની. મસાલાની ગુણવત્તા જાળવવા માટે તેનું પેકિંગ એક મહત્વની ભૂમિકા ભજવે છે. મુકેશભાઈ રાજાણીનું કહેવું છે કે, મસાલાનાં એર ટાઈટ પેકિંગ મસાલાની ગુણવત્તા જાળવી રાખે છે અને મસાલાનું પેકિંગ આકર્ષક હોવા કરતા તેની અંદર રહેલા તત્ત્વો સારા હોવા જોઈએ અને લોકો જે પૈસા ખર્ચે છે તેઓને તેનો સંતોષ વો જોઈએ. રાજાણી બ્રાન્ડ આજે મસાલા ઉપરાંત અગરબત્તી, માચીસ, ચા પત્તી, સાબુ જેવી અનેક વસ્તુઓ બનાવે છે. રાજાણી આજે ગુજરાતનાં દરેક તાલુકાઓ અને દરેક લોકો સુધી પહોંચી છે, તે ગુજરાત ઉપરાંત પણ મહારાષ્ટ્ર, રાજસન સહિત અનેક રાજયો સુધી પહોંચી છે. જયારે અાવનારા દિવસોમાં રાજાણી પંજાબ, હરિયાણા જેવા અનેક રાજયો તા લોકો સુધી પહોંચી તહલકો મચાવી દેવાની છે.
વિદેશમાં પણ અમારા મસાલા હોટફેવરીટ: અદાણી બ્રધર્સ
અદાણી બ્રધર્સ અદાણી બ્રધર્સ અ‚ણ અદાણીએ અદાણી મસાલા અંગે ટીમ અબતકને માહિતી આપતા જણાવ્યું હતુ કે લોકોને હવે ધીમે ધીમે ખ્યાલ આવતો જાય છેે કે અદાણી મસાલા શુઘ્ધતાની દષ્ટિએ તેમજ ગુણવતાની દષ્ટિએ સર્વ્ોતમ છે દિ
વસેને દિવસે અમારી લોકપ્રિયતા વધતી જાય છે શુઘ્ધતાની સાથે લોકોની તંદુરસ્તી જોડાયેલી હોવાથી લોકો અદાણી મસાલા પસંદ કરી રહયા છે. ત્યારે હાલ અદાણી મસાલાને ઓર્ગોનિક તરફ જવા કાર્યરત છે અદાણી ૬૦ વર્ષની જુની પેઢી છે હાલ અમા‚ થર્ડ જનરેશન અદાણી ગ્રુપમાં કાર્યરત છે. ઘણાં વર્ષબાદ મસાલામાં આટલા બધા ભાવ ઘટાડો જોવા મળ્યો છે જેને લઇને ગ્રાહકોનો અમને ખૂબજ સારો પ્રતિસાદ મળી રહયો છે. તેમાય ખાસ કરીને ગૃહિતીઓમાં ખૂશીની લહેર જોવા મળી રહી છે. મસાલા ખરીદવા આકર્ષાય છે. મસાલાનો ભાવ ઘટતા અદાણી મસાલામાં શુઘ્ધતા અને ગુણવતામાં કોઇજ ઘટાડો થયો નથી. લગભગ વીસેક દેશોમાં અદાણીની પ્રોડકટ એકસ્પોર્ટ થાય છે. વિદેશોના લોકોપણ અમારા મસાલાને પસંદ કરી રહયા છે.
અદાણી મસાલા વિશે
વધુ માહિતી આપતા જીતુભાઇ અદાણીએ જણાવ્યું હતુ કે છેલ્લા ૬૦ વર્ષથી અદાણી મસાલા માર્કેટમાં ઉપલબ્ધ છે મારા માતા-પિતાએ આટકોટથી આ વેપાર ચાલુ કર્યો હતો. મારા માતા પિતાનો મુખ્ય ઉદ્ેશ માત્ર એટલો જ હતો કે આપણે ઘરના મસાલા બનાવવામાં જે કાળજી રાખીએ છીએ એવી કાળજીવાળા મસાલા જો લોકોને પૂરાપાડ શું તો જ‚ર આપણી પ્રગતિ થશે. વેપારના વિકાસ માટે અમે રાજકોટ આવ્યા સમય જતા અદાણી મસાલાની માંગ વધવા લાગી ૧૯૮૦માં અમે અદાણી બ્રધર્સ નામની દૂકાનની સ્થાપના કરી ત્યારબાદ અમે એજન્સી લાઇન મુકી અમે અમારી પ્રોડકટ તરીકે મૂકવાનો પ્લાન કર્યો. તેના અનુસંધાને મેટોડા ખાતે ૧૯૯૭માં અદાણી ફૂડ પ્રોડકટ પ્રાઇવેટ લીમીટેડ શ‚ક કરી . ત્યાંથી જ અમે માર્કેટીંગ ચાલુ કર્યુ અમારી વિશ્વસનીયતાને કારણે અમારા ગ્રાહકો વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે. ટેકનોલોજીનો વિકાસ થતા મસાલા હાઇજેનીક રહી શકે એ માટે ઓઝોન ટ્રીટેડ મસાલા બનાવવાનું શ‚ કર્યુ.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ગૃહિણીઓએ બારે માસ જો મસાલા ભરવા હોય તો ભેજ રહીત વાતાવરણ હોવુ જ‚રી છે. મુખ્યત્વે એને કાચની બરણીમાં ભરવાના એટલે ભેજ ન લાગવાથી મસાલો લાંબો સમય ટકી શકે છે. આરોગ્યની દષ્ટિએ પણ મસાલાની ભૂમિકા ખૂબજ વધુ છે. મસાલામાં ખાસ મરચુ આપણા સ્વાદને ઉતેજીત કરે છે અને મરચાને લીધે પાચનક્રિયા સરળ બને છે ગત વર્ષ કરતા આ વર્ષે મસાલામાં ૧ કિલોએ ૩૦ થી ૪૦ ‚પિયાનો ઘટાડો થયો છે. મરચાનું ઉત્પાદન સારુ થતા આ વર્ષ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
મરચાની ગુણવતા આ વર્ષે વધુ સારી: વેપારીઓ
શહેરમાં બારમાસી મસાલાની મોસમ પુરબહારમાં ખીલી છે. મસાલા બજારમાં તેમજ મસાલાના નામાંકિત વેપારીઓને ત્યાં બહોળા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે. ગત વર્ષે કરતા ચાલુ વર્ષે મસાલાના ભાવમાં ૨૫ ટકાનો ઘટાડો હોવાના કારણે ગૃહિણીઓ ખરીદીમાં સિઝનની શ‚આતથી જ વ્યસ્ત છે.
કાશ્મીરી, ધોલર, રેશમપટ્ટો અને ગોડલીયું મરચામાં અને હળદરની વાતમાં મુળાની, સેલમ અને રાજસ્થાની ધાણી અને ધાણામાં દેશી અને ઓર્ગેનીક જોવા મળેલ છે. જો આરોગ્યની વાત કરીએ તો મસાલા અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. જેમ કે હીંગ એ પેટના વાયુને કાઢવા માટે, મરચુ છે સ્વાદ અને ખાવામાં ‚ચી વધે અને રોગપ્રતિકારકતા વધે એ માટે અને હળવદ, હાડકા મજબુત, શરદી અને કફમાં રાહત આપે છે. મનુષ્ય શરીરની રચનામાં મસાલા એ અગત્યની જ‚રીયાત મુજબ રહેલ છે. આ વર્ષે ભાવતાલ અને કવોલીટીની વાત કરવામાં આવે છે. ગત વર્ષ કરતા ૨૫%નો ઘટાડો જોવા મળેલ છે અને સીઝનની શ‚આતથી જ ગ્રાહકોની ભીડ જોવા મળેલી છે. ત્યારે મસાલાની ખરીદી અંગેની વિગતો મેળવવા ‘અબતક’ની ટીમ દ્વારા પ્રયાસ કરાયો હતો.
ખોડીયાર મસાલા માર્કેટમાં મસાલાનું વેચાણ કરતા હરિક્રિષ્ન ટાંકે જણાવ્યું હતું કે આ વર્ષે મસાલાના ભાવમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે ધાણીના ભાવ ખુબ જ ઉંચા હતા ત્યારે આ વર્ષે ઉત્પાદન સારું થતા ભાવ ઘટયો છે. ગયા વર્ષે હળદરનો ભાવ ૧૫૦ જેટલો હતો એજ હળદરનો ભાવ આ વખતે ૧૨૦-૧૧૦ છે. આરોગ્યની દ્રષ્ટિએ દેશી હળદર ઉતમ છે. અમે છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ વેપાર કરીએ છીએ.
મસાલા બજારમાં આવેલા ગૃહિણી સંઘવી પુનિતાએ જણાવ્યું હતું કે આ વખતે મસાલાનો ભાવ ઘટયો હોવાથી મસાલામાં થોડી રાહત અનુભવાશે. આ વર્ષે મેં કાશ્મીરી મરચુ ખરીદયું છે અત્યારે કાશ્મીરી મરચાનો ભાવ ૨૦૦ ‚પિયા છે મસાલામાં કૃત્રિમ રંગોની ભેળસેળ થતી હોય છે એટલે જાતે બજારમાંથી ખરીદી મસાલા દળાવાનું પસંદ કરુ છું.
ભવાની મસાલાના વેપારી ગોપાલભાઈએ જણાવ્યું હતું કે આ વખતે મસાલાના ભાવ ઘટતા ગૃહિણીઓનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે રાજકોટમાં ધાણાનું ચલણ વધારે છે. સારી ધાણી રાજસ્થાનની આવે છે જે એકદમ લીલા રંગની હોય છે આરોગ્યની દ્રષ્ટિએ રાજસ્થાનની ધાણી અને હળદરમાં વધારે સેલમ વપરાય છે. વધુ પડતી ગૃહિણીઓ સેલમ હળદર અને દેશી ધાણી પસંદ કરી રહી છે.
ભવાની મસાલા ભંડારમાં મસાલા ખરીદવા આવેલી ગૃહિણી પ્રવિણાબેન દવેએ મસાલા અંગે વિગત આપતા જણાવ્યું હતું કે આ વખતે મસાલાના ભાવો ઘટયા છે. તેમાં ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સ્વાદમાં સારુ અને શરીરને જોખમી ન થાય તેવુ મરચુ ખરીદવુ જોઈએ. મસાલા ભરતી વખતે મીઠુ, તેલ અને હીંગ ઉમેરવાથી તેમજ એરટાઈટ કાચની બરણીમાં મસાલા ભરવાથી બારેમાસ સારા રહે છે. ગયા વર્ષ કરતા ભાવમાં ઘટાડો થતા આ વર્ષે ગૃહિણીઓ વહેલા બારેમાસના મસાલા ખરીદવા લાગી છે.
મસાલા સસ્તા હોવાથી ખરીદી માટે અત્યારથી જ ભીડ: વિક્રમ તન્ના
ખોડીયાર મસાલા માર્કેટના વિક્રમ તન્નાએ જણાવ્યું હતું કે આ વખતે મરચાનો ભાવ ખૂબ જ ઘટયો છે. મરચાની આવક ભરપુર હોવાને લીધે યાર્ડ ભરપુર છે એટલે ગ્રાહકોને આ વખતે ઘણો લાભ થવાનો છે. પાછલા વર્ષ કરતા મરચાના ભાવમાં ૫૦ ટકા ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રનું મરચુ લોકોને સસ્તુ અને સારુ પડશે. દર વર્ષે માર્ચના એન્ડમાં ગ્રાહકોની ભીડ હોય છે જયારે આ વર્ષે મરચાનો ભાવ સસ્તો હોવાથી શ‚આતમાં જ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. પાછલા વર્ષે મરચુ ૧૮૦ ‚પિયે હતું. જયારે આ વર્ષે મરચુ ખુબ જ ઓછા ભાવે મળશે. વધુમાં મસાલા અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે જે લોકો મોરા મરચા ખાતા હોય એમ કે કાશ્મીરી અથવા ધોલર મરચુ ખરીદવું. તીખા મરચામાં ગોંડલનો રેશન ડબલપટ્ટો, સીગલ પટ્ટો એનાથી થોડો તીખો તેમજ રેડ ટોપ ૭૦૨ પણ તીખુ આવે. કાશ્મીરી મરચુ ચાખ્યા સિવાય લેવુ નહીં. કાશ્મીરી મરચુ મોં મા મુકતા જરાપણ તીખાશ લાગતી નથી. મસાલા બજારમાં આવવાથી લોકો જાતે વસ્તુ પસંદ કરી દળાવી શકે છે. જયારે પેકીંગમાં શું આવે તે આપણે જોઈ શકતા નથી એટલે થોડી મહેનત કરી મસાલા બજારમાંથી મસાલા ખરીદવા ઉતમ છે.