વરસાદથી કેરીની સિઝન પૂર્ણ થઈ જવાની છે. કારણકે સોરઠ પંથકમાં કેરીનું વધુ વાવેતર થાય છે. ત્યાં વરસાદની આગાહી છે. ત્યાં વરસાદ પડવાથી કેરીનો પાક બગડશે. હાલ કેરી ઉતારવાનો સમય છે. જે કેરી હજી ઉતરી નહિ હોય તેને 70થી 80 ટકા જેટલુ નુકસાન જવાનું છે. વધુમાં જે કેરી બચી હશે તે માર્કેટમાં આવશે એટલે તેનો ભાવ પણ આસમાને પહોંચશે. વરસાદથી કેરીના પાકને નુકસાન જવાથી કેરીની અછત ઉભી થશે. તેના કારણે કેરીની પેટીના ભાવ અંદાજે 1000થી 1200 સુધી પહોંચે તેવી શકયતા જોવા મળી રહી છે. આમ કેરીની સિઝન વરસાદ આવ્યાને થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ જશે. જેટલી કેરી બચશે તેના ભાવ પણ એ હદે વધશે કે સામાન્ય માણસોજે તે પરવડી શકશે નહીં. આમ કેરી હવે થોડા દિવસોની મહેમાન રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. એટલે કેરી રસિકોને આ વર્ષે કેરી લાંબો સમય સુધી ખાવા નહીં મળે.
ઉલ્લેખનીય છે કે, કેરી આ વર્ષે હવે થોડા દિવસ માટે જ મળવાની હોય તેવું લાગી રહ્યું છે. થોડા જ દિવસોમાં કેરીના ભાવ વધવાની પ્રબળ શકયતા સેવાઈ રહી છે. જેથી કેરી રસીકો માટે આ વર્ષ સારૂ નહીં રહે. હવે આવતા વર્ષે કેરીની સીઝન સારી રહે તેવી આશા સેવાઈ રહી છે.