મેષ રાશીફળ – આ રાશિના લોકોને ખુશનુમા દિવસ માટે માનસિક તણાવને દુર રાખવાના પ્રયત્ન કરવા. ખર્ચમાં વધારો થવાથી તમારી માનસિક શાંતી ભંગ થઈ શકે છે. સંબંધીઓના કારણે પણ ઘરમાં તણાવભર્યું વાતાવરણ રહી શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તી કરવાથી તણાવથી દુર રહી શકશો. ઉતાવળ કરીને કોઈ નિર્ણયો ન કરવા. ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે નવી યોજનાઓના દ્વાર ખુલી શકે છે. તમારી પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવું કોઈ કાર્ય ન કરવું.
વૃષભ રાશીફળ – જીવનમાં કઈ પણ નવું કરવાની કોઈ ઉંમર હોતી નથી,આ સત્ય હમેશા યાદ રાખવું. આજે તમારૂ મગજ તેજ રહેશે. તમારા સંબંધીઓ ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવવાન પ્રયત્ન કરી શકે છે તેથી સાવધાન રહેવું નહીં તો ઠગાઈ શકો છો. મહત્વપૂર્ણ કરાર સમયે કોઈના દબાણમાં આવીને નિર્ણય ન લેવો સમજી વિચારીને નિર્ણય લેવો. જીવનસાથી સાથે મજાનો દિવસ રહેશે.
મિથુન રાશીફળ – આજે તમારી તબીયત સારી રહેશે. આજે સારા પૈસા બનાવી શકો છો, પરંતુ તે હાથમાંથી સરકી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આજે તમારો તણાવ મિત્રો સાથે રહેવાથી દુર થશે. વ્યવસાયીક કામમાં ભાગીદારનો સારો સાથ સહકાર મળી રહે. આજે ભવિષ્ય માટે જો કોઈ યોજના બનાવવી હોય તો દિવસ સારો છે.
કર્ક રાશીફળ – કોઈ મિત્ર સાથે મતભેદ ઊભા થઈ શકે છે. નવા આર્થિક કરાર સકારાત્મક રહેશે અને આર્થિક લાભ પણ થવાની શક્યતા છે. આ રાશિના લોકોના પૂરા પરિવારને ખુશી થાય તેવો સંદેશ મળી શકે છે. ભાગીદાર તમારા વિચારોથી ખુશ થશે. જીવનસાથી સાથે દિવસ મધુર રહેશે. કાર્યસ્થળ પર દિવસ સારો રહેશે.
સિંહ રાશીફળ – આ રાશિના લોકોને સામાજિક કાર્યો કરતા તબીયતનું વધારે ધ્યાન આપવું. નાણાકીય અસ્થિરતા તમને તણાવ આપી શકે છે પરંતુ મુંજાવું નહીં. આજના દિવસે ભાગીદારીવાળો વ્યવસાય કરવાથી બચવું. તમારી ઉર્જા બીજા લોકોની મદદ કરવામાં વાપરો. પોતાના પરિવાર માટે ખર્ચ થઈ શકે છે.
કન્યા રાશીફળ – તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. આજના દિવસમાં રોકાણ કરવાથી બચવું. મિત્રો સાથે ખુશીની પળ વિતાવો દિવસ સારો રહેશે. વ્યાપારી મિત્રો માટે દિવસ સારો છે. વ્યવસાય માટે કરવામાં આવેલો પ્રયાસ સકારાત્મક પરિણામ આપી શકશે. વૈવાહિક જીવન માટે આજનો દિવસ સારો છે. આ રાશિના જાતકો માટે એક તરફો પ્રેમ માત્ર દિલ તોડવાનું કામ કરી શકે છે.
તુલા રાશીફળ – તમારી સકારાત્મક ભાવનાઓ માટે ખુદને પ્રોત્સાહિત કરો. આ ગુણ એક વખત તમારી અંદર આવી જશે તો, ગમે તેવી મુશેકેલીમાંથી બહાર આવી જશો. આજે ખોટા ખર્ચાઓ કરવાથી બચવું. પરિવારના સભ્યો અને જીવનસાથી તણાવનું કારણ બની શકે છે. રચનાત્મક કામમાં લાગેલા લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર આળસ અનુભવી શકો છો. આજે છુપાયેલા દુશ્મનોની નજર તમારા પર છે, તેથી ષડયંત્રમાં ફસાવાથી બચવું.
વૃશ્ચિક રાશીફળ – આજે ઉધાર માંગતા લોકને નજરઅંદાજ કરવા. જે લોકો સાથે તમે રહો છો, તે આજે તમારાથી નારાજ રહી શકે છે. કાર્યસ્થળ પર બોસ દેવદૂત જેવો વ્યવહાર કરી શકે છે. આજે તમને જે કામ આપવામાં આવે તે તેમની આશા કરતા વધારે ફાયદો પહોંચાડી તેવું આ રાશિના લોકો કરી શકશે. આજે તમને તમારા જીવનસાથીની સારી એવી કદર થશે.
ધન રાશીફળ – આ રાશિના લોકોને બાળકો સાથે વિતાવેલો સમય ખુશી આપશે. ખર્ચામાં વધારો થશે, પરંતુ સાથે આવક સારી રહેતા સંતુલન જળવાઈ રહેશે. નોકરી બદલવામાં મદદગાર દિવસ છે. આજે તમારી વર્તમાન નોકરી છોડી કોઈ નવા ક્ષેત્રમાં જેમ કે માર્કેટિંગમાં જઈ શકો છો, જે તમારા માટે સારી રહેશે. તમારા છુપાયેલા દુશ્મનો અફવાહ ફેલાવી શકે છે, જેના કારણે ઘર-સંસારમાં આગ લાગી શકે છે, જેથી સાવધાન રહેવું.
મકર રાશીફળ – આ રાશિના લોકો માટે આજે મન શાંત અને તણાવરહિત રહેશે. આજે રોમાંચક રહેશો, જે તમને આર્થિક ફાયદો કરાવશે. આજે ચિંતામુક્ત થઈ ખુશીથી દિવસ પસાર કરશો. તમારી નવી-નવી વસ્તુ શીખવાની તમારી સારી આદત તમને યોગ્ય મનોબળ પુરૂ પાડશે. જીવનસાથી સાથે વાદ-વિવાદથી દુર રહેવું, બોલવામાં કોઈ ભૂલ થવાની સંભાવના છે,જે તમારા સબંધમાં કડવાશ ઉભી કરી શકે છે. આજનો દિવસ તમારી ધૈર્યતાની પરિક્ષા લેશે, ભવિષ્યની યોજના બનાવવા માટે સારો દિવસ છે.
કુંભ રાશીફળ – આજનો દિવસ આ રાશિના જાતકો માટે ભાગ-દોડવાળો રહેશે જે તમારા મગજને ખરાબ કરી શકે છે, મનને શાંત રાખવું. કોઈ નવો વિચાર આર્થિક રીતે ફાયદો કરાવી શકશે . વિવાદ, મતભેદ, કોઈની ભૂલને નજરઅંદાજ કરો. કાર્યસ્થળ પર કામનું દબાણ વધારે રહી શકે છે. મિજાજ પર કાબુ રાખવો, અને બોલવામાં મર્યાદા રાખવી, નહીં તો એક ભૂલ મોટુ નુકશાન કરાવી શકે છે. જીવનસાથી સાથે નાની-નાની વાતમાં વિવાદ પેદા થઈ શકે છે, તેથી જીભ પર લગામ રાખીને સબંધને બચાવી લેવો.
મીન રાશીફળ – આ રાશિના લોકોએ તળેલી અને બહારની વસ્તુ ખાવાથી બચવું. ભાગીદારી અને ચાલાકીભરેલી આર્થિક યોજનામાં રોકાણ ન કરવું. બાળકો અભ્યાસના મામલામાં નિરાશ તમે પણ નિરાશ ન થશો. આજે વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવાથી બચવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. તમે કોઈ પણ નિર્ણય લો તો પરિવાર સાથે પહેલા ચર્ચા કરજો,આવશ્ય ફાયદો થશે. કામ પ્રત્યે નિષ્ઠાથી તથા શાબાસી મળી શકે છે. આજે કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે, જે જીવન માટે ખરાબ સાબિત થઈ શકે છે, જેથી સાવધાન રહેવું.