મેષ: દિવસના અંત સુધી કોઇને કોઇ વાતને લઇને ચિંતા રહેશે. કામ થતાં-થતાં અટકી જવાના કારણે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. રૂપિયા અંગે જોખમ ન લો. કોઇ અન્યની ભૂલોના કારણે તમને તકલીફ થઇ શકે છે. સંતાન સંબંધિત સુખ મળી શકે છે. આ અઠવાડિયે કરેલી યાત્રા દ્વારા સફળતા મળશે અને આ મામલે કોઈ મહિલા મદદ કરી શકે છે.પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે. વડીલોના આશીર્વાદ મળશે. આર્થિક ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવારમાં કોઈ સારા સમાચાર મળી શકે છે.

વૃષભ: આર્થિક ધનલાભની સારી તક મળશે. સ્ટોક માર્કેટમાં ફાયદો થશે. પ્રેમ સંબંધમાં વાતચીત દ્વારા ઉકેલ આવી શકે છે. સ્વાસ્થ્ય નાજુક રહી શકે છે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને તમે પ્રિયજનોના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો. તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર તમારા વેપાર માટે પોઝિટિવ પરિણામ ઊભું કરી શકે છે. યાત્રા આ અઠવાડિયે ટાળી દેવી યોગ્ય રહેશે. માતા-પિતા કે તેમના સમાન કોઈપણ વ્યક્તિના માન-સન્માનમાં ઘટાડો આવે નહીં તેનું ધ્યાન રાખો.

મિથુન: કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને જીવનમાં સફળતા મળશે. કોઈ નવો પ્રોજેક્ટ સુખ-સંપત્તિ લઈને આવી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ રહેશે. ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધમાં સુમધુરતા રહેશે અને કોઈ પિતાતુલ્ય વ્યક્તિના આશીર્વાદથી પ્રેમ સંબંધ ગાઢ બનશે. કોઈ નજીકના વ્યક્તિને લગતા કોઈ દુઃખદ સમાચા મળવાથી મન નિરાશ રહેશે. તમારી મનઃસ્થિતિને સંતુલિત રાખો. કોઈ સાથે પણ ઉધારીને લગતી લેવડદેવડ ન કરો. નાનું-મોટું રોકાણ તમે જલ્દી રિકવર કરી શકશો. આજે ફોકસ જાળવી રાખવું.

કર્ક: કોઈપણ નિર્ણય લેતી સમયે ઠંડા દિમાગથી કામ લેવું. ગુસ્સા અને આવેશમાં આવીને તમારું જ નુકસાન તમે કરી શકો છો. કોઈ બનતા કાર્યોમાં અચાનક વિઘ્ન આવવાથી તણાવ રહેશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને જીવનમાં સફળતાના માર્ગ ખુલશે. આર્થિક ધન લાભની સારી તક મળશે અને રોકાણ દ્વારા પણ ફાયદો થશે. પ્રેમ સંબંધમાં વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ આવી શકે છે. યાત્રા દ્વારા શુભ પરિણામ મળી શકે છે. તમે કોઈ એવી જગ્યાએ જશો જ્યાં જવાની ઈચ્છા લાંબા સમયથી સેવી હોય.

સિંહ: આ અઠવાડિયું યાત્રા કરવા માટે શુભ છે અને સફળતા પણ મળશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો આ અઠવાડિયે જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રે કોઈ મહિલાના કારણે કષ્ટ પેદા થઈ શકે છે. કોઈપણ અજાણ્યા કે અપરિચિત વ્યક્તિ સાથે રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવો. તમારા સાથે દગો થઈ શકે છે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ અને કરિયરને લઈને બેદરકાર ન રહે. જો તમે રોકાણ પર ધ્યાન નહીં આપો તો આર્થિક હાનિની આશંકા વધી શકે છે.

કન્યા: પ્રોપર્ટી સાથે જોડાયેલાં વિવાદ વધી શકે છે. પરિવારના લોકો દ્વારા મળેલી આલોચના અને રૂપિયાના કારણે તેની માનસિકતામાં થઇ રહેલાં ફેરફાર તમને દુઃખી કરી શકે છે. આ અઠવાડિયે પરિવારનો સપોર્ટ મળશે અને તેમના સાંનિધ્યમાં સુખી રહેશો. આર્થિક મામલે ધીમે-ધીમે સફળતા મળશે. ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધમાં કોઈ વ્યક્તિના કારણે નિરાશા આવી શકે છે. યાત્રા ટાળી દેવી યોગ્ય રહેશે. યાત્રા દરમિયાન કોઈ વડીલને લઈને મન દુઃખી થઈ જશે.

તુલા: આર્થિક દ્રષ્ટિકોણથી તમે જેટલું ધ્યાન અને સાવચેતી રાખીને રોકાણ કરશો તેટલો વધુ ફાયદો થશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને સફળતાના માર્ગ ખુલશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય થશે અને તમે તેમાં ભાગ લેશો. તમે આ અઠવાડિયું શાંત અને એકાંતનાં વ્યતીત કરવાનું પસંદ કરશો. નવું કામ શીખવામાં અથવા નવી કામની જગ્યાએ એડજસ્ટ થવામાં સમય લાગી શકે છે. તમારી મહેનત અને યોગ્ય નિર્ણયના કારણે તમે તમારા માટે નવો અવસર પ્રાપ્ત કરી શકો છો.વડીલોની મરજી તમારા ઉપર રહેશે.

વૃશ્ચિક: આર્થિક મામલે કોઈ યુવાન વ્યક્તિની મદદથી શુભ પરિણામ સામે આવશે અને ધન વૃદ્ધિના યોગ બનશે. પ્રેમ સંબંધમાં તમારે પોતાના તરફથી અધિક પ્રયાસ કરવા પડશે તો જ સુખી રહેશો. સ્વાસ્થ્યમાં કોઈ નવી હેલ્થ એક્ટિવિટી શુભ પરિણામ આપી શકે છે. પરિવારના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો. ભાવના તથા ઉદારતામાં લીધેલાં નિર્ણય નુકસાનદાયી રહી શકે છે. તમારી આ નબળાઈઓ ઉપર વિજય પ્રાપ્ત કરો. કોઈપણ પ્રકારની યાત્રા કરવી નુકસાનદાયી રહેશે. કોઈપણ નિર્ણય લેવામાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.

ધન: આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ મળશે પરંતુ રોકાણમાં બેલેન્સ બનાવીને આગળ વધશો ત્યારે જ વૃદ્ધિ થઈ શકશે. પ્રેમ સંબંધમાં અનુકૂળતા રહેશે અને પ્રેમ વધશે. સમસ્યાઓનો તણાવ લેવાની જગ્યાએ શાંતિથી તેને ઉકેલવાની કોશિશ કરો. યાત્રા આ અઠવાડિયે ટાળી દેવી યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય ધીમે-ધીમે સુધરી શકે છે. અઠવાડિયાના અંતે સમજણથી પરિસ્થિતિ સારી થશે. તમારી ઘરેલૂ પરેશાનીઓને વ્યવસાય ઉપર હાવી થવા દેશો નહીં.

મકર: લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાનું સમાધાન મળી શકે છે. આર્થિક મામલાઓને પૂર્ણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. ખાસ લોકો સાથે લાભદાયક સંપર્ક બનશે જેના દ્વારા તમારી વિચારશૈલીમાં પણ નવીનતા આવશે. સમજી-વિચારીને કરેલું રોકાણ શુભ પરિણામ આપશે અને ધન વૃદ્ધિના નવા સંયોગ બનશે. સ્વાસ્થ્યમાં સુધારો આ અઠવાડિયે જોવા મળશે. પરિવારમાં કોઈ મહિલાના કારણે મન બેચેન રહી શકે છે. અઠવાડિયાના અંતે મન વ્યાકુળ રહેશે અને સંતાન સંબંધિત ચિંતા પણ વધી શકે છે.

કુંભ: આ અઠવાડિયે પરિવારનો ભરપૂર સહયોગ મળશે અને પરિવારના સાંનિધ્યમાં જીવન સુખ-શાંતિથી વિતશે. કાર્યક્ષેત્રે મહિલા વર્ગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારી નિરાશાની અસર તમારી આસપાસના વાતાવરણમાં થઇ શકે છે. કામ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ જાતે જ શોધવાની કોશિશ કરશો નહીં. કોઇની મદદ લઇને તમે તમારી ઉપરનો ભાર હળવો કરી શકો છો. આર્થિક મામલે વિપરીત સ્થિતિ હાવી રહેશે. પ્રેમ સંબંધમાં કોઈ સમાચાર મન ઉદાસ કરી શકે છે.

મીન: જોશમાં આવીને પોતાના ઉપર વધારે કામનો ભાર લેશો નહીં, નહીંતર તે જાતે જ કોઈ પરેશાનીમાં ફસાઈ શકો છો. ઘરના કોઈ સભ્યના લગ્નજીવનને લઇને કોઈ સમસ્યા આવી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી આ અઠવાડિયું અનુકૂળ છે અને ધન વૃદ્ધિ સારી રહેશે. સ્વાસ્થ્યમાં સારા સુધારા જોવા મળશે અને તંદુરસ્તી અનુભવશો. કાર્યક્ષેત્રે કોઈ વડીલને કારણે મન વ્યાકુળ થઈ શકે છે. પ્રેમ સંબંધ મામલે બેચેની રહેશે અને કોઈ નુકસાનની સંભાવના વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.