મેષ રાશીફળ – આ રાશિના જાતકોને મિત્રો સાથે આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જેનો તમારા જીવન પર સારો પ્રભાવ પડી શકે છે. આર્થિક મામલામાં સાવધાની રાખવી. આજના દિવસ દરમિયાન પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપવો. આજે તમારે ઓફિસમાં એવું કામ કરવું પડી શકે છે, જે કામથી તમે લાંબા સમયથી બચવા માંગો છો.
વૃષભ રાશીફળ – જો તમે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો મોટું નુકસાન થવાની સંભાવના છે તેથી તજજ્ઞોની સલાહ લઈને જ રોકાણ કરવું. પૈસા બનાવવાના તે વિચારોનો ઉપયોગ કરો, જે આજે તમારા મનમાં આવે. શિક્ષા સાથે જોડાયેલા કામ તમારી જાગરૂપતામાં વૃદ્ધિ કરશે.
મિથુન રાશીફળ – આજના દિવસ દરમિયાન બીમારી તમારી ઉદાસીનું કારણ બની શકે છે. દરેક રોકાણને સાવધાની પૂર્વક અંજામ આપો, જરૂરી સલાહ સુચન લીધા બાદ જ રોકાણ કરવું. કામના દબાણને લઈ માનસીક પરેશાન રહી શકે છે. આ રાશિના જાતકોએ મહત્વના વ્યક્તિઓ સાથે વાતચીત કરતા સમયે આંખ-કાન ખુલ્લા રાખવા કોઈ સારો વિચાર હાથ લાગી શકે છે. તમારા આત્મવિશ્વાસનો આજે ફાયદો ઉઠાવો તમે તમારા લક્ષ્ય સુધી અવશ્ય પહોંચશો.
કર્ક રાશીફળ – આજે બીજા લોકો સાથે પોતાની ખુશી વહેંચવાથી વધશે અને તમારું મન હળવું રહેશે. મનોરંજન અને સૌન્દર્યતા પાછળ ખર્ચ વધુ કરવો નહીં. આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ રહી શકે છે તેથી સાવધાની રાખવી. એવા કામ હાથમાં લો કે જે રચનાત્મક પ્રકૃતિના હોય. આજે પોતાનો સમય અને ઉર્જા બીજા લોકોની મદદ માટે લગાવો.
સિંહ રાશીફળ – આ રાશિના લોકોએ કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોનું દબાણ અને ઘરમાં અણબનના કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈની જરૂરિયાત જાણતા હોવા છતા, ખર્ચ કરવાથી બચવું અને જરૂરિયાતવાળા વ્યકતીની મદદ કરવી. જિંદગીની ભાગદોડમાં પોતાની જાતને ખુશનશીબ માની શકો છો, કારણ કે, આજે તમારા જીવનસાથીનો સપોર્ટ સારો મલશે. જો તમે કાર્યક્ષેત્રમાં તણાવ લેશો તો, તમારા સિવાય અન્ય કોઈનું કોઈનું નહીં પરંતુ તમારું જ નુકસાન થશે, તેથી મગજ પર કાબુ રાખવો. સામાન ખોવાઈ જવાની સંભાવના છે, સાવધાન રહેવું.
કન્યા રાશીફળ – આજના દિવસ દરમિયાન કોઈ જ્યોતિષ મિત્રની સલાહ તમારી તબીયત માટે ઉપયોગી સાબિત થશે. વધુ પડતાં ખર્ચા ઘરની શાંતિ તથા માનસીક શાંતી ભંગ કરી શકે છે. તમારો પરિવાર તમારી મહેનત તથા કોશિશના વખાણ કરશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સાથ-સહકાર મળી રહેશે.આજે રોડ અકસ્માત ન થાય તેની સાવધાની રાખવી.
તુલા રાશીફળ – આજે કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર આશિર્વાદનો વરસાદ કરશે, જેના દ્વારા તમારા મનને શાંતી મલશે. જો તમે આવક વૃદ્ધિનો સ્ત્રોત શોધી રહ્યા હોવ તો, સુરક્ષિત આર્થિક પરિયોજનામાં રોકાણ કરવું હિતવાહ છે. મોબાઈલ ફોનના વધારે ઉપયોગથી દુર રહેવું, નહિતર તણાવ વધી શકે છે. વાહન ચલાવવામાં સાવધાવી રાખવી. વૈવાહિક જીવનમાં કેટલીક ખરાબ ક્ષણ જોવા મળી શકે છે.
વૃશ્ચિક રાશીફળ – આ રાશિના જાતકોએ આજના મનોરંજનમાં ખેલ-કૂદને સમાવેશ કરવાથી આનંદ પ્રાપ્ત થશે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પરંતુ પૈસા પાણીની જેમ વહી જતી યોજનાથી રૂકાવટો પેદા કરશે તેથી સતર્ક રહેવું. વિવાદ અને મતભેદના કારણે કેટલોક તણાવ સહન કરવો પડી શકે છે. આજે તમે ઇચ્છતા હશો એવો દિવસ રહેશે નહીં.
ધન રાશીફળ – દિવસ દરમિયાન આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, નહીં તો તબીયત લથડી શકે છે. ભાગીદારીવાળા વ્યવસાયમાં ચાલાકીભરી આર્થિક યોજનામાં રોકાણ કરવાથી બચવું. આજે તમે તમારી જવાબદારી પ્રત્યે બેદરકાર રહેશો તો પરિવાર અને ઓફિસ બંને જગ્યાએથી તમને નારાજગી પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્ર પર આજે તમારા દુશ્મનો પણ તમારા મિત્ર બની જશે, તમારા એક નાના કામના કારણે. ઉતાવળમાં કોઈ નિર્ણયો ન કરવા, નહીં તો જિંદગીમાં પછતાવવાનો વારો આવી શકે છે.
મકર રાશીફળ – વિવિધ બીમારીથી પીડિત વ્યક્તિએ આજે સાવધાની રાખવી, કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવાની કોશિસ કરવી જોઈએ. તમારા ખર્ચામાં વૃદ્ધિ થશે, જે તમારી પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમારા પર નકારાત્મકતા સવાર રહેશે, જેથી કોઈ નિર્ણયલેતા મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કર્મકાંડ-ધર્મકાર્યનો માહોલ રહેશે. કાર્યક્ષેત્રમાં આળસ અને થાકનો અનુભવ થઈ શકે છે.
કુંભ રાશીફળ – અસુવિધા તમારી માનસિંક શાંતી ભંગ કરી શકે છે પરંતુ ધીરજ રાખશો તો બધુ જ સરખું થઈ જશે. આજનો દિવસ વધારે લાભદાયી નથી- તેથી પોતાની આર્થિક સ્થિતિનો વિચાર કરીને ખર્ચ કરવું. પોતાના જીવનસાથી સાથે રોમાન્સ કરવા માટે આજનો દિવસ સારો છે. ઓફિસમાં કોઈ ગમતું કામ મળી શકે છે. બીજા લોકોને પોતાની ખુશીની વાત જણાવવામાં ઉતાવળા ના બનો, કોઈ ફાયદો ઉઠાવી શકે છે.
મીન રાશીફળ – જેમ ખાવામાં થોડી તીખાસ જરૂરી છે, તેમ જીવનમાં દુખ પણ જરૂરી છે. આજે માત્ર બેસી રહેવાને બદલે કઈ એવું કરો, જે તમારી કમાણીમાં વૃદ્ધિ કરે. આજનો દિવસ તમારા માટે ખાસ છે, તમે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો. ઓફિસમાં સ્નેહનો માહોલ રહેશે. પરિવાર સાથે સ્નેહભર્યો દિવસ રહેશે