મેષ રાશીફળ – આર્થિક પરિસ્થિતિના કારણે મહત્વનું કામ થતાં અટકી શકે છે. તમારી જીવનશૈલી ઘરમાં તણાવ પેદા કરી શકે છે, જેથી મોડી રાત સુધી બહાર રહેવાનું ટાળવું તથા ખોટા ખર્ચ કરવાથી દુર રહેવું. એવી પરિયોજના પર કામ કરવું જોઈએ, જે ભવિષ્યમાં તમને સારો નફો આપે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા. જીવનસાથી સાથે મધુર દિવસ પસાર થઈ શકે છે.
વૃષભ રાશીફળ – દિવસ દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય તમારો સાથ નહીં આપે. આર્થિક તંગીથી બચવા માટે નક્કી કરેલા બજેટની બહાર ન જવું. ઘરમાં કામને લઈને ગુસ્સો આવી શકે છે. એવા લોકો સાથે હંમેશા સંબંધ બનાવી રાખો જે ભવિષ્યમાં તમારી મદદ કરી શકે. તમારી આવડત,ખાસિયત અને ભવિષ્યની યોજનાઓ માટે ફરી વિચારવાનો સમય છે. લોકોની દખલ-અંદાજી તમારા વૈવાહિક જીવનમાં પરેશાની ઉભી કરી શકે છે.
મિથુન રાશીફળ – કામકાજ કરતા સમયે થાય તેટલો આરામ કરી લેવો. આજે તમને કમીશન, રોયલ્ટી વગેરેમાં ફાયદો થઈ શકે છે. આજે તમે પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવી શકો છો. નવા કામ પૂરા કરવામાં મહિલા સહકર્મીનો સહયોગ મળશે. પરોપકારી અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષિત કરશે. આજે તમને જીવનસાથી પ્રત્યે એકવાર ફરી પ્રેમ થઈ શકે છે.
કર્ક રાશીફળ – આજના દિવસમાં ઈચ્છા વગરની યાત્રાથી થાક અનુભવશો. આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વધારે ખર્ચ અથવા પર્સ ચોરાઈ શકે છે તેથી સતર્કતા રાખવી આવશ્યક. પોતાના પરિવાર સાથે ખરાબ વ્યવહાર ન કરવો,નહિતર શાંતી ભંગ થઈ શકે છે. સમય, કામકાજ, મિત્રો, સંબંધી એક બાજુ અને તમારો પ્રેમ એકબાજુ એવો મિજાજ રહેશે. કાર્યસ્થળ પર કરેલી મહેનત રંગ લાવશે. લાંબી મુસાફરી કરવી પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે.
સિંહ રાશીફળ – સામાજિક કાર્યકર્તાએ પોતાની તબિયત પર વધારે ધ્યાન આપવું. કુટુંબમાથી ભાઈ તમારી સારી મદદ કરી શકે છે. કોઇની સાંભળેલી વસ્તુ પર વિશ્વાસ ન કરી દેવો, તેની સચ્ચાઈ જાણવી અને સમજવી. વૈવાહિક જીવનનો દિવસ આજે ખરાબ જોવા મળી શકે છે. જબાન પર લગામ રાખવી, નહીં તો પછતાવવું થઈ શકે છે.
કન્યા રાશીફળ – તમારા વિનમ્ર સ્વભાવના વખાણ થશે. ખર્ચમાં કરેલો વધારો તમારા દિવસની શાંતિ ભંગ કરી શકે છે. સંબંધો સાચવશો, સંબંધોમાં ખટાશ આવી શકે છે આજે તમારા પર કામકાજનો બોઝો વધારે રહેશે. મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા તમને સારી ઓળખ અપાવશે. આજે તમે આરામ કરવામાં સફળ નહીં થાઓ.
તુલા રાશીફળ – તમારું સકારાત્મક વલણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. જુના રોકાણના રોકાંણકારોની આવકમાં આવકમાં વધારો થઈ શકે છે. તમારી ઈમાનદારી અને કામ પુરૂ કરવાની ક્ષમતાના આજે વખાણ થઈ શકે છે. જીવનસાથી સાથે આજે પ્રેમભર્યો વ્યવહાર રાખવો. તમારો આજનો દિવસ મંગલકારી અને ખુશીઓથી ભરપૂર જણાશે.
વૃશ્ચિક રાશીફળ – આજે ખાસ દિવસ છે, આજે તમારૂ શરીર અસાધારણ કામ કરવા માટે પણ સક્ષમ રહેશે. આજે તમે લાંબા સમય માટે રોકાણ કરશો તો, સારો ફાયદો મળી શકે છે. આજે તમે ઈમાનદારીભર્યું વર્ત રાખો. પ્રેમની અભિવ્યક્તિ માટે સારો દિવસ. કોઈ નવા પ્રોજેક્ટમાં તમારા વિચારો ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર ગોપનીય જાણકારી ઉજાગર ન કરવી. જીવનસાથી સાથે રોમાંચક દિવસ રહેશે.
ધન રાશીફળ – તમારા શરીરને સ્ફૂર્તીલું રાખજો. દરેક રોકાણકારોએ સાવધાનીપૂર્વક રોકાણ કરવું, નુકશાનથી બચવા માટે સલાહ લેવી, અભિમાનને બાજુ પર રાખવું. પરિવારના સભ્યો સાથે પણ અનબન થઈ શકે છે. આજે તમે જ્ઞાન અને અનુભવ વહેંચી શકશો, જેથી તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમારી ફરવા જવાની યોજનામાં ફેરફાર થઈ શકે છે. તમને ખુશ કરવા તમારો જીવનસાથી કોશિશ કરી શકે છે.
મકર રાશીફળ – આજે તમારો સ્વભાવ થોડોક ભાવુક રહેશે. આજના દિવસમાં તમે તમારી રચનાત્મકતાનો સારો ઉપયોગ કર્યો તો, તમારા ભવિષ્ય માટે ઘણુ ફાયદાકારક રહેશે. ઘરમાં નાની વાત પર વિવાદ થઈ શકે છે, તેથી કોઈપણ સાથે બોલવામાં સાવધાની વર્તવિ. ઓફિસમાં તમે ગુસ્સે થઈ શકો છો, જેથી તૈયાર રહો. આજનો દિવસ તમારી મરજીનો નહીં રહે. આજના દિવસમાં તમારા જીવનસાથીનું એક અલગ જ રૂપ તમને જોવા મળી શકે છે. આજે મગજને શાંત રાખવાનો પ્રયાસ કરવો.
કુંભ રાશીફળ – આપના બાળક પ્રત્યે પ્રેમભર્યું વર્તન રાખવું. આવકમાં વૃદ્ધિ થાય તેવો સ્ત્રોત શોધી રહ્યા હોય તો, સુરક્ષિત આર્થિક યોજનામાં રોકાણ કરવું. ઘરના મામલા દિમાગ પર છવાયેલા રહેશે અને તમારી કામ કરવાની ક્ષમતા પણ ખરાબ કરી શકે છે. આજે તમે કોઈના પ્રેમમાં પડી શકો છો. તમારા કામ અને શબ્દો પર ધ્યાન રાખવું કેમ કે, આંકડા સમજવામાં મુશ્કેલી થઈ શકે છે, જેના લીધે તમારું કામ બગડી પણ શકે છે.
મીન રાશીફળ – ગર્દન-કમરમાં દર્દ પરેશાન તમને કરી શકે છે. આજના દિવસે આરામ કરવો જરૂરી છે. પ્રાપ્ત થયેલું ધન તમારી મરજીનું નહીં હોય. એવા લોકો સાથે સારૂ વર્તન કરો, જે તમને પ્રેમ કરે છે. કાર્યસ્થળ પર સંપ અને સમજ તથા ધૈર્યતાથી સાવધાની રાખવી. આજે હરવા-ફરવા માટે દિવસ સારો નથી. જીવનસાથી આજે તેના મનની વાત કરી શકે છે, કે તે તમારી સાથે કેટલી ખુશ છે કે નહીં.