- મેષ રાશીફળ – આ રાશિના જાતકો માટે કોઈ આધ્યાત્મિક વ્યક્તિ આશિર્વાદનો વરસાદ કરી શકે છે, જે તમને મનની શાંતી આપશે. આજે તમે બીજાની વાત સાંભળી રોકાણ કરશો તો, નુકશાની થવાની સંભાવના રહેશે. પરિવારના દરેક સભ્યની માંગ પુરી કરવાની કોશિશ કરશો તો નિષ્ફળતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય સ્થળ પર કોઈને મળવામાં સમજણ અને ધૈર્યથી સાવધાની રાખવી. તમારી ખાસીયત અને ભવિષ્યની યોજનાઓ પર ફરીથી વિચારવાનો સમય છે તેથી તકને ઝડપી લેવી.
- વૃષભ રાશીફળ – આ રાશિના લોકો માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે અને જુની બીમારીમાં રાહત રહેશે. આજે તમારે ખર્ચામાં વધારો થઈ શકે છે, પરંતુ આવકમાં વધારો રહેતા સંતુલન જળવાઈ રહેશે. તમારા પરિવારજન નાની વાતેને મોટું સ્વરૂપ આપી શકે છે. જો તમે કોઈ સાથે વ્યવસાયમાં ભાગીદારને જોડવા માંગો છો, તો તેને કોઈ પણ પ્રકારની ડીલ કરતા પહેલા તમામ તથ્યોની તપાસ કરી લેવી.આજે જીવનસાથીનું બગડતું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે.
- મિથુન રાશીફળ – આ રાશિના જાતકો માટે તેમનો ઉદાર સ્વભાવ ખુશીની પળ લઈને આવશે. કોઈ નવી વસ્તુ લેતા પહેલા, જે તમારી પાસે રહેલી જૂની વસ્તુઓનો ઉપયોગ કરો. આજે મજાકીયો સ્વભાવ રાખવો. મહત્વના લોકો સાથે વાત-ચીત કરતા દરમિયાન આંખ-કાન ખુલ્લા રાખો જેથી સારો વિચાર તમરા હાથ લાગી શકે છે. તમારી જિંદગીનું કોઈ રહસ્ય તમારા જીવનસાથીને ઉદાસ કરી શકે છે.
- કર્ક રાશીફળ – આ રાશિના લોકો માટે આજના દિવસમાં આર્થિક સમસ્યા તણાવનું કારણ બની શકે છે. આજે સાવચેત થઈને રોકાણ કરવું નહિતર કોઈ તમને નુકશાન પહોંચાડી શકે છે. આજે તમે કોઈ હિસાબનું કામ કરો છો તો ઈમાનદારીથી કરવું. જીવનસાથી સાથે વાતચીત કરતા ઉગ્ર ન થતાં નહિતર પાછળથી પછતાવવાનો વારો આવી શકશે. કાર્યસ્થળ પર આજનો દિવસ મુશ્કેલ ભર્યો રહેશે.
- સિંહ રાશીફળ – આજે શારીરિક આરામ કરવો આવશ્યક રહેશે. આ રાશિના લોકોના માનસિક આનંદ માટે મનોરંજન તમને રાહત અપાવશે. તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક જણાશે. ઘરે કોઈ મહેમાન આવે તો તેની સાથે ખરાબ વર્તન ન કરવું, નહીં તો તમારા નજીકના સંબંધોમાં વિઘ્ન આવી શકે છે. તમારા જીવનસાથી દ્વારા કરવામાં આવેલી શંકા તમારા વૈવાહિક જીવન પર ખરાબ અસર કરી શકે છે.
- કન્યા રાશીફળ – તમારી આશા અને સકારાત્મક વિચારો એક સુગંધીદાર ફૂલની સુગંધ જેવા થઈ શકે છે. સાવધાની વર્તીને રોકાણ કરવું . તમારા બાળકની સમસ્યાનું સમાધાન લાવવા સમય કાઢવો જરૂરી. આજનો દિવસ વ્યવસાયિકો માટે સારો છે, ગ્રાહક અને માંગમાં વધારો થશે. કોઈ પણ મુશ્કેલીથી ભાગવાની કોશિશ ન કરવી, તે તમારો પીછો નહીં છોડે. જીવનસાથી સાથે જિંદગીના ખાસ દિવસોમાંનો એક આજનો દિવસ રહી શકે છે.
- તુલા રાશીફળ- આજે આંખોના દર્દીઓએ પ્રદૂષિત જગ્યા પર જવાથી બચવું, નહીં તો આંખોને ગંભીર નુકશાન પહોંચી શકે છે. મનોરંજન અને સૌન્દર્ય પાછળ વધુ ખર્ચ ન કરવો. આ રાશિના લોકોએ કોઈ પણ વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. જીવનસાથી સાથે વ્યક્તિગત સંબંધોમાં દરાર પડી શકે છે. તમારા વરિષ્ઠ અને સહકર્મી આજે તમને ગમે તેટલા ભડકાવે, પરંતુ તમારા મનને પોતાની યોગ્યતા મુજબ શાંત રાખવું.
- વૃશ્ચિક રાશીફળ – આ રાશિના લોકો આજે સારા પૈસા બનાવી શકશે પરંતુ શરત એ છે કે, પારંપરિક રીતે રોકાણ કરવું. જીવન અને કામકાજમાં બીજા લોકો માટે આદર્શ બનો તે રીતે કામ કરવું. બીજા લોકોની મદદ કરવાથી તમને સારી ઓળખ પ્રાપ્ત થશે. આજે તમારા બોસનો મિજાજ કાર્ય સ્થળ પર સારો માહોલ બનાવી દેશે. જીવનસાથી સાથે બેસી ભવિષ્યની જિંદગી માટે કોઈ યોજના બનાવી શકો છો.
- ધન રાશીફળ – આજના દિવસમાં તમે ઘણો સમયમાં આનંદથી પસાર કરી શકશો . આજે સરળતાથી પૈસા ભેગા કરી શકશો. લોકોને ઉધાર આપેલા (પૈસા) પાછા મેળવી શકશો. આ સિવાય પરિવાર માટે ધન પણ ભેગુ કરી શકશો. ઘરેલુ કામ તમને માનસિક તણાવ આપી શકે છે. આજે જે પણ બોલો સમજી-વિચારીને બોલવું, કડવા શબ્દોથી જીવનસાથી સાથે સંબંધ ખરાબ થઈ શકે છે અને શાંતી ભંગ થઈ શકે છે. કાર્યસ્થળ પર કામકાજમાં કોઈ ભૂલ થઈ શકે છે તેથી સાવધાની રાખવી.
- મકર રાશીફળ – આજે તમે બીજાની વાત સાંભળીને અથવા તો કોઈના કહેવામા આવીને રોકાણ કરશો, તો આર્થિક નુકશાન થવાની સંભાવના વધુ છે. પરિવાર સાથે સામાજિક ગતિવિધિ તમામ લોકોને ખુશ રાખશે. આજે તમારૂ કોઈ પણ દુખ બરફની જેમ પીંઘળી જશે. સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે. આજે આ રાશિના લોકો માટે યાત્રા કરવાનું ફાયદાકારક રહેશે.
- કુંભ રાશીફળ –આ રાશિના જાતકો માટે મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવાનો દિવસ છે. વધારાના ધનને રિયલ એસ્ટટમાં રોકાણ કરવામાં આવી શકે છે. તમારે ઘરમાં સકારાત્મક માહોલ પેદા કરવાની જરૂર છે. જીવનના સૌથી પડકારજનક સમયમાં જીવનસાથીનો પૂરો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકશે. આજે તમે વધારાના સમયનો સારી રીતે ઉપયોગ કરી શકશો.
- મીન રાશીફળ – આ રાશિના લોકોને તણાવને કારણે માનસીક શાંતી હણાઈ શકે છે. આજે તમે સરળતાથી પૈસા ભેગા કરી શકો છો. જુના ઉધાર આપેલા નાણાં પાછા મળી શકે છે. અથવા નવી પરિયોજના પર લગાવવા માટે પૈસા ભેગા કરી શકો છો. જ્યારે રોકાણ કરવાનો પ્રશ્ન તમારી સામે આવે ત્યારે સ્વતંત્ર બનવું અને સ્વયં જ બધા નિર્ણયો લેવા. કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠ તમને સમજી ન શકે, પરંતુ ધૈર્યતા રાખવી, ટુંક સમયમાં તમારી વાત સમજશે.
Trending
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ…
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે
- Apple હવે તમારા ઘરને પણ બનાવશે સ્માર્ટ…