જળમાર્ગે પોતાનું અલાયદુ આંતરરાષ્ટ્રીય શિપિંગ માળખું તૈયાર કરી આત્મનિર્ભર બનવાથી કનટેનર માટે અન્ય દેશો ઉપરની નિર્ભરતા નહિવત થવાથી ખર્ચ ઘટી શકે
કોરોના મહામારી બાદ આંતરાષ્ટ્રીય વેપાર માળખાનું અસંતુલન ઉભું યું છે, જેના કારણે આયાત નિકાસ સેકટર ક્નટેનરની ખેંચી ઝઝૂમી રહ્યું છે. ભારતે પણ આત્મનિર્ભરતાને પ્રાધાન્ય આપતા ક્નટેનર માટે માઠી સર્જાઈ છે. આવી સ્થિતિ માં ભારત માટે આંતરરાષ્ટ્રીય શિપિંગ લાઇન ઉભી કરવી જરૂરી છે. જેના માધ્યમી વર્ષે રૂ. ૪.૫ લાખ કરોડની બચત થઈ શકે છે.
લોકડાઉન બાદ જલમાર્ગી તથા પરિવહનમાં ભાડું ત્રણ ગણું વધી ગયું હતું. જેની પાછળ ક્નટેનરની તંગી જવાબદાર છે. વૈશ્વિક વ્યાપાર માટે ક્નટેનરની તાતી જરૂર છે, ક્નટેનરના ક્ષેત્ર ઉપર ગણ્યાગાંઠ્યા લોકો હાથ રાખીને બેઠા છે. વધુ વિકલ્પો નથી. અને જો આત્મનિર્ભર બનાવની સાથે ઉત્પાદનનું વૈશ્વિક હબ બનવું હોય તો પણ સપ્લાઈ ચેન મજબૂત બણાવવી પડે, અને આ માટે બીજા ઉપર નિર્ભર રહી શકાય નહીં.
ચીન તો વર્ષો પહેલા જ ક્નટેનર માટે આત્મનિર્ભર બની ગયું છે. ભારતે પણ આ ક્ષેત્રે પ્રયાસ કર્યા જ છે. જો હવાઈ ક્ષેત્રે ભારત ઈન્ડિગો , જેટ એરવેજ, કિંગફિશર જેવી કંપનીઓ ઉભી કરી શકે તો જળ માર્ગે વેપાર માટે આંતરાષ્ટ્રીય ચેન ઉભી થઈ શકે, જેનાથી દર વર્ષે ભાડા, એક્સચેન્જ સહિતના રૂ. ૪.૫ લાખ કરોડની બચત થઈ શકે.
વર્તમાન સમયે ચીન કાર્ગો ક્ધટેનર બનાવવાના ક્ષેત્રમાં એક હથ્ુ શાસન કરી રહ્યું છે વૈશ્વિક શપિંગ ક્નટેનરના ૯૦% ક્નટેનર તો મેડ ઇન ચાઇના હોય છે. ભારતે પણ ક્નટેનર બનાવવાના ક્ષેત્રમાં ઝંપલાવવા તૈયારીઓ ઘણા વર્ષોથી કરી હતી. ભાવનગરમાં ક્ધટેનર બનાવવા માટે વ્યવસથા ગોઠવાઈ છે. આ ઉપરાંત જિંદાલ સ્ટીલ જેવી કંપનીઓ પણ ક્નટેનર ઉત્પાદનના ક્ષેત્રમાં ઝંપલાવવા તૈયાર છે. ઓરિસ્સા કે ચંદીગઢ ખાતે આ માટે વ્યવસથાઓ ગોઠવવામાં આવશે. એકંદરે વૈશ્વિક વ્યાપારમાં પોતાના માલની સાથો સાથ માલ પહોંચાડવા પોતાની જ સુવિધાઓથી એકંદરે ભારતીય નિકાસક્ષેત્રેને વધુ આવક અને તેમજ આયાત ક્ષેત્રનો ખર્ચ ઘટશે.