ઉત્પાદન ખર્ચી ૫૦ ટકા વધુ ભાવ ચૂકવવા તેમજ ખેડૂતો પાસેી સીધુ જ ઉત્પાદન ખરીદનાર કંપનીઓને પ્રોત્સાહિત કરવા સહિતની યોજના
૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનું વચન વડાપ્રધાન મોદીએ આપ્યું છે. આ વચન પાળવા માટે સરકાર એક સાથે ત્રણ પ્લાન ઉપર કામ કરી રહી છે. નીતિ આયોગે પણ આ મામલે સરકારને કેટલીક સલાહ આપી છે.
સરકારના પ્લાન મુજબ ખેત પેદાશની કિંમત તળીયે પહોંચી જાય ત્યારે પણ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતા ઓછામાં ઓછા ૫૦ ટકા વધુ ભાવ તો મળે તે સુનિશ્ચચિત કરવાની ભલામણ થઈ છે. આ ઉપરાંત સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી ખેત પેદાશો ખરીદે અવા ખેડૂતો પાસેથી ખેત પેદાશો સીધી ખરીદનાર કંપનીઓને સરકાર પ્રોત્સાહન આપે તે મામલે પણ વિચાર હા ધરાયો છે.
સરકાર દર વખતે બે ડઝની વધુ ખેત પેદાશોના ભાવ જાહેર કરે છે. પરંતુ કોમોડીટીની ખૂબજ નાની કોન્ટીટી ખરીદે છે. ઘણી વખત ઉત્પાદન ભરપુર વાના કારણે ખેત પેદાશના ભાવ તળીયે પહોંચી જાય છે. પરિણામે ખેડૂતોને નુકશાન તું હોય છે. માટે સરકાર ખેડૂતોને ગેરંટી પ્રાઈઝ ચૂકવશે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતા ૫૦ ટકા વધુ રકમ ચૂકવવામાં આવશે.
મોદી સરકારે સત્તા ઉપર આવ્યાના તુરંત બાદ ખેડૂતોની આવક બે ગણી કરવાનું વચન આપ્યું હતું. સરકારે તબકકાવાર આ મામલે વિવિધ યોજનાઓ ઘડી કાઢી છે. જેની ધીમે ધીમે અમલવારી પણ થઈ રહી છે. કૃષિ આધારિત દેશ હોવાના કારણે ખેડૂતોની આવક યોગ્ય રહે તે સુનિશ્ર્ચીત કરવું જરૂરી બની જાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com