મેષ અ,લ,ઈ
પરિશ્રમી વર્ગ એવમ કારીગર વર્ગ માટે આ આખુ સપ્તાહ કામકાજથી વ્યસ્ત તથા લાભકારી જણાશે. આ સપ્તાહ દરમિયાન આવકના નવા સ્ત્રોત મળવાના સંયોગો. જૂનાં કરજમાંથી મુક્ત થવાના તેમજ જૂની ઉઘરાણી પાકવાના પણ સંયોગ. ઉતાવળિયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી પરંતુ ભાગદોડ વાળું નીવડશે. સરકારી ખાતાના તમામ કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, મહિલાકર્મી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. 12 ત્થા 15 જાન્યુઆરી મંદ તથા મધ્યમ રહેશે.
વૃષભ બ,વ,ઉ
કંસ્ટ્રકશન કંપની એવમ સીવીલ એંજીનીયરીંગ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે દરેક પ્રકારના સ્ક્રેપ યુનિટના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ ભાગ દોડ વાળું જણાશે. અન્ય ઔદ્યોગિક એકમના જાતકો એવમ વ્યાપાર વાણિજ્યના એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું તથા અર્ધ લાભદાયી જણાશે. પરિશ્રમ વાળા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે હજુ આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. 16, 17 જાન્યુઆરી સાધારણ જણાશે.
મિથુન ક,છ,ઘ
આ સપ્તાહ દરમ્યાન તમામ વર્ગ ત્થા વિવિધ વિભાગ તથા વિવિધ પદના સરકારી કર્મચારી માટે દોડધામ થવાની સંભાવના સાથે ચડાવ ઉતારના સંયોગો, બદલી તેમજ બરતરફીની સંભાવના. સ્ટેશનરીઝ તેમજ વૂડન (કાષ્ઠ) ઉત્પાદના ઔદ્યોગિક એવમ વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. નાના ઔદ્યોગિક એકમના જાતકો તેમજ વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે હળવું આ સપ્તાહ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. પરિવારમાં મતભેદની શકયતા. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 13 તથા 14 જાન્યુઆરી સાવ સાધારણ નીવડશે.
કર્ક ડ,હ
કેમિકલ્સ એકમના જાતકો તથા પ્રવાહી પેય એવમ પ્રવાહી આહારના ઉત્પાદ એકમના જાતકો માટે આ સપ્તાહ વિશેષ લાભદાયક નીવડશે. શીપીંગ એકમ તેમજ ફિશીંગ એકમ એકમના જાતકો માટે સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. વાણિજય શાખા ના અધ્યાપક તથા વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણીઓ અને વર્કિંગ વુમન માટે હજુ આ સપ્તાહ પણ લાભકારી રહેશે. 15 જાન્યુઆરી સરેરાશ નીવડશે.
સિંહ મ,ટ
સેલેબલ પર્શન, જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કુરિયર કાર્ગો એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. પ્રિન્ટસ, કાગળ, પ્રકાશન એકમના જાતકો ત્થા સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત ઔદ્યોગિક એકમ તથા વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સપ્તાહે પરિવારજનો કે સગા સાથે હળવા વાદ વિવાદ થઈ શકે તેવા સંયોગો. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી તથા છાત્ર માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 18 જાન્યુઆરી સામાન્ય નીવડશે.
કન્યા પ,ઠ,ણ
હોટેલ, રેસ્તોરાં જેવાં એકમના જાતકો માટે સરેરાશ સપ્તાહ. તેમજ પેકીંગ ફૂડ પ્રોડકટ્સના ઔદ્યોગિક ત્થા વાણિજ્યક એકમના જાતક તથા ફેબ્રિકસ તથા હર્બલ પ્રોડકટના એકમના જાતકો માટે સાનુકૂળ, લાભકારી સપ્તાહ. અગાઉના અધૂરા રહી ગયેલા કામકાજ પૂરા થવાની સંભાવના, જૂની ઉઘરાણી પાકવાના સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. નાના તથા છૂટક વ્યાપારીઓ માટે હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે વ્યસ્ત અને લાભદાયી સપ્તાહ. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃત્ત, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 13 તથા 14 જાન્યુઆરી સાધારણ જણાશે.
તુલા ર,ત
જાહેર ક્ષેત્રની વ્યક્તિ તથા સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ અતિ પ્રતિકૂળ નીવડશે. કાયદો-વ્યવસ્થા તંત્રના તમામ વિભાગના કર્મીઓ તથા સરકારી ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. હોટલ, રીસોર્ટ, રેસ્તોરાં, ઇવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, ટુર એન્ડ ટ્રાવેલ્સ એજંસીઝ જેવાં ધંધા-વ્યવસાય એકમના જાતકો માટે આ હળવું લાભકારી સપ્તાહ. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ ભાગદોડીયું નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે સાનુકૂળ સપ્તાહ. કુટુંબ-પરિવારમાં સુમેળ યથાવત રહેશે. ગૃહિણી, મહિલા કર્મી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. 12 તથા 16 જાન્યુઆરી મધ્યમ જણાશે.
વૃશ્ચિક ન,ય
સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ખાનગી એકાઉન્ટન્સી ફર્મ, બેંક, વીમા કંપની જેવાં એકમના જાતકો માટે અનેક નવી તકો મળવાના સંયોગો સાથે સાનુકૂળ સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું તથા અર્ધ લાભદાયી નીવડશે. વ્યાપાર ક્ષેત્રે છૂટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક જણાશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું તથા સરેરાશ જણાશે. સરકારી કર્મચારીઓ માટે લાભકારી સપ્તાહ, બદલીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. મેડીકલ છાત્રો, નિવૃત્ત તથા ગૃહિણીઓ, વર્કિંગ વુમન માટે સાનુકૂળ સપ્તાહ. 17 તથા 18 જાન્યુઆરી અર્ધ મધ્યમ જણાશે.
ધન ભ,ફ,ધ,ઢ
સ્વગૃહી/ ઉચ્ચસ્થ શનિ તથા ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકર્તા રહેશે. ખાનગી-સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ જણાશે. સ્થાનફેર થવાની સંભાવનાઓ. વિદેશ રહેતા જાતકો માટે લાભદાયી સપ્તાહ. હેવી મશીનરીઝના ઉદ્યોગ તથા ધંધા તેમજ હેવી વ્હીકલ્સ, ટ્રાંસ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે લાભ મળવાના સંયોગો. ગૃહ ઉદ્યોગ, નાના વ્યાપાર-વાણિજ્યના તમામ એકમો ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ, સંભવ કાળજી રાખવી. મહિલા કર્મી,ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. 17 જાન્યુઆરી મધ્યમ રહેશે.
મકર ખ,જ
સ્ક્રેપ/ભંગારના તથા જૂની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓના વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે. કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત–એસોસિયેટ એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. તેમજ નાના મોટા વ્યાપારી એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. પરિવારમાં શાંતિ જણાશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, વિદ્યાર્થી, નિવૃત્ત, માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 12 જાન્યુઆરી સાધારણ રહેશે (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું).
કુંભ ગ,શ,ષ
આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા લાભ મળવાના અનેક સંયોગ બને છે. સરકારી કે દસ્તાવેજી કામકાજમાં ખોટી ઉતાવળ ન કરવી. મોટા તથા જથ્થાબંધ, નાના વ્યાપાર વણિજના જાતકો તથા હેવી મશીનરીથી ચાલતા ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી સપ્તાહ. રિયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ રહેશે. નાના ઉદ્યોગ તથા ધંધાના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. પરિશ્રમી જાતકો માટે દોડધામ વાળું તથા લાભદાયક સપ્તાહ. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ, બરતરફી અથવા બદલીની સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. 12 તથા 13 જાન્યુઆરી સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન).
મીન દ,ચ,ઝ,થ
શેર બજાર તથા અન્ય સટ્ટા કે વાયદા બજારના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઇન્ટરનેટ સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. રાજકીય તથા જાહેર ક્ષેત્રના લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે મધ્યમ સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે. કામકાજ અધૂરા રહેવા સંભવ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે લાભકારી સપ્તાહ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે લાભદાયક સપ્તાહ. 17 તથા 18 જાન્યુઆરી સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન).